*જનક રાજાની પુત્રી અને રામચંદ્રજીની પત્ની સીતાજી છે. સવારે એમનું સ્મરણ કરતા , એમની ધર્મ પ્રત્યે શ્રદ્ધા , કર્તવ્ય પરાયણતા અને શીલ દ્રઢતા જેવા ઉચ્ચ ગુણ સ્મરણમાં આવે છે.*
*મહાસતી સીતાદેવીની ઉપર કર્મ રાજાએ પાછા ફરીને જોયું નથી. જન્મના પહેલા પિતાનો અજ્ઞાતવાસ , જન્મના સાથે ભાઈનું અપહરણ , વિવાહના સમયે પિતાનું અપહરણ , વિવાહ પછી પતિનું વનવાસ , પતિના સાથે એમનો વનવાસ , ત્યાં રાવણ દ્વારા અપહરણ , યુદ્ધ પછી રાવણનો સંહાર પછી એ જ્યારે પતિની સાથે અયોધ્યા આવ્યા ત્યારે એમના ઉપર કલંક લાગ્યું , છેલ્લે પોતાના પતિ રામચંદ્રજીએ કપટથી ગર્ભવતી સ્થિતિ માં એમને વનમાં મોકલી.*
*આ બધી આપત્તિના સમયે ક્યારે પણ સીતાજી એ કોઈને પણ દોષ આપ્યો નહિ. ખાલી એમના કર્મોને દોષ આપ્યો. અને પોતાના ચિત્તની સ્વસ્થતા પણ ખોઈ નહિ. આવી સ્થિતિમાં પણ એમના પતિની હિતચિંતા કરીને સંદેશ મોકલ્યો કે લોક લાજમાં તમે મને છોડી દીધી પણ લોક લાજમાં આપ ક્યારેય પણ ધર્મ નહિ છોડતા. આપના ધર્મ પણ કેવી નિષ્ચલ શ્રદ્ધા ? કેવું કર્તવ્ય પાલન અને પતિવ્રતા ધર્મ ?*
*વર્ષો પછી યુદ્ધ પછી એ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે કલંક લગવાને કારણે એમના શીલની પરીક્ષા કરવા માટે એક મોટી ખાઈ ખોદવામાં આવી. એમાં ચંદનના લાકડાં મૂકીને ભયાનક આગ લગાવામાં આવી. પરંતુ મહાસતી આગમાં પડતાં જ આગ સરોવરમાં બદલાઈ ગઈ. વચ્ચે કમલ ઉપર એ શોભાયમાન હતી. આખી અયોધ્યા એમનો જય જયકાર કરીને ' મહાસતી પધારો પધારો ' કહી રહ્યા હતા.*
*આ પ્રસંગ પછી રસ્તામાં જતા સમયે શ્રી શીલચંદ્ર આચાર્ય , ચાર જ્ઞાન ધારીની મ.સા. મળ્યા. એમનો ઉપદેશ સાંભળીને સીતાજીએ પોતાના ઉપર જે કલંક લાગ્યું હતું એનું કારણ પૂછ્યું. આચાર્ય શ્રી એ કહ્યું કે પૂર્વ ભવમાં ભરત ક્ષેત્રમાં મૃણાલિની નગરીમાં શ્રીભૂતિ પુરોહિતની સરસ્વતી સ્ત્રીની પુત્રી વેદવતીના ભવમાં એમને તપસ્વી મુનિને હલ્કા કરવાનો પ્રયાસ કરીને કલંકિત કર્યા હતા. શાસન દેવીએ વેગવતીને શિક્ષા કરી. વેગવતીએ ક્ષમા માંગી હતી , વ્રત તપસ્યા કરીને સ્વર્ગમાં ગઈ. પરંતુ કર્મએ એમને છોડી નહિ. ત્યાંથી ચ્યવન કરીને એ સીતા બની.*
*આ સાંભળીને સીતાજી ધર્મ કાર્યમાં વિશેષ સાવધાન થઈ. સંયમની વિશિષ્ટ આરાધના કરીને 12માં દેવલોકમાં ઈન્દ્ર બની. ત્યાંથી આવીને શ્રીરામ ને પ્રતિબોધ પણ કર્યા. જેના ફળ સ્વરૂપ એમને દીક્ષા લઈને મોક્ષમાં ગયા. સીતાજી પણ અનુક્રમે મોક્ષમાં જશે.*
*સીતાજી , ધન્ય છે આપને. આપના સત્વને , શીલને , વિવેકને , અને જ્ઞાનને. જીવનમાં સર્વસ્વની પ્રાપ્તિ માટે અમૂલ્ય ક્ષણમાં આપને સર્વસ્વનો ત્યાગ કર્યો. તમને વંદન કરીએ છે. અમારામાં પણ આવા સદગુણોની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરીએ છે.*
*✒️ ધનેશ શાહ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો