શુક્રવાર, 19 નવેમ્બર, 2021

તિલક કરતી વખતે તથા મુખકોશ બાંધતી વખતે પરમાત્માની દૃષ્ટિ કેમ ના પડવી જોઈએ ?

તિલક કરતી વખતે તથા મુખકોશ બાંધતી વખતે પરમાત્માની દૃષ્ટિ કેમ ના પડવી જોઈએ ?


તિલક કરતી વખતે એવો ભાવ લાવવાનો છે કે હું પ્રભુની આજ્ઞા માથે ચડાવું છું તથા મુખકોશ એ તો પ્રભુની પૂજા માટે જ બંધાય છે, એમાં પરમાત્માની દૃષ્ટિ પડે તો શું વાંધો ? તેમ છતાં જિનાલયમાં તિલક કરતાં પ્રભુની દૃષ્ટિ ન પડે એવો જે ક્વચિત્ વ્યવહાર છે, તેનું કારણ આ પ્રમાણે સંભવે છે.

શ્રાવકના બહુમાન સમયે જે તિલક કરાય ત્યારે નાણ વગેરેમાં ભગવાન હોય તો ભગવાન સામે હું મારું બહુમાન શી રીતે કરાવું? – એવી ભાવનાથી પડદો કરાવાતો હોય છે, એ વ્યવહાર પ્રભુની પૂજામાં પણ આવી ગયો હોય, એવું લાગે છે. વળી, તિલક કરવામાં અનિવાર્યપણે દર્પણમાં મુખ જોવાનું થાય છે ત્યારે દર્પણમાં જોઈને કોઈ માથાના વાળ સરખા કરવા વગેરે જેવું કંઈક કરે તો એ પણ યોગ્ય ન ગણાય. એ કારણે પણ પ્રભુજીની સામે તિલક કરવાનો વ્યવહાર ન હોય.

પ્રભુ સમક્ષ મુખકોશ તો બધા બાંધતા જ હોય છે. એ કેમ ન બંધાય એનું કંઈ કારણ અમને જણાતું નથી. છતાં કોઈ તેવું માનતું હોય તો જેમ રાજાની સેવામાં પૂર્ણ તૈયારી સાથે જ સેવક જાય એમ પ્રભુની સેવામાં ભક્ત પણ પૂર્ણ તૈયાર થઈને જ જાય કે એવું કંઈક આમાં સંભવે.


✍️मुनि सौम्‍यरत्न विजयजी

 Shilp Vidhi

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top