*શ્રી સંભવનાથ ભગવાનના ૩ ભવ થયા. પૂર્વ ભવમાં પ્રભુનો આત્મા ૭માં ગ્રૈવેયક નામના વિમાનમાં હતા ત્યાંથી ૨૯ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીના રાજા જિતારીની સેના રાણીની કુક્ષીએ ફાગણ સુદ આઠમે મિથુન રાશિ મૃગ શીર્ષ નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું. ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા.*
*પ્રભુ માતાના ઉદરમાં ૯ માસ અને ૬ દિવસ રહ્યા. માગશર સુદ ચૌદશના મૃગશીર્ષ નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયેલ.*
*પ્રભુની જમણી જાંઘ પર ઘોડાનું લંછન હતું. કાંચન વર્ણના અને ૪૦૦ ધનુષની કાયાવાળા હતા. પ્રભુ ૧૫ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા.* *પછી ૪૪ લાખ પૂર્વ + ૪ પૂર્વાગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને ૩ પુત્ર હતા.*
*પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતા કાર્યોત્સર્ગ મુદ્રામાં ૧૦૦૦ની સાથે ચૈત્ર સુદ પૂનમના દિવસે મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં મોક્ષે ગયા.* *ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય ૧ લાખ પૂર્વ _ ૪* *પૂર્વાગ વર્ષનો હતો. ૬૦ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ. પ્રભુનું પ્રાયેઃ* *શાસન ૧૦ લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુની સેવામાં ત્રિમુખ યક્ષ અને દુરિતારી દેવી યક્ષિણી નિરંતર રહે છે.*
*શ્રી સંભવનાથ સ્વામી ભગવાનની જય*
🙏🏻🙏🏻
*જાપ -૨૦ નવકારવાળી*
*મોક્ષ કલ્યાણકે*
*ॐ હ્રીઁ શ્રી સંભવનાથ સ્વામી પારંગતાય નમઃ*
🙏🏻🙏🏻
*આજે ચૈત્ર સુદ પાંચમ શ્રી અજિતનાથ સ્વામી ભગવાનનું મોક્ષ કલ્યાણક (આજે ત્રણ કલ્યાણક છે)*
🙏🏻
*શ્રી અજિતનાથ પ્રભુ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ ૧૬,૫૮૪,૯૮૦ વર્ષ પહેલાં થઇ ગયા હતા. તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.* *અજિતનાથ ભગવાનનો જન્મ આદિનાથ ભગવાનના જન્મ પછી ૫૦ લાખ કરોડ સાગરોપમ અને ૧૨ લાખ પૂર્વ પછી થયો હતો. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કોશલદેશની વિનીતાનગરીમાં, ઇક્ષ્વાકુવંશીય જિતશુત્ર નામે મહાપરાક્રમી રાજા હતા અને રાજાને વિજયાદેવી નામે પટ્ટરાણી હતી.*
*અજિતનાથ પ્રભુનું ચ્યવન વિમલવાહન ʼરાજાનો જીવ દેવલોકથી ચ્યવીને, વૈશાખ સુદ - ૧૩ના, રોહિણી નક્ષત્રમાં, વિજયાદેવીની કુક્ષિમાં અવતર્યો.* *આઠ મહિના અને ૨૫ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા, મહાસુદ - ૮ના રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ, ગજ (હાથી)ના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે જ રાત્રે, પ્રભુના જન્મ પછી થોડીવારે વૈજયંતીએ પણ પુત્રને જન્મ આપ્યો. રાગાદિ વડે નહિ જીતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે, રાજા-રાણી સોગઠે રમતા તેમાં રાજા રાણીને જીતી શકયા નહિ, તેથી માતા-પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું.* *એક પૂર્વાંગ સહિત ૫૩ લાખ પૂર્વ નિર્ગમન થયા. અજિતરાજા સ્વયંમેવ ચેતવવા લાગ્યા કે હવે મારૂં ભોગાવલી કર્મ ભોગવાઇ ગયું છે અને દીક્ષા લેવાનો સમય થયો છે. સગરકુમાર પાસે પોતાની સંસાર કારાગૃહથી મુકત બનવાની ઇચ્છા વ્યકત કરી અને રાજયધુરા સંભાળવા કહ્યું.* *સુપ્રભા નામની શિબિકા દ્વારા અજિતરાજા સહસામ્રવનમાં પધાર્યા. મહાસુદ - ૯ના, રોહિણી નક્ષત્રમાં,* *સપ્તચ્છદ વૃક્ષ નીચે, છઠ્ઠ (બે ઉપવાસ)ના તપ સહિત, સાયંકાળે, ૧,૦૦૦ રાજાઓ સહિત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા ફપદિવસે અયોધ્યામાં બ્રહ્મદત્ત રાજાનો ઘેર પરમાન્ન (ખીર)થી પ્રભુનું પારણું થયું. અપ્રતિબદ્ધ વિહારી ભગવાન અખંડિત રીતે સમિતિ - ગુપ્તિનું પાલન કરતા, નિર્મમ -*
