શ્રાવક એટલે !
શ્રાવક : શ્રા :શ્રદ્ધાવંત
વ :વિવેકવંત
ક : ક્રિયાવંત
શ્રાવક અર્થાત : શ્રદ્ધા પુર્વક વિવેક યુક્ત ક્રિયા ના કરનારા.
વિવેચન : પરમ પવિત્ર તીર્થંકર પરમાત્મા એ કેવળ જ્ઞાની , કેવળ દર્શની પ્રાપ્તિ થતા ચાર તીર્થ ની સ્થાપના કરી.
આ ચાર તીર્થ એટલે 1) સાધુ 2) સાધ્વી 3) શ્રાવક 4) શ્રાવિકા.
ચાર ગતિ માં જન્મ મરણ ના અનંત દુખો નું વેદન કરતા જીવો પર હેતઆણી - મહેરઆણી - કરુણાઆણી દુઃખો નો અન્ત કરવા ધર્મનો માર્ગ બતાવ્યો.
જેથી જીવ ધર્મના આચરણ દ્વારા દુઃખો દુર કરી શકે. આ ધર્મ બે પ્રકારનો કહ્યો છે.
1 અણગાર ધર્મ 2)આગાર ધર્મ
.જેમાં 1) અણગાર ધર્મ : જેને ઘર નથી અથવા જે ધર્મ પાલન માં કોઈ પણ પ્રકાર ની છુટ કે વિલંબ કે પ્રમાદ અથવા અપવાદ માર્ગ નથી. અર્થાત જે જીવ અણગાર ધર્મ સ્વીકારે છે તેને તે અણગાર ધર્મનું સંપૂર્ણ પણે નવ કોટી થી તેનું પાલન કરવાનું હોય છે .આ નવ કોટી એટલે ત્રણ જોગ અને ત્રણ કરણ ( 3 X 3 = 9 ) ( 3 જોગ = અ ) મન - બ ) વચન - ક ) અને કાયા તથા 3 કરણ અ ) કરવું -બ) કરાવવું - અને ક) કરતા ને અનુમોદન કરવું ) .
2) આગાર ધર્મ : જે જીવ ઘર માં રહી પોતાની યથા શક્તિ મુજબ ધર્મ કરે છે અથવા જે જીવ ધર્મ પાલન કરવા માં કેટલીક છુટ રાખે છે એટલે તે ધર્મ આંશિક રીતે પાલન કરે છે.
તીર્થંકર પરમાત્માની વાણી નું શ્રવણ કરતા કેટલાક ભવિ જીવો એ અણગાર ધર્મ અને કેટલાંક જીવો એ આગાર ધર્મ સ્વીકાર કર્યો . અણગાર ધર્મ નું પાલન કરનાર જીવો 1) સાધુ ( 2 )સાધ્વી કહેવાય તથા આગાર ધર્મ નું પાલન કરનાર જીવો 3) શ્રાવક 4) શ્રાવિકા.
નોંધ : અહીં મુખ્ય શ્રાવક જીવન પર પ્રકાશ પાથરવું છે જેમાં આપણો સમાવેશ થાય છે .
શ્રાવક તે કોને કહિયે ? શ્રાવક એટલે !
શ્રાવક : શ્રા :શ્રદ્ધાવંત , વ :વિવેકવંત , ક : ક્રિયાવંત
શ્રાવક અર્થાત : શ્રદ્ધા પુર્વક વિવેક યુક્ત ક્રિયા ના કરનારા.
શ્રા :શ્રદ્ધાવંત અર્થાત સમ્યક્ત્વ અર્થાત સમકિત સહિત અર્થાત દેવ ,ગુરુ અને ધર્મને સાચા ગણી તેમને જાણે
અર્થાત દેવ તે ફક્ત અરિહંત ( જેમણે ચાર ઘાતી કર્મ નો નાશ કરી કેવળ જ્ઞાન કેવળ દર્શન ની પ્રાપ્તિ કરી છે ) , ગુરુ તે ફક્ત નીગ્રંથ ( રાગ દ્વેષ રૂપ ગાંઠ ને ભેદયો છે . એટલે રાગદ્વેષ રૂપ કોઈ ગાંઠ નથી ) ધર્મ નો અર્થ એટલે અહિંસા , સંયમ અને તપ ( અહિંસા : જેમાં એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવો ની ઘાત ન થાય =સંયમ : 17 { સતર }પ્રકાર ના સંયમ જ્ઞાની ભગવંતો એ કહયા છે. = તપ : જ્ઞાની ભગવંતો એ બાર પ્રકારના તપ કહયા છે [ 6{ છ } બાહ્ય અને 6{ છ } અભ્યંતર એમ કુલ બાર પ્રકારના તપ ]
વ :વિવેકવંત : દેવ ,ગુરુ અને ધર્મને સાચા ગણી તેમને જાણે અને તે પ્રમાણે સ્વિકાર કરી સાર અસાર ને જાણી સત્ય ધર્મ સ્વીકાર કરી વિવેક બતાવે
ક : ક્રિયાવંત : દેવ ,ગુરુ અને ધર્મને સાચા ગણી તેમને જાણે અને તે પ્રમાણે સ્વિકાર કરી શ્રદ્ધા પૂર્વક જિન આજ્ઞા મુજબ જીવન નિર્વાહ કરે .
