*પ્રશ્ન : અષ્ટાપદજી તીર્થમાં મૂલનાયક ભગવાન કોણ છે ?*
*(જયંતિલાલ કોઠારી, મુંબઈ)*
*જવાબ :* *અષ્ટાપદજી તીર્થમાં ચૌમુખ જિનાલય છે, જેમાં પૂર્વ–દક્ષિણ–પશ્ચિમ અને ઉત્તર, એમ ચાર દિશામાં વર્તમાન ચોવીશીના શ્રી આદિનાથજીના અનુક્રમે બે, ચાર, આઠ અને દશ ભગવાન બિરાજમાન કરાયેલા છે.*
*અહીં 24 તીર્થંકર ભગવાન સ્વદેહ પ્રમાણ અનુસાર બિરાજમાન કર્યા છે તથા દરેકની નાસિકા એક સમાન લેવલે સ્થાપી છે. એમાં ઋષભદેવ ભગવાનની પ્રતિમા સૌથી મોટી છે તથા તેમની દૃષ્ટિ સૌથી ઊંચી છે. વળી, આ તીર્થ પણ ભરત મહારાજાએ ઋષભદેવ ભગવાનની ભક્તિથી નિર્માણ કર્યું છે, એ અપેક્ષાએ તેમને મૂલનાયક ગણી શકાય.*
*બીજી અપેક્ષાએ વિચારીએ તો, અહીં એક પણ ભગવાન મૂલનાયક સ્વરૃપે મધ્યમાં બિરાજતા નથી. આ એક પ્રકારનું 24 જિનાલય કહી શકાય, જેમાં મૂલનાયક સ્વરૃપે કોઈ ન કહેવાય. તેમ છતાં આ તીર્થે ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયું છે, એટલે અન્ય 23 તીર્થંકર કરતાં ઋષભદેવ ભગવાનનું માહાત્મ્ય આ તીર્થ સંબંધે સવિશેષ જાણવું.*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 *मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો