સોમવાર, 10 જાન્યુઆરી, 2022

પૃથ્વીરાજ ચૌહાણની એ ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો

 

ક્ષત્રિયો લડતા ખરા પણ એમાંય નીતિનું ખંડન નહિ કરતા.

 દુશ્મન પડે કે તરત એની પાસે પહોંચી પોતે એને પંખો નાખવા બેસી જતા. દુશ્મન પડ્યા પછી હથિયાર તરત મ્યાન કરતા. ભાગે તેની પૂંઠ કદી ન પકડતા.

 

 પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ઘોરીને સાત સાત વાર જીવતો પકડી છોડી મૂક્યો છે.

પકડાય અને એ મુસ્લિમ બચ્ચો ‘મેં તેરી ગૌઆ’ કહી પગમાં પડે એટલે આ છોડી દે. આઠમી વાર પૃથ્વીરાજ પકડાયો ત્યારે શાહબુદ્દીને એને ન છોડ્યો.

 ઇતિહાસ કહે છે કે શાહબુદ્દીને એને શિલા પર છૂંદી મારી નાંખ્યો, અને ત્યાં એ બોલ્યો છે કે ‘હાથમાં આવેલા દુશ્મનને છોડી મૂકવાની મૂર્ખાઈ અમે ન કરીએ, એ તમે કરો.

 

આજે પણ કેટલાક એ પૃથ્વીરાજ ચૌહાણને મૂર્ખ કહે છે.

હું કહું છું કે ‘એને મૂર્ખ કહેનારા જાતવાન નથી. એ સાચો ક્ષત્રિય હતો. 

દુશ્મન મોંમાં તરણું લઈને આવે, હાથ જોડી ‘મેં તેરી ગૌઆ’ એમ કહે એટલે સાચો ક્ષત્રિય એને માફી આપ્યા વગર ન રહે.

 

શરણે આવેલાને સાચો ક્ષત્રિય બચ્ચો કદી ન મારે. જાતવાન હોય તે ગમે તેવા સંયોગામાં પોતાની ઉત્તમતા ચૂકતા નથી. ક્ષત્રિયોનો એ જાતિધર્મ જ છે કે ક્ષત થયેલાને, શરણે આવેલાને આશ્રય આપવો. શરણાગતની રક્ષા માટે તો ક્ષત્રિયોએ પ્રાણ આપ્યા છે; એ ક્ષત્રિયો પોતાને શરણે આવેલાને કદી મારે ખરા ? ન જ મારે. રાજ્ય જાય તો ભલે જાય.

 

લુચ્ચાઓ રાજ્ય લઈ લેશે એ ભીતિથી ધર્મ કદી ન તજાય. આજના ઇતિહાસકારો તો આવાની પણ ટીકા કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top