રવિવાર, 17 એપ્રિલ, 2022

Navapad Oli

🏵️ *શ્રી નવપદની ઓળીની મહત્તા*
➖➖➖➖➖➖➖➖➖
    *જૈનશાસનમાં વર્ણવાએલી છ અટ્ઠાઈઓ પૈકી આસો-ચૈત્રમાસની બે અટ્ઠાઈઓ જૈનશાસનના પરમ રહસ્યરૂપ નવપદની આરાધનાને કારણે ખૂબ મહત્ત્વવાળી ગણાય છે*.

    *અવિરતિના ભીષણ સંયોગોમાં ફસી રહેલા દેવો પણ આ દિવસોમાં પોતાનાં સમ્યગદર્શનની નિર્મળતાના બળે શ્રી નંદીશ્વરદ્વીપમાં જઈને ખૂબ ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે. તેમ જ દરેક તીર્થંકરના શાસનમાં કે દરેક ધર્મક્ષેત્રોમાં પણ નવપદની આરાધના નિયમિત રીતે થતી હોવાથી તેનો શાશ્વતી અટ્ઠાઈ તરીકેનો મહિમા પણ જગવિખ્યાત છે.*

   *જૈનદર્શને સર્વ આરાધના કરતાં નવપદની આરાધનાને શ્રેષ્ઠ બતાવી છે, કારણ કે આત્માના વિશિષ્ટ ગુણોને વિક્સાવવા આ આરાધના બહુ સુંદર રીતે ઉપયોગી છે.તેની સમજુતી નીચે પ્રમાણે -* 

   *આત્મા* *એ એક સુંદર ખેતર છે. તેમાં* *યથાપ્રવૃત્તિ* *વગેરે કરણોરૂપ હળથી ખેડાણ થાય છે, ત્યારે તેમાં* *દર્શનરૂપી* *ઉજ્જવલ નિર્મળ બીજ વવાય છે*, *જ્ઞાનનો* *શુભ પ્રકાશ તેમાં મદદરૂપ થાય છે*, *ચારિત્રની* *વાડ ચારે બાજુ રક્ષણ માટે છે*, *દર્શનરૂપી* *બીજને મલિન કરનારા દુષ્ટ તત્ત્વો* *તપરૂપ* *અગ્નિથી બળી જાય પછી* *સાધુરૂપ* *કાળા વાદળો વરસે એટલે* *ઉપાધ્યાયપદરૂપ* *લીલા અંકુરો પ્રગટે, પછી* *આચાર્યપદરૂપ* *પીળા ફૂલો આવે, પછી* *અરિહંતરૂપી* *પ્રથમ ઉજ્જવળ ફળ આવે અને પછી પાકેલ ફળ તરીકે લાલ* *સિદ્ધપદરૂપ* *ફળ પ્રાપ્ત થાય*. 

   *આ રીતે અંતરંગ ગુણોના વિકાસ માટે નવપદની આરાધના બહુ સુંદર રીતે ઉપયોગી છે. પણ, આવી અપૂર્વ આરાધના સફળ ક્યારે થાય ? જ્યારે જ્ઞાનીઓએ જણાવેલ તે તે પદોના રહસ્યો, આદર્શોને સમજી નજર સમક્ષ રાખીને વિધિપૂર્વક આરાધના કરવામાં આવે ત્યારે*. *માટે જ દર ઓળી વખતે મહારાજા શ્રીપાળ અને રાણી મયણાસુંદરીના જીવનના આદર્શભૂત રહસ્યો સમજાવાય છે.*

  *તે પ્રમાણે અનાદિકાળની વાસનાના સંસ્કારો ઉપર વિજય મેળવવાના લક્ષ્યને કેળવીને આરાધાતા તે તે પદની ગુણાનુરાગપૂર્વક આરાધના કરી યથાયોગ્ય ફળની પ્રાપ્તિ માટે ઉપયોગની જાગૃતિ રાખવી અને જ્ઞાનીઓએ બતાવેલા પદોના રહસ્યો, એના સંસ્કારોની સાચવણી માટે પ્રયત્ન કરવો તે દરેક વિવેકીનું કર્ત્તવ્ય છે*.

*સંકલન:-મીતા શાહ*
➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top