*પંજાબી જૈન ધર્મશાળા*
*પાલિતાણા*
*અતીતના ઝરોખામાંથી*
*ભારત પાકિસ્તાનના વિભાજન પહેલાં જ્યારે પંજાબી ગુરુભક્ત શાશ્વત ગિરિરાજ પરમ પાવન શ્રી શત્રુંજય મહાતીર્થની પુણ્ય ધર્મધરા પર યાત્રાએ આવતા હતા. ત્યારે એમને પંજાબી વાતાવરણના કારણે પ્રાયઃ પ્રવાસની ગંભીર સમસ્યાઓથી ઝુઝવું પડતું હતું. ઈ. સ. 1947 માં પંજાબ કેસરી કલિકાલ કલ્પતરું યુગવીર જૈનાચાર્ય શ્રીમદ્દ વિજય વલ્લભસૂરિજી મહારાજ સાહેબને એમના પંજાબી ગુરુ ભક્તોને પાલિતાણામાં એક પંજાબી જૈન ધર્મશાળાના નિર્માણ કરવાની પ્રેરણા આપી. જેના ફળ સ્વરૂપ લાલા દીવાનચંદ જગન્નાથજી જૈન , લાલા કપૂરચંદ માણિકચંદજી જૈન , રાય સાહિબ લાલા પ્યારે લાલા ગણેશદાસજી જૈન , લાલા ખૈરાયતીલાલ નરપતરાયજી જૈન , લાલા વિલાયતીલાલ રલિયારામજી જૈન એ પૂજ્ય ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરીને પાલિતાણા રાજધરાના પાસેથી 3694 વર્ગ ગજ ભૂમિ મુખ્ય તળેટી રોડ પાલિતાણા પર "ગુજરાંવાલા શ્રી આત્માનંદ જૈન પંજાબી યાત્રી ભવન કમેટી પાલિતાણા " ના નામથી હસ્તગત કરીને એમાં ગૃહ જિન મંદિર યુક્ત પંજાબી જૈન ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. જેની પાવન પ્રતિષ્ઠા પૂજ્ય ગુરુ વલ્લભસૂરિજી મહારાજ સાહેબના હાથે માર્ચ 1951 માં સંપન્ન થઈ હતી. કળાંતરમાં આ ટ્રષ્ટને બોમ્બે ટ્રષ્ટ અધિનિયમ 1950 ના અંતર્ગત " શ્રી આત્માનંદ જૈન પંજાબી યાત્રિક ભુવન ( ટ્રષ્ટ ) પાલિતાણા " ના નામથી સાર્વજનિક પબ્લિક ટ્રષ્ટના રૂપમાં રજિસ્ટર કરવામાં આવ્યું હતું.*
*દેશના વિભાજનના સમયે શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ , ગુજરાંવાલામાં આવેલ જિનાલયના મૂળનાયક ભગવાન શ્રી વાસુપુજ્ય સ્વામી અને બીજા ભગવાન શ્રી પદ્મપ્રભ સ્વામી અને શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાઓ જે ચતુર્વિધ સંઘ પંજાબ કેસરી ગુરુદેવની સાથે ગુજરાંવાલા થી અમૃતસર આવતા પોતાની સાથે લઈને આવ્યા હતા. ગુરુદેવની પ્રેરણાથી પંજાબી જૈન ધર્મશાળામાં ગૃહ જિનાલયમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.*
*ધર્મશાળા નિર્માણના લગભગ સાત દશકની અવધિમાં સમય સમય પર કરવામાં આવેલ જીણોદ્ધારોમાં ધર્મશાળામાં આવશ્યકતા અનુસાર સર્વસુવિધા યુક્ત રૂમો અને હોલ બનાવામાં આવ્યા. પરંતુ ધર્મશાળામાં ભોજનશાળા નહતી. તેથી પંજાબ દેશોદ્ધારક જંગમ યુગપ્રધાન ન્યાયામ્ભોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્દ આત્મ વલ્લભ સમુદ્ર ઈન્દ્રદિન્નસૂરિજી મહારાજની યશસ્વી પાટ પરંપરાના ક્રમિક પટ્ટધર વર્ધમાન ગચ્છાધિપતિ સૂરિમંત્ર આરાધક વિકાસવિશાદર શાસન દિવાકર કલ્યાણક તીર્થોદ્ધારક શાંતિદૂત આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય નિત્યાનંદસૂરિજી મ.સા. એ ધર્મશાળામાં ભોજનશાળાના નિર્માણ માટે ધર્મશાળાના સંસ્થાપક ન્યાસી અને પહેલા અધ્યક્ષ લાલા જગન્નાથ દીવાનચંદ જૈન પરિવાર , ફરીદાબાદ નિવાસીને પ્રેરિત કરીને ભોજનશાળાનું નિર્માણ કરાવીને દીક્ષા પ્રદાતા શાંતતપોમૂર્તિ જિનશાસન રત્ન રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય સમુદ્રસૂરિજી મ.