શ્રી
આદિનાથ ભગવાનનું જિનાલય
બીકાનેર
શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય બિકાનેરમાં
નાહટો ગવાડમાં આવેલું છે. ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1662 ચૈત્ર વદ 7 દિવસે
યુગપ્રભાન શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબે કરી હતી. એ સમયે 40 બીજી
પ્રતિમાઓની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ સુમતિકલ્લોકના સ્તવનમાં છે.
જિનાલયમાં મૂળનાયકના રૂપે 68 અંગૂલની
શ્રી આદિનાથ ભગવાનની અત્યંત સુંદર શ્વેત વર્ણની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકનો
શિલાલેખ આ પ્રકારે છે.
👉🏻 संवत 1662 वर्ष चैत्र वदि 7 दिने। श्री विक्रम नगरे । महाराजाधिराज महाराजा श्री
रायसिंहजी विजय राज्ये।
👉🏻 श्री विक्रम नगर वात्सव्य खरतरसकल श्रीसंघेन श्री आदिनाथ
बिंब कारीतम प्रतिष्ठितम श्री गुरु उपदेशो देव यावज्जीन पाण्मासिक जीवाभारी
प्रवर्तक सकल जैन।
👉🏻 संवत श्री शत्रुंजयादि महातीर्थ कर मोचन स्वदेश परदेश शुल्क
जिजीयादि कर निवर्तन दिल्ली पति सूरत्राण अकबरशाही प्रदत्त युगप्रधान वीरूदाधारै
संतुष्ट शाही दताषाढिया सदमारी स्तम्भ।
👉🏻 तीर्थादि समुद्र जलचर जीव जात संरक्षण समुद्र भूत प्रभुत यश
संगारै वितथ तथा साहीराज समक्षं निराकृत क्रमति कृतोत्सुज्ञा सत्यवचनमया प्रवचन
परीक्षावी शास्त्र व्याख्यान विचारैः विशिष्ठः श्रेष्ठ मंत्रादि प्रभा।
👉🏻 व प्रसाधित पं. नदीपति शोभराज यादि यक्ष परिवारैः श्री
शासनाधिश्वर वर्धमान स्वामी पट्ट प्रभाकर पंचम गणधर श्री सुधर्मा स्वामी प्रमुख
युगप्रधानाचार्य विच्छिन्न परंपरायात श्री चंद्रकला भरण। दुर्लभराज मुखोपलब्ध।
👉🏻 खरतरबिरुद श्री जिनेश्वरसूरि श्री जिनचंद्रसूरि नवांगी
वृत्तिकारक श्री स्थम्भनक पार्श्वनाथ प्रतिमा विभविक श्री अभयदेवसूरि। श्री
जिनवल्लभसूरि श्री जिनदत्तसूरि पट्टानुक्रम समागत सुग्तहितनामधेय श्री श्री श्री।
👉🏻 जिनमाणिक्यसूरि पट्ट प्रभाकरै सदुपदेशादादि म एव प्रतिबोधित
सलेम साही प्रदत्त जीवामय धर्म प्रकरैः। सुविहित चक्र चूडामणि युगप्रधान श्री
जिनचंद्रसूरि पुरदरैः श्री जिनसिंहसूरि।
👉🏻 श्री समयराजोपाध्याय वा हंसप्रमोद गणि। सुमतिकल्लोल गणि
सुमतिसागर प्रमुख सकल साधुसंघ सपरिकरैः श्री आदिनाथ बिंब।
જિનાલયનું નિર્માણ અત્યંત સુંદર કરવામાં
આવ્યું છે. ગર્ભગૃહમાં સામે ચાર બાજુ દિવારો પર અનેક તીર્થોના પટ્ટ છે. મૂળનાયકની
સામે ચારે દાદા ગુરુદેવના ચિત્ર છે.
જિનાલયમાં પાષાણની પ્રતિમાજી છે. આ
જિનાલયમાં સંવત 1686 મિતી ચૈત્ર વદ 4 એ
ચોપડા જયમાં શ્રાવિકા દ્વારા બનાવેલી શ્રી જિનચંદ્રસૂરિની મૂર્તિ , શ્રી
જિનસિંહસૂરિના પગલાં , મરુદેવી માતા અને ભરત ચક્રવર્તી ( હાથી
ઉપર બેઠેલા ) ની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી જિનરાજસૂરિજી એ કરી હતી. એના પછી સંવત 1687 જેઠ
સુદ 10 સોમવારના દિવસે ભરત બાહુબલીની પ્રતિમાઓની
પ્રતિષ્ઠા , સંવત 1690 ફાગણ વદ 7 ગણધર
શ્રી ગૌતમ સ્વામી પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી જિનરાજસૂરિજી એ કરી હતી. આ જિનાલયના
ભંડારમાં ચાંદીના ચક્કેશ્વરી માતાની મૂર્તિ છે જે સંવત 1892 મિતી
ફાગણ વદ 3 શ્રી જિનસૌભાગ્યસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત
અને શ્રી દૌલતરામજી દ્વારા સ્થાપિત છે. શ્રી કુશલસૂરિજીના 1828 મિતી
વૈશાખ સુદ 6 એ પ્રતિષ્ઠિત ચાંદીના પગલાં અહીંયા ભંડાર
ગૃહમાં છે.
આ જિનાલયના ખર્ચની વ્યવસ્થા માટે બજારમાં 5 દુકાનો
છે. 4 દુકાનોની બધી આવક અને એક દુકાનની
આવકમાંથી 10 આનાનો હિસ્સો લક્ષ્મીનાથજી માટે અને 6 આનાનો
હિસ્સો આ જિનાલયને મળે છે. 4 દુકાનો સદર બજારમાં
અને 1 દુકાન બૈદોના બજારમાં છે.
સરનામું
શ્રી
આદિનાથ જિનાલય
નાહટા
મોહલ્લા
બિકાનેર
334001
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો