સોમવાર, 4 એપ્રિલ, 2022

shantinath Bhagavan, Mandvgadha

*🌷 શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ (તીર્થ-૨૭)*
➖➖➖➖➖➖➖➖➖        
              *🛕શ્રી માંડવગઢ તીર્થ..*
     *ઇન્દોર રેલવે સ્ટેશનથી ૮૮ કિ.મી. દૂર અને ધાર ગામથી ૩૩ કિ.મી. દૂર આવેલા વિંધ્યાચલ પર્વતના એક ઊંચા શિખર પર આવેલા માંડવ દુર્ગના વિશાળ કોટની અંદર આ તીર્થ આવેલું છે. એ માંડુના નામે પણ ઓળખાય છે. આ માંડુ અત્યંત પ્રસિદ્ધ પ્રાચીન સ્થળ હોવાથી અહીં પ્રાચીનકલાના અસંખ્ય અવશેષો જોવા મળે છે. મૂળનાયક તરીકે શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે*.

     *બાજુની ભમતીમાં શ્રી શાંતિનાથ પ્રભુની ૨૭ ઇંચની ધાતુની પ્રતિમા બિરાજમાન છે જે જંગલ માં ભીલો ને મળતા તેઓ સોનાની સમજી ને ગાળવા ની કોશિશ કરી પણ પ્રભુ યથાવત રહ્યા માંડવગઢ ના કોઈ મહંત ને જાણ કરી તેને જિન પ્રતિમા ની ઓળખ થતાં યતિ ખુશાલચંદ ને સોંપી અને તે ધાર ના શ્રાવકો હાથી , ઘોડા , રથ વગેરે લઈ સંઘ સાથે મૂર્તિ લઈ જાવા માટે આવ્યા પણ હાથી માંડવગઢ ની બહાર નીકળવા નુ હતું ત્યાં જ અટકી ગયો ઘણી મેહનત કરી પણ આગલ ચાલ્યો નહીં વિ .સંવત ૧૮૯૯ માં અહીં બિરાજમાન કર્યા. હાલ માં અહીં વિશાળ દેરાસરનું નિર્માણ થઇ રહ્યું છે*  

     *કહેવાય છે કે એક સમયે અહીં ૭૦૦ જિનાલય હતાં અને છ લાખથી અધિક જૈનોની વસ્તી હતી. અહીં લોકોમાં સાધર્મિ કે વાત્સલ્ય એટલું બધું હતું કે અહીં જે કોઇ જૈન નવો રહેવા આવતા તેને પ્રત્યેક જૈન ઘર દ્વારા એક સુવર્ણ મુદ્રા અને એક ઈટ આપવામાં આવતી હતી.* 

     *ઈ.સ. ૧૩મી સદીથી ૧૭મી સદી દરમિયાન માંડવગઢમાં અનેક પ્રભાવશાળી જૈન મંત્રીઓ અને શ્રાવકો થયા. મંત્રી પેથડશાહ, ઝાંઝણશાહ, પંજરાજ, મુંજરાજ, ઉપમંત્રી, મંડન, ગોપાલ, ખજાનચી સંગ્રામ સોની, દીવાન જીવન, શ્રાવક જાવડશાહ વગેરેએ પોતાની અઢળક સંપત્તિનો ઉપયોગ કરીને અનેક મંદિરો બંધાવ્યાં હતાં. ઘણા યાત્રાસંઘ કાઢયા હતા અને એ રીતે જૈન ધર્મની અસીમ પ્રતિષ્ઠા વધારી હતી*. 

     *પેથડશાહ દ્વારા શ્રી ધર્મઘોષ સુરિજીના આગમન સમયે આ નગરીને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. ઝાંઝણશાહે કાઢેલો શત્રુંજયનો યાત્રાસંઘ, મંડન ઉપમંત્રીએ રચેલા ગ્રંથો, શ્રી સંગ્રામ સોનીએ સુવર્ણાક્ષરે લખાવેલાં આગમો અને જાવડશાહની ધાર્મિકતા અને ઉદારતાનો ઇતિહાસ માંડવગઢ તીર્થમાં સંભળાય છે.* 

     *આ તીર્થ માં યાત્રિકો માટે ભોજનશાળા તેમજ ધર્મશાળાની સુંદર સગવડ છે.*
     
*તીર્થનું સરનામું* 

*શ્રી માંડવગઢ સુપાર્શ્વનાથ* *શ્વેતાંબર જૈન તીર્થ*,
*માંડુંરોડ, માંડવ, મધ્ય પ્રદેશ*   
*પિન - ૪૫૪૦૧૦*

*સંપર્ક-૯૪૦૬૬૬૯૬૯૦*
➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top