મંગળવાર, 12 એપ્રિલ, 2022

Aaymbil

*આયંબિલ*

_દૈવીશક્તિથી પણ શક્તિશાળી!_

દેવો સર્જિત શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પર જ્યારે દ્વેપાલન ઋષિ કોપાયમાન થયાં અને એને બાળી નાખવા તૈયાર થયાં ત્યારે;
_નેમનાથ પરમાત્માએ કહ્યું, "જ્યાં સુધી નગરીમાં એક પણ વ્યક્તિ આયંબિલ કરતી હશે ત્યાં સુધી દ્વારકાને કાંઈ જ નહીં થાય."_ શ્રીકૃષ્ણની વ્યવસ્થા પ્રમાણે વારાફરતી દરરોજ એક ઘરમાં આયંબિલ થતી. વર્ષો પસાર થઈ ગયાં. દ્વેપાલનઋષિ દ્વારકાને કાંઈ જ ન કરી શક્યા!
એક આયંબિલમાં આખી નગરીને બચાવવાની તાકાત હોય છે, કેમકે તપના આરાધકના વાઈબ્રેશન્સ્ એવા powerful અને પ્રભાવશાળી હોય કે એના ઉપર કોઈ આક્રમણ ન કરી શકે, સૂક્ષ્મશક્તિ સામે સ્થૂળ-શક્તિ કાંઈ જ ન કરી શકે. *દૈવી શક્તિ કરતાં પણ આરાધકની શક્તિ વધારે સમર્થ હોય. જૈનોની સાધનામાં અતુલ્યશક્તિ હોય છે.*

*Q* _આયંબિલની આરાધનાથી શું લાભ થાય?_

*--* આયંબિલમાં જો શ્રદ્ધા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે.
*--* આયંબિલથી આત્મશક્તિ ખીલે છે.
*--* આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે.
*--* આયંબિલથી મન પર જીત મેળવી શકાય છે.
*--* આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
*--* આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે.
*--* આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે.
*--* આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે.
*--* આયંબિલ આહાર પ્રત્યેની આસક્તિને તોડાવે છે.
*--* આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે.
*--* આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે.
*--* આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે.
*--* આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગઈ અવિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે.
*--* આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેકસેશન મળે છે, અને ઓછું વર્ક કરવું પડે છે.
*--* મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.
*--* લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે.

*શરીર સ્વાસ્થ્ય:* 
*--* આયંબિલ કરવાથી લોહી શુદ્ધ થાય છે.
*--* ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.
*--* રેઝીસ્ટન્સ પાવર વધે છે.
*--* શરીરને ડિટોક્સિફાય કરે છે.
*--* શ્રદ્ધાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ શકે છે.
*--* ઑઈલ અને સુગર વિના પણ શરીરને પૂરતું પોષણ મળી રહે છે.

 *માનસિક તથ્ય:*
*--* સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે.
*--* મનની ચંચળતા શાંત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રોશ પણ ઘટે છે.
*--* મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેશર અને હાર્ટએટેકના ચાન્સિસ ઘટી જાય છે, શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે.

*'અનાસક્તિથી અરિહંત સુધી લઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top