શનિવાર, 20 નવેમ્બર, 2021

Mahavir Swami Vandnavali મહાવીર સ્વામી વંદનાવલી

જે ચરમ તીર્થંકર મહાવીર, સિંહ સમ શોભતા,

વડી કર્મશત્રુ જિતવા, વર્ધમાન ભાવ ધરાવતા,

સહૂ જીવ ના કલ્યાણ કાજે શ્રમણ ધર્મ ને સ્થાપતા

કરુણા સાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

નયસાર ભવે મુનિયોને વનમા, ભાવ થી વહોરાવતા,

સંસાર વનમા માર્ગ સમ, સમકિત પામી બુઝતા,

જાણે શ્રમણ ના ગુણ સમ,જે ભવ સત્યાવિશ રાખતા

કરુણા સાગર પ્રભુ વીર ન ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ના ભવો

મરીચિ ભવે ઉત્તસૂત્ર થી, સંસાર બહુલો વધારતા ,

નિજ ઉચ્ચ પદવી જાણીને, કુલ મદ થી કર્મ બાંધતા,

વિવિધ ભવ ભૃમણ કરી, જે મિથ્યા ધર્મ ને પામતા,

કરુણા સાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ના ભવો

ત્રિદંડી , બ્રામ્હણ , વસુદેવ ને ચક્રવર્તી જે થતા,

વિશ મેં ભવે થઈ સિંહ જે, વડી ચૌથી નરકે પણ જતા,

બાવિશમા ભવ થી પ્રભુ, અવિરત પ્રગતિ સાધતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ની ભાવના

નન્દનમુનિ બની મસશ્રમને, વિશ સ્થાનક સાધતા ,

સવી જીવ કરૂ શાશન રસી, એવી ભાવના સુભ ભાવતા,

વાત્સલ્ય થી વિશ્વ માત થઈ, જિન નામ કર્મ નિકચતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર નો ચ્યવન

ચ્યવન પામી ચૌદ સુપને, બ્રમ્હ કુડ મા અવતર્યા,

અવધિથી જાણી ઇન્દ્રે તવ, ક્ષયત્રીય કુડ઼ મા ફેરવ્યા,

નિજ ડબ્સરૂપ ને જે જાની ને, કર્મો ને દેવૂ વાડતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર નો જન્મ

માતા ની ભક્તિ થી ગર્ભ મા, જે મેરુ સમ નિશ્ચલ થતા,

થયૂં દુઃખ જાણી માતને, નિજ અઁગને હલાવતા,

જે ચૈત્ર સૂદ તેરસને જન્મી, વિશ્વને હરખાવતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીરનુ બાડ઼કત્વ

જે જન્મતા અનુષ્ઠ થી, મેરુગિરિ ને ધ્રુજાવતા,

વડી દેવની પરીક્ષા મા, “મહાવીર" નામ ધરાવતા,

ત્રણ જ્ઞાન ના સાગર સમા, જે પાઠશાલામા પધારતા

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર નો ગ્રહવાસ

નિષ્કામ થઈ ભોગાવલી ના કર્મ ને ખપાવતા ,

માતાના અતિ આગ્રહ થકી, વિવાહ મહોત્સવ માંડતા,

જે શ્રમણ સમ બની બે વરસ, ગ્રહવાસ મા રહી ગાડ઼તા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ની દીક્ષા

લોકાંતિયાસુર વચનથી, વાર્ષિક દાનને આપતા,

ભવિજીવોના જે ભવ તણા, દરિદ્ર દુઃખ ને કાપતા,

જે સિંહ સમ નિર્ભય બની, એકાકી દીક્ષા પાड़તા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર નો વિહાર કાલ

કરુણા હૃદય થી અર્ધવસ્ત્ર નુ, દાન વિપ્રને આપતા,

નિડર બની સિરેન્દ્રની , સેવા ને જે ન સ્વીકારતા,

નિર્પેક્ષતાથી ઘોર અભીગૃહ , નિત્ય વિવિધ જે ધારતા

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ની સાધના

ભારણ્ડ પંખી સારિખી , ધારે સદા અપ્રમત્તતા ,

જે ભીષ્મ તપ દાવનલેં , મહા કર્મવન ને બાડ઼તા,

જે સ્તમ્ભ ની પરે સ્થિર રહી , સહે કર્ને સૂડ ની વેદના

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીરને ઉપસર્ગો

કર્મોની કરવા નિર્જરા, અનાર્ય દેશે પધારતા ,

ઉપસર્ગો નઈ વણઝારમા, જે સમતા રસમા ઝિલતા,

મરણાન્ત પણ કષ્ટો સહી, અદ્ભુત સમાધિ ધારતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીરની સમતા

છઃ માસ પીડા ભોગવી, પણ રોષ ના મનમા ધરે,

સંગમ જૈવા ઘોર પાપી ને, દાન અશ્રુનુ ધરે,

અડદતના બાંકુડા લઈ, ઉગારતા વડી ચાંદના,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીર ની કૃપાડુતા

રે ઘાતકી અર્જુન તરયો, પ્રભુ તુઝ ચરણ ને સેવતા,

જે ડંખ દેતા ચનકૌશિક, ને બનાવ્યોં દેવતા,

રાગાદિ શત્રુમા ક્રૂરતા, સવી જીવ પ્રત્યે કૃપાડુતા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

પ્રભુ વીરને કેવલજ્ઞાન

તડકો તપે અતિ આકારોં, વૈશેખસુદી દશમી દિને ,

ઋજુવાલિકા ની રેત મા, ગોદોહિકા આશને,

પ્રગટે સૂરજ કેવલ્ય નો, ભાવો પ્રકાશે વિશ્વ ના

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

નિષ્ફલ જાણી નિજ દેશના, પાવાપુરી એ પધારતા,

જે માં ગજ ચઢી આવે તે, ગૌતમ ને કીધા ગણધરા,

વૈશાખ સુદી અગિયારસે, કરે ધર્મ તીર્થ ની સ્થાપના,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

અંતિમ સમે સોડ પ્રહર ની અવિરત આપે દેશના ,

કહ્યા ભાવિભાવ આ ભરત ના, ફડ઼ પૂણ્ય પાપ તણા ઘણા

ન રાગ ગૌતમ મ કરે, ન દ્વેષ ગોશાલા મા,

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

ભસ્મક ગૃહને નિવારવા, કહે ઇંદ્ર આયુ વધવા,

નવી સંભવે ત્રણ મા, કહી વીર મોક્ષે સિધાવતા,

પ્રગટિ દીવાલી અમાસ ની, આ ભાવ દિપક બુજતા

કરુણાસાગર પ્રભુ વીર ના ચરણોં મા હો મુઝ વંદના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top