નોંધ : જયારે સંસારી જીવ ઉધમવંત બની પોતાના આત્મ વીર્ય ને ઉત્કૃષ્ઠ રીતે ફોરવે છે ત્યારે મોક્ષ માર્ગ ઉપર આગળ વધતા સંયમ જીવન નું પાલન કરવા સંસાર નો ત્યાગ કરી સાધુ અથવા સાધ્વી બને છે . આ સાધુ અથવા સાધ્વી સંસાર માંથી જ નીકળ્યાં છે. એટલે જયારે સંયમ જીવન નું પાલન કરતા તે સાધુ અથવા સાધ્વી ને તેમના સંયમ જીવન માં સહકાર આપવા સંસાર માં રહેતા આપણે { શ્રાવક અને શ્રાવિકા } તેમના સંયમ જીવન ની અનુમોદના કરતા તેમને સહાય કરીએ છીએ .
શ્રી સ્થાનાંગ સૂત્ર ના (ચોથા સ્થાનાંગ માં) જ્ઞાની ભગવંતો એ ચાર પ્રકારના શ્રાવક કહયા છે.
1) અમાપિ સમાન ( માતા પિતા સમાન )
2) ભ્રાતા ( ભાઈ ) સમાન
3) સખા ( મિત્ર ) સમાન
4) સોક્ય ( પતિ ની બીજી પત્ની ) સમાન
.
1) અમાપિ સમાન ( માતા પિતા સમાન ) : જેમ માતા પિતા પોતાના સંતાન ની સદાય પ્રગતિ થાય તે જગત માં ઉત્કૃષ્ઠ સ્થાને બિરાજે તેમ જે જીવ સંસાર નો ત્યાગ કરી સાધુ અથવા સાધ્વી બને છે ત્યારે પોતે તેમની કાળજી માતાપિતા ની જેમ રાખે છે. ઉન્માર્ગે જતા સંતાન ને માતાપિતા સન્માર્ગે વાળે છે તેમ સંયમી જીવો ને સંયમ જીવન જીવતા ક્યારેક સીથીલતા આવી જાય તો તે શ્રાવક શ્રાવિકા ઓ તેમને વિનય પૂર્વક સાચા ધર્મ તરફ વળવા બનતા પ્રયાસ કરે છે .
2) ભ્રાતા ( ભાઈ ) સમાન : એકજ માતા ના સંતાનો એક બીજા ને સદાય સહાય કરે અને તે સહાય કરી બહાર જગત માં જઈ ને એમ ના કહે કે મેં મારા ભાઈ માટે આજે આ સહાય કરી છે. તેમ એક એક શ્રાવક સાધુસાધવીજી ને સહાય કરતા બહાર સમાજ માં જઈ ને એમ ના કહે કે આજે મેં તેમના માટે આ કાર્ય સહાય કરી તેમની મોટી મદદ કરી છે. જયારે આવા ભાવ આવે ત્યારે એમ વિચારે કે આ જગત માં કેટલા જીવો એ તેના પર ઉપકાર કર્યો છે અને જીવન જીવવા માટે ડગલે ને પગલે કેટલા લોકો ની મદદ લેવી પડે છે . બસ બધો અહંકાર ઓગળી જશે .
3) સખા ( મિત્ર ) સમાન : મિત્ર એને કહેવાય જેના હાજરી માત્ર થી મિત્ર ઉપર મુશ્કેલી ના આવે અને પ્રતિક્ષણ મિત્ર ની ઉજ્વલ ભવિષ્યની ભાવના ભાવે . મિત્ર ના ગુણ જોઈ તેની પ્રસંશા કરે . મિત્ર માટે સદાય સહાય કરવા તત્પર રહે .
4) સોક્ય ( પતિ ની બીજી પત્ની ) સમાન : જેમ એક સોક્ય સદાય ( પતિ ની બીજી પત્ની ) ના અવગુણ ખોદી ખોદી ને કાઢે છે અને સતત પતિ ના કાન ભંભેરણી કરે છે અથવા જો ગુણ દેખાય તો પણ એના અવગુણ છે એમ કહી ને તેને સતત દુખ આપી તેના જીવન માં ઝેર ઘોળે છે અને તેનું જીવન નસ્ત કરી નાખે છે ત્યાર બાદ પોતાની જાત ને સુખી માને છે .તેમ એક એક શ્રાવક શ્રાવિકાઓ સતત સંયમી જીવો ના જીવન માં દુખ આપી તેમના જીવન માં ઝેર ઘોળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો