શુક્રવાર, 8 એપ્રિલ, 2022

Jain question answer

*🎋હંસ-મોર વગેરે પક્ષીઓના આકારના કળશ બનાવી શકાય ?*

શાસ્ત્રોમાં આવા કોઈ આકારના કળશો કહ્યા નથી. કળશ એટલે કુંભ, જેનો આકાર પવિત્ર ગણાયો છે. 14 સ્વપ્નમાં નવમું સ્વપ્ન તેમ જ અષ્ટમંગલમાં પણ છઠ્ઠા મંગલ સ્વરૃપે કળશની ગણનાછે. કળશની માંગલિકતા અન્ય ધર્મોમાં તેમ જ સંસ્કૃતિઓમાં સર્વસ્વીકૃત અને સર્વમાન્ય છે.
  જન્મકલ્યાણક ઉત્સવે દેવતાઓ મેરૃપર્વત ઉપર આઠ જાતિના એક-એક હજાર કળશ બનાવે છે. એમાં કળશના નિર્માણ દ્રવ્યમાં ફેરફાર હોય છે. જેમ કે, સોનાના બનેલા કળશ, ચાંદીના બનેલા કળશ વગેરે પરંતુ, મોરના આકાર કે હંસના આકાર વગેરે પક્ષીઓના કે અન્ય વિચિત્ર આકારના કળશો કરતા નથી.
  મોરના કે હંસના આકારના કળશોમાં જાણે કે તે પક્ષીઓ તેમની ચાંચમાંથી કે મુખમાંથી કોગળા કરતા હોય એ રીતે અભિષેક થતો હોય, એવું જોવામાં ઘણું અજૂગતું લાગે છે.
  સામાન્યથી પરિવર્તન એ માનવસ્વભાવ છે. વર્તમાનમાં રૃઢિથી જે ચાલતું હોય, તે કરતાં કંઈક નવું કરવું, જોવામાં એકવાર સારું લાગે એવું કરવું એમ થયા કરે છે અને તે જ કારણે ઉપકરણ ભંડારો ધમધમતા રહે છે. પરંતુ એ પરિવર્તન શાસ્ત્રોક્ત કે શાસ્ત્રસાપેક્ષ પણ હોવું જરૃરી છે.
  સ્નાત્રમાં 'વૃષભ રૃપ કરી ર્શંૃગ જળે ભરી ન્હવણ કરે પ્રભુ અંગે' એવી પંક્તિઓ આવે છે. એમાં સૌધર્મેન્દ્ર પોતાની લઘુતા પ્રદર્શિત કરવા સ્વરૃપે પોતે પ્રભુ આગળ વૃષભ સમાન છે, એવો ભાવ વ્યક્ત કરવા વૃષભનું રૃપ કરી અભિષેક કરે છે. તે શાસ્ત્રાનુસારી વર્ણનને આધારે વૃષભકળશ બનાવવાની આપણે ત્યાં પરંપરા છે, પરંતુ તે શાસ્ત્રવર્ણનને આધારે છે, મન-ઘડંત નહિ. પરંતુ, આ માટે પણ સ્નાત્રમાં વૃષભનો જ કળશ હોવો જોઈએ, એવું પણ જરૃરી નથી. તેથી તેનો આધાર લઈને મોર કે હંસ વગેરે વિભિન્ન અને ક્યારેક વિચિત્ર આકારના કળશથી અભિષેક કરવાના તુક્કા લગાવવા જોઈએ નહિ.
  જેમ સૌધર્મેન્દ્ર બળદ થઈને અભિષેક કરે તેમ હું મોર બની કે હંસ બની અભિષેક કરું, એવો બધો વિચાર કરવો નહિ. તેથી અન્યાન્ય અને ક્યારેક અયોગ્ય આકારના કળશના અભિષેકની પણ અનર્થની પરંપરા ઊભી થવાનો સંભવ છે. વૃષભ કળશનો અભિષેક ઘટના-પ્રસંગ આધારિત છે. મૂળ તો કુંભ જેવા પવિત્ર આકારના કળશથી જ અભિષેક કરવાના હોય છે.
  ત્રણ લોકના નાથની ભક્તિમાં, પ્રભુના સ્થાન-માન-વૈભવને પ્રાયોગ્ય જે ઉચિત અને શાસ્ત્રાનુસારી તથા શાસ્ત્રસાપેક્ષ હોય તે કરવું જોઈએ.

​✍️मुनि सौम्‍यरत्न विजयजी
 *Shilp Vidhi*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top