મંગળવાર, 12 એપ્રિલ, 2022

jain questions answer

🏳️‍🌈🇦🇹🏳️‍🌈🇦🇹🏳️‍🌈🇦🇹🏳️‍🌈
*👏વિષય: ઉત્કૃષ્ટ તપના તપસ્વી રત્નો💎ને ઓળખો👏*. 
🏳️‍🌈🇦🇹🏳️‍🌈🇦🇹🏳️‍🌈🇦🇹🏳️‍🌈

*પ્રશ્ન ૧. ૧૩ મહિના ૧૦ દિવસના ઉપવાસ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧. ઋષભદેવ ભગવાન*

*પ્રશ્ન ૨. એક વર્ષ સુધી ચોવિહારા ઉપવાસ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૨. વજ્રાયુદ્ધ ચક્રવર્તી*


*પ્રશ્ન ૩. ૧૧૮૦૬૪૫ માસક્ષમણ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૩. નંદનમુનિ*

*પ્રશ્ન ૪. ૨ કરોડ ૧૯ લાખ ૬૦ હજાર આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૪. મહાસતી સુંદરી*

*પ્રશ્ન ૫. ૭૦૦ વર્ષ ઘોર વીરતપ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૫. સનત ચક્રવર્તી*

*પ્રશ્ન ૬. ઉત્કૃષ્ટ વર્ધમાન તપની આરાધના કરનાર તપસ્વી?*
*ઉત્તર ૬. ચંદન શેઠ (શ્રી ચંદ કેવલી)*

*પ્રશ્ન ૭. છ હજાર વર્ષ સુધી તપ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૭. વિષ્ણુકુમાર મુનિ*

*પ્રશ્ન ૮. ૩૦ વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૮. ગુરુ ગૌતમસ્વામી*

*પ્રશ્ન ૯. ૫૪ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૯. નંદિષેણ મુનિ*

*પ્રશ્ન ૧૦. ૧૧૫ વર્ષ સુધી છ મહિના અખંડ તપ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૦. બલભદ્રમુનિ*

*પ્રશ્ન ૧૧. ૬ મહિનાના ઉપવાસ કરનાર તપસ્વી? પુરુષ*
*ઉત્તર ૧૧. ઢંઢણમુનિ*

*પ્રશ્ન ૧૨. જીવનભર છઠ્ઠના પારણે આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૨. ધન્ના અણગાર*

*પ્રશ્ન ૧૩. ૧૨ વર્ષ સુધી ૬ મહિના છઠ્ઠના પારણે આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૩. શિવકુમાર*

*પ્રશ્ન ૧૪. ૧૨ વર્ષ ૬ મહિના ઉગ્ર તપ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૪. શાલિભદ્ર*

*પ્રશ્ન ૧૫. એક વર્ષમાં માત્ર ૩૪ પારણા કરી ઉગ્ર તપ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૫. કૃષ્ણ સૂરિજી*

*પ્રશ્ન ૧૬. આજીવન અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૬. વીરાચાર્ય*

*પ્રશ્ન ૧૭. આઠ વર્ષ સુધી અખંડ આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૧૭. સિદ્ધસેન દિવાકર સૂરિજી*

*પ્રશ્ન ૧૮. છ મહિનાના ઉપવાસ કરનાર તપસ્વી? સ્ત્રી*
*ઉત્તર ૧૮. ચંપા શ્રાવિકા*

*પ્રશ્ન ૧૯. આયંબિલ તપ દ્વારા તીર્થંકર નામકર્મ બાંધનાર તપસ્વી?*
*ઉત્તર ૧૯. દમયંતી મહાસતી*

*પ્રશ્ન ૨૦. છ મહિના સુધી છઠ્ઠના પારણે આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૨૦. દ્રૌપદી*

*પ્રશ્ન ૨૧. ૧૨ વર્ષ ૬ મહિના અખંડ આયંબિલ કરી તપાગચ્છનુ બિરુદ ધારણ કરનાર?*
*ઉત્તર ૨૧. જગતચંદ્ર સૂરિજી*

*પ્રશ્ન ૨૨. ૬૦ હજાર વર્ષ ચોખાને ૨૧ વખત પાણીથી ધોઈને એ આહારથી આયંબિલ કરનાર તપસ્વી?*
*ઉત્તર ૨૨. તામલી તાપસ*

*પ્રશ્ન ૨૩. આયંબિલ તપથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર તપસ્વી?*
*ઉત્તર ૨૩. અંબડ સન્યાસી*

*પ્રશ્ન ૨૪. શ્રેણિક રાજાના કયા રાણીએ દીક્ષા લઈ ૧૪ વર્ષ આયંબિલ વર્ધમાન તપની આરાધના કરી મોક્ષે ગયા?*
*ઉત્તર ૨૪. મહાસેનકૃષ્ણા*

*પ્રશ્ન ૨૫. આયંબિલની ઓળી ની આરાધના કરીને કોઢ રોગ દૂર કરનાર તપસ્વી રાજા?*
*ઉત્તર ૨૫. શ્રીપાળ રાજા*

*પ્રશ્ન ૨૬. વર્ધમાન તપની ૧૦૦ ઓળીની આરાધના કરનાર તપસ્વી?*
*ઉત્તર ૨૬. વર્ધમાન સૂરિજી*

*પ્રશ્ન ૨૭. ચાર હત્યા કરનાર છ મહિનામાં તપના પ્રભાવે કેવળી બનનાર?*
*ઉત્તર ૨૭. દઢપ્રહારી*

*પ્રશ્ન ૨૮. રોજ સાત હત્યા કરનાર છ મહિના અખંડ છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા કરનાર*
*ઉત્તર ૨૮. અર્જુનમાળી*

*પ્રશ્ન ૨૯. હાલમાં ૩૭૬ વર્ધમાન તપની ઓળીની આરાધના કરનાર તપસ્વી સાધ્વીજી?*
*ઉત્તર ૨૯. હંસકિર્તીશ્રીજી મ. સા.*

*પ્રશ્ન ૩૦. હાલમાં ગિરનાર તીર્થના ઉદ્ધારક આજીવન આયંબિલ કરનાર જેમનું પારણું આવતા ભવે થવાનું છે તે તપસ્વી?*
*ઉત્તર ૩૦. આ. હેમવલ્લભસૂરિજી*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top