રવિવાર, 17 એપ્રિલ, 2022

Swapn Vichar

🌀🏮🌀🏮🌀🏮🌀🏮🌀
*🎋સ્વપ્નવિચાર...*
🌀🏮🌀🏮🌀🏮🌀🏮🌀

*▪️સારું સ્વપ્ન દેખવામાં આવ્યા પછી સૂવું નહીં ને દિવસ ઊગ્યા પછી ઉત્તમ ગુરુની પાસે જઈને સ્વપ્ન કહેવું. અને નઠારું સ્વપ્ન દેખીને પાછું તરત સૂઈ જવું, ને તે કોઈને પણ કહેવું નહીં.....*

*▪️સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે જેને બરોબર) હોય, પ્રશાંત (શીતળ પરિણામી) હોય, ધર્મપ્રિય હોય, નીરોગી હોય, જિતેન્દ્રીય હોય, એવા પુરુષને સારાં કે નઠારાં સ્વપ્નો ફળ આપે છે.*

*▪️1. અનુભવેલું, 2. સાંભળેલું, 3. દીઠેલું, 4. પ્રકૃતિના બદલવાથી, 5. સ્વભાવથી, 6. ઘણી ચિંતાથી, 7. દેવના પ્રભાવથી, 8. ધર્મના મહિમાથી, 9. પાપની અધિકતાથી, એમ નવ પ્રકારનાં સ્વપ્ન આવે છે.*

*▪️આ નવ પ્રકારનાં સ્વપ્નોમાંથી પહેલાંનો છ પ્રકારનાં સ્વપ્નાં શુભ હોય કે અશુભ હોય પણ તે બધાં નિરર્થક સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપ્નાં ફળ આપે છે.*

 *▪️રાત્રિના પહેલા પ્રહરે સ્વપ્નમાં જોયું હોય તો બાર માસે ફળ આપે; બીજે પ્રહરે જોયું હોય તો છે માસે ફળ આપે; ત્રીજે પ્રહરે જોયું હોય તો ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહરે જોયું હોય તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાતે સ્વપ્ન જોયું હોય તો ખરેખર દશ દિવસમાં ફળ આપે અને સૂર્યોદય વખતે આવ્યું હોય તો તત્કાળ ફળ આપે.* 

*▪️એકી સાથે ઘણાં સ્વપ્ન જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય; ચિંતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિકની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવાં.* 

*▪️પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દેખે તો તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે.*

*▪️અશુભ સ્વપ્ન દીઠું હોય તો શાંતિક કૃત્ય કરવાં." સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે - નઠારું સ્વપ્ન દેખીને થોડી રાત્રિ હોય તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈપણ વખતે કહેવું નહીં, તેથી તે ફળતું નથી.' સ્વપ્ન દીઠા પછી તરત જ ઉઠીને જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરે અથવા નવકાર ગણે તો તે સારું ફળ આપે.*

*▪️ભગવાનની પૂજા રચાવે, ગુરુભક્તિ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો નઠારું સ્વપ્ન હોય તો પણ સારું સ્વપ્ન થાય છે. (અર્થાત્ તેનું શુભ સ્વપ્ન જેવું ફળ થાય છે.)*

*▪️દેવ, ગુરુ, તીર્થ અને આચાર્યનું નામ દઈ સ્મરણ કરી જે નિરંતર સૂવે તે કોઈ દિવસે પણ નઠારું સ્વપ્ન દેખે નહીં.*્

🌀🏮🌀🏮🌀🏮🌀🏮🌀
*"શ્રાદ્ધવિધિ પ્રકરણ"*
🌀🏮🌀🏮🌀🏮🌀🏮🌀

            *હ*जैनम् जयति शासनम्*
       
🌀🏮🌀🏮🌀🏮🌀🏮🌀

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top