*પ્રશ્ન : કોઇ પ્રાચીન પ્રતિમા હોય તો ઘરમાં રાખી શકાય ❓*
*(સારિકા શાહ, અમદાવાદ)*
*જવાબ :* *હા, પૂજનીય પ્રાચીન પ્રતિમા રાખી શકાય. મૂલશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથાનુસાર તો જો પ્રાચીન પૂર્વાચાર્યપ્રતિષ્ઠિત પ્રતિમા ઘરે પૂજનીય સ્વરૃપે રાખવા મળતી હોય તો સૌપ્રથમ એવી પ્રતિમા જ ઘરે સ્થાપવી કહી છે. તેમાં આઠ ગણું પુણ્યફળ કહ્યું છે.*
*પ્રાચીન પ્રતિમા દર્શનીય હોવાની શક્યતા ઓછી છે. જો પ્રતિમા પ્રાચીન હોવા સાથે ખંડિત હોય તો એને ઘરે રાખવા કરતાં જૈન મ્યૂઝીયમ જેવું બનાવીને તેમાં રાખવી વધુ યોગ્ય ગણી શકાય. તેમ છતાં, આ પ્રતિમા કેટલી પ્રાચીન છે, તેની શું વિશેષતા છે, પરિસ્થિતિ-સંયોગો શું છે - વગેરે અનેક બાબતોને ધ્યાનમાં લઈને આ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવાય. વળી, એન્ટિક બજારોમાં આવી નકલી પ્રાચીન પ્રતિમાઓ વેચવાનું પણ મોટા પાયે હવે ચાલુ થયું છે, એટલે આ બાબતે પણ સાવચેત રહેવું.*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 *मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો