શુક્રવાર, 19 નવેમ્બર, 2021

Paraniya Ne Kaj Padharo Stavan પારણિયાને કાજ પધારો

પારણિયાને કાજ પધારો… ઓ દેવાધિદેવા…

પારણિયાને કાજ પધારો… ઓ દેવાધિદેવા…

વિનવે ઝૂરે ઝંખે લોકો… પ્રભુ! સ્વીકારો સેવા…

પારણિયાને…


દિવસે ઝંખે રાતે ઝૂરે તન-મન-ધન ને દેતા,

ઋષભ પ્રભુ લેતા નથી કાંઈ એકબીજાને કે’તા,

નથી સમજાતા રાજા અમારા.. ભાગ્ય રૂઠ્યા છે એવા

ઓ દેવાધિદેવા… પારણિયાને…


પ્રભુ તમોને શું દઈએ એમ રૂંવે રૂંવે થી ગાતા,

આંગણ સુધી આવી સ્વામી! કોરા કોરા જાતા,

બારમાસનાં તપસી તમે પણ.. હાલ અમારા કેવા?

ઓ દેવાધિદેવા… પારણિયાને…


વૈશાખી ત્રીજે પ્રભુ શ્રેયાંસ કુમારે દીઠાં

ઇક્ષુરસનાં ઘડા ભરેલા વ્હાલમ જેવાં મીઠાં

ઋષભ પ્રભુએ હાથ લંબાવ્યા શેરડી રસને લેવા

ઓ દેવાધિદેવા… પારણિયાને…


વસુધારા વરસાવે દેવો વાદળ જાણે વરસ્યા

રોગ-શોક તો દૂર થયા જિમ સ્વયં પ્રભુજી સ્પર્શ્યા

‘ઉદય’ થયો આ પૃથ્વીલોકમાં જયજયકારા એવા

ઓ દેવાધિદેવા… પારણિયાને…

રચયિતા: પૂ. ગણીવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top