રવિવાર, 17 એપ્રિલ, 2022

Prerak Prasang

*'અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી..*
*તું માને છે તું જ્ઞાની છો..*
*પણ..*
*ભીતરમાં દેખ તો ભિખારી..*

*અધુરો ઘડો છલકાય ઘણો...એ કહેવત પણ મને તો સાવ ખોટી જ લાગે છે કારણ કે એ છલકાતો ઘડો ભલે અધૂરો છે પણ એમાં થોડુંય પાણી છે તો ખરૂં ને ? જ્યારે મારામાં તો પાણી જેવું કંઈ જ નથી..નથી પુણ્ય કે નથી ગુણો...ફક્ત છે દોષોનો ઉકરડો જે હરપલ દુર્ગંધ જ ફેલાવ્યા કરે છે...છતાં પણ મારી જાતને હું આનાથી છુપાવું છું...સતત હું સાવચેત રહું છું કે મારા આ દોષ કોઈ જોઈ ન જાય અને એના માટે તો કંઈ પણ કરવા તૈયાર હું..*

*જગતને ભલે આપણી પ્રવૃતિ ખરાબ પ્રવૃતિ લાગતી હોય પણ હકીકતમાં આ ખરાબ પ્રવૃતિને જન્મ આપનાર મન ના વિકલ્પો વધારે ખરાબ છે..*

*શરદી થઈ..છાતીમાં ખૂબ જ કફ ભરાઈ ગયો છે..પણ આપણે વિચારીએ તો એ કફ જામવાનું કારણ વધારે પડતી મિઠાઈનું સેવન હતું..મતલબ કે કફ ને જન્મ આપવાનું કામ તો મિઠાઈએ જ કર્યું છતાં આપણ ને તો કફ જ દેખાય છે મેઈન વધારે પડતી મીઠાઈ ખાધી તે નથી દેખાતી..*

*અહીં આપણને કફ નજરે પડે છે પણ એ કફને જન્મ આપનાર મિઠાઈ નથી દેખાતી...આ ઉદાહરણ થી કહેવાનો તાત્પર્ય એ જ કે જેમ ખરાબ પ્રવૃતિ બધાને દેખાય છે પણ એને જન્મ આપનાર મનના વિકલ્પો-વિચારો તો વધુ ભયંકર છે પણ એ કોઈને નથી દેખાતા..*

*આ મન ના વિકલ્પો એ કોઈ પણ ખરાબ પ્રવૃતિ માટેના બીજરૂપ છે..બીજ વિના જેમ વૃક્ષ નથી તેમ મનના વિકલ્પો વગર કોઈ પણ પ્રવૃતિ થતી નથી..આનો અર્થ એક જ કે મનમાં આવેલ વિક્લ્પોનો સહારો લઈને આપણા જીવનમાં આવી અનેક ગલત પ્રવૃતિઓ વધતી જાય છે..*

*આપણા જીવનમાં થઈ રહેલા પાપો..કે કોઈ અનિષ્ટ કૃત્યો વગેરે નું ઉદગમસ્થાન આપણું મન છે..અને આ મન જગતની નજરે ક્યારેય ચડતું નથી..અને આપણું તો એવું છે કે જે વસ્તુ પર કોઈનીય નજર પડતી નથી એને સાફ રાખવાનું ક્યારેય વિચારતા જ નથી...દરેક ના ઘરમાં એક રૂમ એવો હોય છે જ્યાં આપણે બધો વધારાનો સામાન કચરાની જેમ ભરતા હોઈએ છીએ પણ બીજા બધા રૂમ ચોખ્ખા રાખતા હોઈએ છીએ..મતલબ કે એ રૂમ કોઈની નજરે નથી ચડતો તો એને ચોખ્ખો નથી રાખતા આપણે રાઈટ ?*

*આનો અર્થ આ જ કે સહુની નજરે ચડતી પ્રવૃતિ સારી રાખવાનું જેટલું મન થાય છે એટલું કોઈની નજરે ન ચડતા મન ના વિકલ્પોને સારા રાખવાનું મન થતું નથી..*

*મનના વિકલ્પો સિવાય કોઈ પ્રવૃતિ થતી નથી..શરીરને હજી સ્વસ્થ રહેવામાં રસ છે પણ મન ને તો બસ દુ:ખી કરવામાં અને દુ:ખી રહેવામાં જ રસ છે..મનમાં જે પણ સંઘરાયું હોય એને એકવાર તપાસીએ તો ત્યાં લગભગ કચરો જ સંઘરાયેલો જોવા મળશે...મન ને સુખી રહેવું છે તો કચરાનો સંગ્રહ શા માટે ??*

*તો ચાલો...મન ને પહેલા ઠેકાણે પાડી દઈએ...પછી જીત આપણા હાથમાં જ છે..*

🌹 *સોનુ ભીમાણી* 🌹
➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top