*નિસ્પૃહ થઇ, પોતાના સંસર્ગથી ગ્રામ અને શહેરોને તીર્થ રૂપ કરતા, પૃથ્વી ઊપર વિચરવા લાગ્યા કોઇ પર્વતના શિખર ઊપર બીજું શિખર હોય તેમ કાયોત્સર્ગમાં સ્થિર થઇ જતા, તો કોઇ વાર સમુદ્ર તટ ઊપર વૃક્ષની જેમ સ્થિર બની જતા, તો કોઇ વાર ભયંકર અટવીમાં ધ્યાનમગ્ન બની ઉભા રહેતા. છઠ્ઠથી શરૂ કરી યાવત્ આઠમાસ પર્યંતનું તપ કરતા, આર્યક્ષેત્રમાં વિચરવા લાગ્યા. વિવિધ તપો અને વિવિધ અભિગ્રહો દ્વારા પરિસહોને સહન કરતા ૧૨ વર્ષ પર્યંત છદ્મસ્થાનપણામાં કર્મોનો ક્ષય કરતા રહ્યાં. નિર્વાણ સયમ સમીપ જાણી પ્રભુ સમ્મેત શિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ શ્રમણો સાથે, એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ -૫ ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, કાયોત્સર્ગાસનમાં સ્થિત પ્રભુ નિર્વાણપદને પામ્યા.* *1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. ત્રણ*
*(2) જન્મ અને દિક્ષા સ્થળ- અયોધ્યા નગરી.*
*(3) તીર્થંકર નામકર્મ - વિમલવાહન ના ભાવમાં.*
*(4) દેવલોકનો અંતિમ ભવ - વિજય વિમાન.*
*(5) ચ્યવન કલ્યાણક - વૈશાખ સુદ-૧૩ રોહિણી નક્ષત્રમાં થયું.*
*(6) માતાનું નામ- વિજયાદેવી અને પિતાનું નામ-જીતશત્રુ રાજા.*
*(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.*
*(8) ગર્ભવાસ - આઠ માસ અને પચ્ચીસ દિવસ.*
*(9) લંછન - હાથી અને વર્ણ સુવર્ણ.*
*(10) જન્મ કલ્યાણક - મહાસુદ-૮ રોહીણી નક્ષત્ર માં થયો.*
*(11) શરીર પ્રમાણ - ૪૫૦ ધનુષ્ય.*
*(12) દિક્ષા કલ્યાણક - પોષ સુદ-૯ રોહીણી નક્ષત્રમાં થઇ.*
*(13) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજકુમાર સાથે.*
*(14) દિક્ષા શીબીકા- સુપ્રભા અને દિક્ષાતપ -છઠ્ઠ.*
*(15) પ્રથમ પારણુંનું સ્થાન- વિનિતા નગરીમાં બ્રહ્મદત્ત રાજાએ પારણું પરમાન્ન (ખીર)થી કરાવ્યું.*
*(16) છદ્મસ્થા અવસ્થા - માં બાર વરસ રહ્યા.*
*(17) કેવલજ્ઞાન કલ્યાણક- છઠ્ઠતપ- સાલવ્રુક્ષની નીચે અયોધ્યા નગરીમાં થયું. માગસર-વદ-૧૧, રોહિણી નક્ષત્ર.*
*(18) શાશન દેવ- મહાયક્ષ અને શાશન દેવી અજિતાદેવી.*
*(19) ચૈત્ય વ્રુક્ષની ઉંચાઈ - બે ગાઉં અને ૧૪૦૦ ધનુષ્ય.*
*(20)પ્રથમ દેશનાનો વિષય - ધર્મ ધ્યાનના ચાર પાયા.*
*(21) સાધુ - ૧૦૦૦૦૦ અને સાધ્વી -ફલ્ગુ આદિ ૩૩૦૦૦૦ .*
*(22) શ્રાવક- ૨૯૮૦૦૦ અને શ્રાવિકા - ૫૪૫૦૦૦*
*(23) કેવળજ્ઞાની-૨૨૦૦૦ ,મન:પર્યાવજ્ઞાની-૧૨૫૫૦ અને અવધિજ્ઞાની ૯૪૦૦.*
*(24) ચૌદપૂર્વધર-૩૭૨૦ અને વૈક્રિય લબ્ધિઘર-૨૦૪૦૦ તથા વાદી-* ૧૨૪૦૦*
*(25) આયુષ્ય - ૭૨ લાખ પૂર્વ.*
*(26) નિર્વાણ કલ્યાણક ચૈત્રસુદ-૫ મૃગશિર નક્ષત્રમાં થયું.*
*(27) મોક્ષ -સમેત શિખર, મોક્ષતપ- માસક્ષમન અને* *મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.*
*(28) મોક્ષ - ૧૦૦૦ સાથે .*
*(29) ગણધર - સિહસેન આદિ- ૯૫.*
*(30) શ્રી સંભવનાથ પ્રભુ નું અંતર- ૩૦ લાખ કોટીનું અંતર*
*શ્રી અજિતનાથ સ્વામી ભગવાનની જય 🙏🏻*
*જાપ -૨૦ નવકારવાળી*
*મોક્ષ કલ્યાણકે*
*ૐ હ્રીં શ્રી અજિતનાથ સ્વામી પારંગતાય નમઃ🙏🏻*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો