સોમવાર, 4 એપ્રિલ, 2022

Prerak Prasang

*આજે એક પ્રસંગ બન્યો...એમાં વિચારવા જેવું ઘણું લાગ્યું.*

*પ્રભુ વીરના વંશજ એવા એક સાધ્વીજી ભગવંત - મહાત્મા એક ઘરે વહોરવા પધાર્યા.ઘરમાં રહેલ શ્રાવિકાઓએ બધું જ મહાત્માને કલ્પે (ખપે) એવું વહોરાવવા માટે પૂછ્યું અને વહોરાવવાનું શરૂ કર્યું. ત્યાં એમના ઘરે આવેલ એક જૈનેતર મહેમાને આ જોયું.*

*જન્મથી જૈન નહિ એવા એ મહેમાન બહેનને આ જોઈને ખૂબ અહોભાવ જાગ્યો.એમને જોતા એવું લાગ્યું કે જીવનકાળ દરમ્યાન આવો શુભ યોગ ક્યાંય જોવા નહિ મળ્યો હોય. એમને ઘરમાં રહેલ બાળકોની અને એ શ્રાવિકાઓની તત્પરતા જોઈ. અને પછી જે બન્યું એ થોડુંક આશ્ચર્ય પમાડે તેવું હતું.*

*એ બહેનને પણ મહાત્માને વહોરાવવા માટે એટલા જ ઉત્સુક જોયા. એમણે પણ આગ્રહ કર્યો કે મારે પણ વહોરાવવું છે. પછી સાહેબજીને સહુથી છેલ્લે સુધી એમણે વહોરાવ્યું. આ જોઈને વિચાર આવે પ્રભુ વીર પણ નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા.*

*પ્રભુ મહાવીરના ૨૭ ભવમાંથી પહેલો ભાવ નયસારનો હતો!*
*નયસારે જંગલમાં સાધુઓને ગોચરી વહોરવી, માર્ગ ભૂલેલા સાધુઓને રસ્તો બતાવ્યો અને એ વખતે સાધુઓએ ઉપદેશ આપ્યો. નયસાર સમ્યગ્દર્શન પામ્યા.*

*સાચે જ મહાત્માઓ જિનશાસનની ખૂબ પ્રભાવના કરે.*
શ્રાવક, શ્રાવિકાઓ પણ...
*કોને ખબર..?!*
*કદાચ...એ બહેનની પણ સમ્યગ યાત્રા (સમ્યગ્દર્શન પછી ની યાત્રા) આ રીતે શરૂ થાય.*

*કોઈ પણ જૈનેતરને એક જ દ્રષ્ટિની નહિ જોતા, પ્રભુ વીરની અપ્રતિમ કરુણા અને વાત્સલ્યના અંશ વાળી દ્રષ્ટિથી જોતા એમ થાય કે જન્મે જૈન એવા દરેક વ્યક્તિએ એટલા પ્રભાવક તો બનવું જ જોઈએ કે પોતે તો આ મહામૂલું જિનશાસન પામ્યા પણ પોતાની સાથે સાથે અન્યો (જૈનેતરો) ના હૃદયમાં પણ શાસનની સ્થાપના કરાવે.*

*જૈનોના આચાર, વિચાર અને હરેક કાર્ય પ્રભુની આજ્ઞાથી ભરેલ હોય. એ પ્રભુની આજ્ઞા અને જિનવાણી તરફ જ લઇ જાય.*

*મિત્ર તો બધા જ બને, કલ્યાણ મિત્ર બનીયે...*

*જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ 🙏🏻*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top