સા. ની 125 મી જન્મ જયંતી વર્ષમાં ' ગુરુ સમુદ્ર ભોજનશાળા ' નું તારીખ 13/02/2016 ના દિવસે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આદર્શ જીવનથી પૂજ્ય પંજાબ કેસરી ગુરુદેવ દ્વારા પંજાબી જૈન ધર્મશાળાના નિર્માણના સમયે આપેલ મંતવ્ય સમજાવતા પૂજ્ય શાંતિદૂત ગુરુદેવને પોતાના વ્યાખ્યાનમાં ધર્મશાળામાં પ્રવાસ કરી રહેલા યાત્રિકો માટે ભોજનશાળા પૂર્ણરૂપથી નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરવાની પ્રેરણા આપીને બધા ગુરુભક્તોએ ન્યાસી મંડળ દ્વારા નક્કી કરેલ 11111 રૂપિયા દરરોજના લાભ લઈને ગુરુ વલ્લભના સાધર્મિક ભક્તિના સ્વપ્નને સાકાર કરીને પ્રેરણા આપી. લગભગ ત્રણ વર્ષ પછી પૂજ્ય ગુરુદેવની પ્રેરણા થી સમાજ રત્ન લાલા લાભચંદ લાલદેવીજી જૈનના સુપુત્ર સુશ્રાવક શ્રી શાંતિલાલજી જૈનએ ભોજનશાળામાં નિઃશુલ્ક સંચાલન માટે જીવન પર્યંત મુખ્ય સહયોગી બનવાનું પુણ્ય લાભ લીધો.*
*આ શુભ અવસર ઉપર પૂજ્ય ગુરુદેવએ ધર્મશાળામાં આવેલ શ્રી વાસુપુજ્ય સ્વામી જૈન દેરાસરનું નવનિર્માણ કરીને શિખરબદ્ધ જિનાલય નિર્માણની પ્રેરણા કરી. સુશ્રાવક શ્રી શાંતિલાલજી જૈન પરિવાર , ફરીદાબાદ નિવાસીએ તરત જ પરિસરમાં ગગનચુંબી શિખરબદ્ધ જિનાલયના નિર્માણનો સંપૂર્ણ લાભ લેવાની ભાવના વ્યક્ત કરી. ફળ સ્વરૂપ પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવે લાભાર્થી પરિવારથી ધર્મશાળા નિર્માણના પ્રેરણા સ્તોત્ર પૂજ્ય પંજાબ કેસરી ગુરુદેવની જન્મ શતાબ્દી ( 150 માં ) વર્ષ અંતર્ગત દેરાસર નિર્માણ સંપન્ન કરવા માટે તારીખ 7 અને 8 ફેબ્રુઆરી 2020 એ ભૂમિ પૂજન , ખનન અને શિલાન્યાસ કરાવીને દેરાસર નિર્માણનું કાર્ય સંપન્ન કરાવ્યું. જેના ફળ સ્વરૂપ દેરાસર નિર્માણ તથા પ્રભુ પ્રતિમાઓનો મંગળ પ્રવેશ 1/12/2021 ના શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યો હતો.*
*જિનાલય નિર્માણની સાથે પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવએ ન્યાસી મંડળ અને એમના અધ્યક્ષ શ્રાવક રત્ન શ્રી રાજકુમારજી જૈન ઓસવાલે સંપૂર્ણ ધર્મશાળાનો જીણોદ્ધાર કરવાની પ્રેરણા આપી. જેના ફળ સ્વરૂપ આ અવધિમાં ન્યાસી મંડળ દ્વારા સકલ શ્રીસંઘના સહયોગથી જીણોદ્ધાર કરાવીને સંપૂર્ણ ધર્મશાળાને સર્વસુવિધાયુક્ત કરવામાં આવ્યું છે. જીણોદ્ધારિત ધર્મશાળાનું લોકાર્પણ 19/01/2022 ના દિવસે સમાજ રત્ન લાલા લાભચંદ લાલદેવી રાજકુમાર રાજરાણી જૈન ઓસવાલ પરિવાર ફરીદાબાદ તથા તેની સાથે નવનિર્મિત શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2078 મહા વદ 2 ગુરુવારના દિવસે ( 20/01/2022 ) મહોત્સવમાં સમાજ રત્ન લાલા લાભચંદ શાંતિલાલ મધુરાની માણિક વૈશાલી જૈન પરિવાર , ગુરુગ્રામ દ્વારા પૂજ્ય શાંતિદૂત ગુરુદેવની પાવન નિશ્રામાં મંગલ મુહૂર્તમાં અત્યંત હર્ષોલ્લાસ અને વિધિ વિધાનપૂર્વક સંપન્ન થયા.*
*સરનામું*
*શ્રી આત્માનંદ જૈન પંજાબી યાત્રી ભવન ટ્રષ્ટ*
*આત્મ વલ્લભ નિવાસ*
*પંજાબી જૈન ધર્મશાળા*
*તળેટી રોડ*
*પાલિતાણા 364270*
*ગુજરાત*
*ફોન નમ્બર*
*મેનેજર -શ્રી જિગનેશભાઈ*
*+91 9879158806*
*+91 7990385742*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો