રવિવાર, 17 એપ્રિલ, 2022

Aayambil

*💠આયંબિલ વિશે થોડીક વાતો💠* *(Forwarded)*
*1) શુદ્ધ આયંબિલ એટલે માત્ર ભાતનું આયંબિલ, (જેમાં ભાત કરતાં પાણીનું પ્રમાણ ૩ ગણું વધારે હોય) તેવા ભાતથી થાય છે.* 
*આવા 2500 થી વધારે એકાંતરે શુદ્ધ આયંબિલ કરનારા સાધુ ભગવંત અત્યારે પણ છે.*

*2) ગુરુની આજ્ઞાથી, તીર્થ રક્ષા માટે આજીવન આયંબિલ કરવાના નિયમવાળા આચાર્ય ભગવંત અત્યારે આપણી વચ્ચે છે અને તેમના સળંગ 11,000 થી વધારે આયંબિલ થયા છે અને આગળ ચાલુ જ રહેશે.*

*3) વર્ધમાન તપની 300 થી વધારે ઓળી કરનારા સાધુ અને સાધ્વીજી ભગવંત અત્યારે હયાત છે.*
*(1 આયંબિલ, 1ઉપવાસ. 2 આયંબિલ, 1 ઉપવાસ....... 10 આયંબિલ, 1ઉપવાસ. એવી રીતે 100 આયંબિલ, 1 ઉપવાસ)*
*શાંતિથી ગણિત કરજો. લગભગ 42 વર્ષથી વધારે સમય થશે.*

*4) માત્ર 20 વર્ષની ઉંમરે વર્ધમાન તપની ઓળી શરૂ કરીને સળંગ 100 ઓળી પૂર્ણ કરનારા શ્રાવકો પણ અત્યારે આપણી વચ્ચે છે.*

*5) 500 આયંબિલ કરવાના હોય, 450 થી વધારે આયંબિલ થઇ ગયા હતા અને ગુરુએ કીધું કે તમારે બહુ આયંબિલ થઇ ગયા છે, હવે પારણું કરો. ગુરુ આજ્ઞા તહત્તિ કહીને પારણું કરનારા સાધુ પણ આપણી વચ્ચે જ છે. ( ગુરુને ખબર નહતી કે શિષ્યને 500 આયંબિલ ચાલે છે. )*

*6) સળંગ 500 આયંબિલ કરનાર કેટલાય સાધુ, સાધ્વીજી ભગવંત આપણી આસપાસના કોઇ ઉપાશ્રયમાં બિરાજમાન હશે જેની આપણને ખબર પણ નહીં હોય.* 

*7) માત્ર 2 કે 3 દ્રવ્યથી આયંબિલ કરનારા કેટલાય સાધુ, સાધ્વીજી ભગવંત આપણી આસપાસ વિચરી રહ્યા છે.*

*8) કૃષ્ણ મહારાજાના સમયમાં દ્વારિકા નગરી ઉપર દેવ કોપાયમાન થયા હતા અને નગરજનોએ 12 વર્ષ સુધી સળંગ આયંબિલ કર્યા હતા. તપના પ્રભાવથી દેવ 12 વર્ષ સુધી કશું ના કરી શક્યો.*

*🟦 આવા અનેક દાખલા છે, માત્ર થોડાક જ આપ્યા છે. તે વાંચીને કોઈને આયંબિલ કરવાના ભાવ થાય તો ખૂબ આનંદ થશે.*

*🟣 જેમને ચા પીવા ના મળે તો માથું ચડી જાય છે, તેમણે આયંબિલ કરવું હોય તો,આયંબિલમાં, સૂંઠવાળી ઘઉંની રાબ પીવાથી સરસ આયંબિલ થશે.*

*🟨 આયંબિલ કરવાના શરૂ કરવા હોય અને લાંબા સમય સુધી કરવા હોય તો કોઈપણ દાળ અને રોટલી જ શરૂઆતમાં વાપરવા, પછી જગ્યા હોય તો જ બીજું કાંઈ વાપરવું. ( અનેક સાધુ, સાધ્વી અને શ્રાવક, શ્રાવિકાઓનો અનુભવ છે. )*🙏🏼

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top