સોમવાર, 4 એપ્રિલ, 2022

Kandmul tyag

*કંદમૂળ ત્યાગ​*

*બટાટા, ડુંગળી, લસણ, ગાજર, શક્કરિયા, મૂળા વગેરે જમીનમાં થાય છે તેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે.*

*વૈજ્ઞાનિકો પણ કહે છે કે જ્યાં અંધારુ હોય છે ત્યાં ઘણા જીવો હોય છે તેથી તેઓ કંદમૂળમાં પણ ઘણા જીવોની ઉત્પત્તિનો સ્વીકાર કરે છે. અસંખ્ય જીવો હોવાથી કંદમૂળ ખાવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે.*

*આપણો ઘર્મ પરમાત્માના વિશિષ્ટ કેવળજ્ઞાનની જ્યોતિથી ઝળહળે છે.*

*વિજ્ઞાનની શોધો કરતા પણ આગળ છે આપણાં ધર્મના શાસ્ત્રો.*
*જૈન ધર્મ કહે છે કે બટાટા, ડુંગળી, લસણ વગેરે કંદમૂળો અનંતકાય છે.*

*અનંતકાય એટલે એક જ શરીરમાં રહેલા ઘણા બધા જીવો.*

*માત્ર એક સોયની ટોચ જેટલા બટાટા ઉપર અનંત જીવો રહેલા છે.*

*આવા કંદમૂળો ખાવાનો અર્થ આ બધા જીવોનો નાશ​.*
*માત્ર જીભના સ્વાદ ખાતર અનંતા જીવોનો કચ્ચરઘાણ વાળ​વો જરાય ઉચિત્ત નથી, ખાવા માટે નથી જીવ​વાનું પરંતુ જીવ​વા માટે ખાવાનું છે.*

*આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વ્યક્તિની તામસ વૃતિને ઉત્તેજે છે.*

*વિકાર​, વાસના અને ઇન્દ્રિયજન્ય આવેગો ને ઉછાળે છે.*
*મન વધુ ચંચળ​, વધુ ઉત્તેજિત બને છે. કોમળતા, મૃદુતા, કરુણા, સ્વસ્થતા વગેરે ભાવો સુકાઇ જાય છે, ખાદ્ય પદાર્થોના ઉપયોગ પાછળ શરીરની હ્રુષ્ટપુષ્ટતા કરતાયે વધુ મહત્વની વસ્તુ છે માનસિક સ્વસ્થતા અને માનસિક પવિત્રતા*

*▪️મગફળી પણ બટાટાની જેમ જમીનમાં જ ઉગે છે, તો શું તે ખવાય​❓*

*બટાટાની જેમ મગફળી પણ જમીનમાં ઉગે છે પણ તે કંદમૂળ ન કહેવાય કારણ કે જમીનમાં ઉગતી ચીજોને પીલતા તેલ ના નીકળે તો જ તે કંદમૂળ કહેવાય​. મગફળીને પીલતા તેલ નીકળે છે તેથી તેને કંદમૂળ ના કહેવાય​.*

*તેલ નીકળે તો શા માટે કંદમૂળ નહીં❓*

*કારણ કે જે વસ્તુમાંથી તેલ નીકળે તે*
*માં સુક્ષ્મ જીવો - અનંતા જીવો પેદા થતા જ નથી.*

*▪️જો આદુનું સુકાયેલું રૂપ સૂંઠ વાપરી શકાય તો બટાટાનું સુકાયેલું સ્વરૂપ વેફર પણ ખવાય જ​ ને ❓*

*જૈન ધર્મ માં આનો સૂક્ષ્મ દ્રષ્ટિ થી વિચાર કરી ને ના પાડવામાં આવેલ છે. કોઈ પણ જીવ ની હિંસા આપણે કરવી નહીં.*

*કુદરતી રીતે સુકાયેલા સૂંઠ​, હળદર વગેરેમાં પૂર્વે રહેલા અનંતા જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થતા મરીને બીજા ભવોમાં ગયાં હોવાથી જીવહિંસાનું પાપ નથી લાગતું જ્યારે બટાટાની વેફરમાં જીવહિંસાનું પાપ લાગે છે.*

*સૂંઠ કુદરતી રીતે સુકાય છે જ્યારે બટાટા કુદરતી રીતે સુકાતાં નથી.*

*સૂંઠની આરોગ્ય માટે જરૂર છે બટાટાની વેફર આરોગ્ય માટે જરૂરી નથી.*

*સૂંઠની જરૂરી માત્રા કે પ્રમાણ ખૂબ જ નાનું છે, તેનાં ફાંકડા ન મારી શકાય જ્યારે બટાટાની વેફર તો પેટ ભર​વા માટે તેમજ વધુ પ્રમાણમાં ખ​વાય છે.*

*સૂંઠ સ્વાદ માટે નથી ખવાતી જ્યારે બટાટાની વેફર તો સ્વાદ માટે જ* 
*ખ​વાય છે*

*સૂંઠથી આસક્તિ થતી નથી જ્યારે બટાટાની વેફર તો આસક્તિ માટે જ ખ​વાય છે.*

*▪️જો મૂળા કંદમૂળ ગણાય તો મૂળાના પાન ખવાય​❓*

*મૂળામાં દેશી તથા પરદેશી રાતા અને સફેદ મૂળામાં ૫ અંગ હોય છે:*

*મૂળાના કાંદા*
*પાંદડાના મધ્ય ભાગમાં જે કંદલી થાય છે જેને ડાંડલી કહે છે તે પાંદડા સહિત​.*
*ફુલ​*
*ફળ જેને મોગરા કહે છે તે.*
*તેમાંથી નીકળેલા ઝીણા બીજ*
*એ પાંચેય અભક્ષ્ય છે, તેમાં ઘણા ત્રસ જીવો હોવાથી સર્વથા મૂળાના* *પાંચમાંથી એક પણ અંગ ખવાય નહીં. તેથી મૂળાના પાન ન ખવાય​.*

*▪️શીંગોળા શા માટે ન વપરાય​❓*

*શીંગોડા તળાવમાં વેલા ઉપર થાય છે, તેની આસપાસ ખુબ જ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે તથા પાણીમાં ખુબ જ શેવાળ થયેલી હોય છે માટે શીંગોડા ન વપરાય*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top