શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

શ્રી મહાવીર સ્વામી શંખેશ્વર જૈન આગમ મંદિર

શ્રી મહાવીર સ્વામી શંખેશ્વર જૈન આગમ મંદિર
શ્રી મહાવીર સ્વામી શંખેશ્વર જૈન આગમ મંદિર

શ્રી શંખેશ્વર તીર્થ 

 

                     શ્રી શંખેશ્વર તીર્થની ધન્યધરા પર આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મ.સા. ના પટ્ટધર માલવોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મ.સા. ની સ્મૃતિમાં શિષ્ય પં. શ્રી અભ્યૂદયસાગરજી મ.સા. , આચાર્ય શ્રી નવરત્નસાગરસૂરિજી મ.સા. ના ઉપદેશથી આ જિનાલયનું નિર્માણ થયું. આ જિનાલયના નિર્માણની પ્રેરણા વિક્રમ સંવત 2024 માં આપશ્રી ને અમદાવાદના ઉસ્માનપુરામાં સ્થાનકવાસી દરિયાપુરી સમુદાયના દરિયામુનિજી દ્વારા નિર્મિત 45 આગમ મંદિરને જોઈને થઈ. ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મ.સા. ની દીક્ષા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પરમ કૃપાથી થઈ હતી. તેથી આગમ મંદિરને શંખેશ્વર તીર્થમાં બનાવાનું નક્કી કર્યું. ભરૂચ નિવાસી પોપટલાલજી લલ્લુભાઈએ અહીંયા ભૂમિ લઈને સંસ્થાને આપી. અનેક વિઘ્નો છતાં દાદાની કૃપાથી 5 વિશાલ શિખરયુક્ત જિનાલયનું નિર્માણ કરીને મૂળનાયક શ્રી મહાવીર સ્વામી આદિ બિંબોની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2035 મહા સુદ 6 ના દિવસે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મ.સા. ની નિશ્રામાં સંપન્ન થઈ હતી. દીવાલ ઉપર પર તામ્ર પત્ર પર આગમ લખેલા છે. સિદ્ધચક્ર જિનાલય પણ બનાવામાં આવ્યું છે. તીર્થ પરિસરમાં રિદ્ધિ સિદ્ધિ ભોજનશાળા , શ્રી ચંદુલાલ શાહ યાત્રિક ભવન , શેઠ શ્રી મૂથા રુધનાથમલજી વનાજી પેઢી , મોંટેક્સ અતિથિ ગૃહ આદિ સંચાલિત છે. માલવ રત્ન આચાર્ય શ્રી નવરત્નસાગરસૂરિજી મ.સા. ના દેવલોક ગમન પછી એમના નશ્વર દેહના અગ્નિ સંસ્કારની ઐતિહાસિક ઉછામણી બોલીને આ તીર્થના સભ્ય શ્રી વેલજીભાઈ એ અનુમોદનીય લાભ લીધો હતો.

 

ટ્રસ્ટી

 

શ્રી રમણભાઈ શાહ ( મોન્ટેક્ષ ) 

+91 9820035141

 

શ્રી દેવાંગભાઈ ગાંધી 

+91 95862 9977

 

શ્રી સંજય મેહતા

+91 98201 01644

 

શ્રી કૌશિક ભાઇ

+ 91 9327995499

 

શ્રી કુમાર શાહ

+ 91 9870020305

 

તીર્થનું સરનામું 

 

શ્રી મહાવીર સ્વામી શંખેશ્વર જૈન" આગમ મંદિર સંસ્થા

તાલુકો શંખેશ્વર -જિલ્લો પાટણ ગુજરાત -382246

 

મેનેજર કમલેશ શાહ

 

+91 95863 53574

 

આફિસ

 

02733 273323

02733 273335

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top