*બહુ કાલ ભવ અટવી વિષે, ભમતાં અહીં આવી ચડ્યો, નરભવ મળ્યો ને નાથ તું પણ પુષ્ય યોગે સાંપડ્યો;*
*ભાગ્ય મળ્યું એકાન્ત હિતકર, સ્વામી શાસન તાહરું,*
*તે નાથ દૂર ના થજો, હું પ્રાર્થના એક જ કરું...૧*
*હું કદી ભૂલી જાઉં તો, તું મને સંભારજે,*
*હું કદી ડૂબી રહું તો, તું મને ઉગારજે;*
*હું વસ્યો છું રાગમાં, ને તું વસ્યો વૈરાગમાં,*
*રાગમાં ડૂબી રહું તો, રાહ પર લઈ આવજે ... २*
*હે નાથ મારી જીવન રૂ પી, નાવડી ભવસાગરે,*
*અટકાઈ રહી છે વિષયના, નશ્વર સુખોની ગાગરે;*
*સુખ બિંદુઓ ક્ષણવારમાં, લઈ જાય છે દુઃખ સાગરે,*
*હે આત્મ ત્યાગી મોહનિંદ, ને કાંઈક હવે તું જાગ રે...૩*
*છોડીશ નહિ તારો છેડલો, જુગ જુગ જૂની આ વાત છે, જન્મોજનમની પ્રીતનો, ધડકન ભર્યો રણકાર છે ;*
*ભૂલો હશે ભૂલી જાઓ, તેમાં તમારી વડાઈ છે,*
*મારા છો માની જાઓ, આ તો મહોબતમાં તકરાર છે....૪*
*જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં, મુજ નાથ સમ કો છે નહિ;*
*જેના સહારે ક્રોડ તરિયા, મુકિત મુજ નિશ્ચય સહી,*
*એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ...५*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો