*રસોઈ બનાવવી પડે..*
*પણ શાક સમારીએ ત્યારે ખુબ જ જતના રાખવી..*
*તથા* *ટીંડોરા, ભીંડા, તુવેર વિગેરે શાકોમાંથી ૧ નંગ 'અભયદયાણં' કહીને સમારવામાં ન લેતાં, સાઈડ પર કાઢી નાંખવું ને ઉપયોગ માં ન લેવું.*
*રાઈનો વઘાર કરીએ ત્યારે વઘારમાં રાઈ, જીરું કે તલ વાપરતાં થોડા દાણા બહાર સાઈડ પર કાઢી નાખવાં ઉપયોગમાં ન લેતાં 'અભયદયાણં'* *કહીને ધીરેથી અન્ય સ્થળે કાઢી નાંખવા.(જતનાથી ફેંકી દેવા).*
*૨-૪ દાણામાં આપણને કાંઈ ફેર નથી પડતો પણ*
*જે જીવ બચી જાય છે એ આયુષ્યના પૂર્ણાહૂતિએ ત્યાથી મરીને મનુષ્ય પણ થઈ શકે છે.*
*એ જીવ પણ ક્યારેક, કોઈ રીતે આપણને 'અભયદયાણ' કરી શકે, કે ગમે તે રીતે મદદરૂપ પણ થઈ શકે છે.*
*કરેલો ધર્મ ઉગી નીકળે છે.. વેસ્ટ નથી જતો, પણ બેસ્ટ ફળ આપે જ છે.*
*કેરીની સીઝનમાં યુઝ કરેલ કેરીના છોતરા, ગોટલા આદિ, કેળાની છાલ વિગેરે કચરો હવે ડસ્ટબીનમાં એકઠો કરાય છે. એમાં બે ઘડી બાદ ઘણાં જીવોની ઉત્પત્તિ થાય છે. એ જીવો જન્મે ને મરે, એમાં કેટલાંયે પાપના ભાગીદારી બનીએ છીએ.*
*ઘણાં ઘરો માં રાતના એઠાં વાસણ રખાય છે. સવારે કામવાળી બાઈ આવીને સાફ કરે એમાં તો કેટલા બધાં બેઈન્દ્રિય આદિથી સમૂંર્ચ્છિમ મનુષ્ય સુધીના જીવોની ઉત્પત્તિ થાય છે* *તો એની જતના કરવી કે જેથી આત્મા કર્મબંધનથી મુક્ત થાય.*
*કચરો ફેંકતા શકેન્દ્ર મહારાજા જે પૃથ્વીના ધણી છે.. તેની આજ્ઞા*
*"મારે આ કચરો વોસિરામી, વોસિરામી, વોસિરામી " એમ કહીને ફેંકવો. જેથી પછી એમાં જીવોની ઉત્પત્તિ જન્મ-મરણ થાય.. એમાં આપણો આત્મા પાપમાં ભાગીદારી ન બને.* *કચરો વોસીરાવ્યા બાદ, ભૂલે ચૂકે એમાં કોઈ વસ્તુ કે સોનાની વીંટી વગેરે જતી રહી, તો વોસીરાવેલી વસ્તુ ફરીથી લેવાતી નથી - એની નોંધ રાખવી. જેથી પહેલાં જ ઉપયોગ રાખવો.*
*કચરો જતનાથી ભેગો કરીને પછી જ વોસીરાવવો.*
*મસાલાના ડબ્બામાં રાઈ, મીઠાંની વાટકીઓમાં ક્યારેય ચમચી રાખી મુકવી નહીં.*
*આ બધી વસ્તુની જયણા કરશો તો અશાતા વેદનીય કર્મો પાતળા પડશે અને કર્મ નિઁજરા થાય તે નફામાં..! અને ભવભવાંતરમાં શાતા જ શાતા મળે.*
🙏🙏🙏🙏🙏🙏
➖➖➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો