*શ્રી શત્રુંજય ભક્તિ.....*
હે સોરઠદેશ મા સંચર્યો
ને ન ચઢ્યો ગઢ ગિરનાર
હે ઓલી શેત્રુંજી નદીયે નાયો નહી
અરે એનો એળે ગયો અવતાર
હે એકેકું ડગલું🦵🏻 ભરે
શેત્રુંજા સમો જેહ રે
હે ઋષભ કહે ભવ ક્રોડના
કર્મ ખપાવે તેહ
*હે પ્રભુજી જાઊં પાલીતાણા શહેર*
કે મન હરખે ઘણું રે લોલ ...2
હે પ્રભુજી સંઘ ઘણેરા આવે ...2
કે યે ગિરી ⛰️ભેટવા રે લોલ
હે પ્રભુજી આવ્યો પાલીતાણા શહેર
તલેટી શોભતી રે લોલ
હે પ્રભુજી ગિરિવર ચઢંતા
કે મન હરખે ઘણું રે લોલ ...2
હે પ્રભુજી આવ્યો હિંગલાજ નો હડો ...2
ક કેડે હાથ દઈ ચઢો રે લોલ
*હે પ્રભુજી જાઊં પાલીતાણા શહેર*
*કે મન હરખે ઘણું રે લોલ*
કે પ્રભુજી આવી રામજ પોળ
કે સામી મોતી વસહી રે લોલ ...2
મોતી વસહી દીઠે જાકઝમાળ ...2
કે જોવાની જુગતિ ભલી રે લોલ
*હે પ્રભુજી જાઊં પાલીતાણા શહેર*
*કે મન હરખે ઘણું રે લોલ*
હે પ્રભુજી આવી વાઘણ પોળ
કે ડાબા ચક્કેશ્વરી👸🏻 રે લોલ ...2
ચક્કેશ્વરી જિનશાસન રખવાળ ...2
કે સંઘની સહાય કરે રે લોલ
*હે પ્રભુજી જાઊં પાલીતાણા શહેર*
*કે મન હરખે ઘણું રે લોલ*
કે પ્રભુજી આવી હાથણ🐘 પોળ
કે સામા જગધણી રે લોલ ...2
કે પ્રભુજી આવ્યા મૂલ ગભારે ...2
કે આદીશ્વર ભેટીયા રે લોલ
*હે પ્રભુજી જાઊં પાલીતાણા શહેર*
*કે મન હરખે ઘણું રે લોલ*
હે આદીશ્વર ભેટે ભવદુ:ખ જાયે
કે શિવસુખ પામીયે રે લોલ
હા હોરી પ્રભુજી નું મુખડું 🌝પૂનમચંદ
કે પ્રભુજી નું મુખડું પૂનમચંદ
કે મોયો સૂરપતિ 🤴🏼રે લોલ
ઓ પ્રભુજી તુમ થકી નહી રહુઁ દૂર
કે ગિરિ વંદે વસ્યા રે લોલ
*કે ઐવી વીરવિજય ની વાણી ...2*
*કે શિવસુખ આપજો રે લોલ*
હે પ્રભુજી જાઊં પાલીતણા શહેર
કે મન હરખે ઘણું રે લોલ
હે ભલે પધાર્યા અમારે આંગણે
નરનારી સહુ નમન કરે
ધન્ય - ધન્ય સોરઠ ના રાજા
દર્શન કરતા દુ:ખડા ટળે
હે વાલા દર્શન કરતા દુ:ખડા ટળે
હે શત્રુંજય સમરૂં સદા ને
સોરઠદેશ મોઝાર
મનુષ્ય જન્મ પામી કરી રે
*વંદું વાર હજાર*
*હોજી રે વાલા વંદુ વાર હજાર*
*✍🏻 રચના - પૂજ્ય શ્રી વીરવિજય જી મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો