શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

સામાયિક સૂત્ર || (જૈન ધર્મ)

સામાયિક એ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે કરવામાં આવતી ચોક્કસ આરાધના કે વ્રત છે. આ ક્રિયા દરમ્યાન ચોક્ક્સ સમય માટે એક સ્થળે સ્થિર બેસી સમતા ભાવમાં મનની એકાગ્રતા કેળવવા અને પાપની પ્રવૃત્તિ ઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામં આવે છે. આ આરાધનાનો ઓછામા ઓછો સમય બે ઘડી એટલેક્ ૪૮ મિનિટનો હોય છે. આ આરાધના વખતે પુરુષોદ્વરા ખાસ સાદા સફેદ વસ્ત્રો (ચોલપ્ટ્ટો અને પછેડી) પહેરવાનો આગ્રહ હોય છે. કોઈ પણ સંસારી વસ્ત્રો પહેરવાની મનાઈ હોય છે. આ વ્રત લેવા અને મૂકવા અમુક ખાસ સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સામાયિકની ૪૮ મિનિટ દરમ્યાન પાપ ન બંધાય તેવી ધાર્મિક વૃતિ જેમ કે સ્વાધ્યાય, વાંચન , પઠન , મંત્ર જાપ, ધાર્મિક અભ્યાસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે.

 

સામાયિક વારંવાર કરવાથી ચિત્તમાં શાંતિ, સમાધિ, સમભાવ આવવા જ જોઈએ. જો તે ન આવે તો સમજવું કે- સંસાર પ્રત્યે પરિગ્રહ પ્રત્યેની આસક્તિ હજી ઘટી નથી. શુદ્ધ સામાયિક થતું નથી.

સામાયિક બને ત્યાં સુધી મૌનપૂર્વક કરવું વધારે યોગ્ય છે. તેથી મન-વચન-કાય ગુપ્તિને ગોપવવા-પાળવાની તક મળે. (કદાચ બોલવું હોય તો તે પણ આત્મલક્ષી સ્તોત્ર, સૂત્ર બોલવા યાદ કરવા.)

 

૮૪ લાખ યોની ને ચાર ગતિમાં દેવ અને નરક ગતિના જીવો સામાયિક કરી શકતા નથી. તિર્યંચ ગતિના જીવો સમ્યગ્જ્ઞાન પામે તો કદાચ ભાવથી કરે અને મનુષ્ય ગતિના જીવોમાં જેણે ચારિત્ર-વિરતીનો અંતરાય બાંધ્યો હોય તેવા અથવા અધર્મી આત્મા કરી શકતા નથી. એટલે મહાભાગ્યવાન જ સામાયિક કરવા પ્રેરાય છે.

 

આત્મા એક સરખો એક વિષયમાં પરિણામની સ્થિરતા બે ઘડી જ ટકાવી શકે તેવા આપ્તપુરુષોના વચનો હોવાથી સામાયિકનો કાળ બે ઘડી-૪૮ મિનિટનો સ્વીકારાયો છે.

 

મલ્લિનાથ ભગવાને કેવળજ્ઞાન બાદ પ્રથમ દેશમાંના ‘સામાયિક’ની પ્રરૃપણા કરી હતી.

 

સામાયિકનો પ્રારંભ વિરતિમય જીવનથી થાય. સામાયિકમાં આસનની સિદ્ધિ ‘યોગ’ ના આધારે કરાય છે અને સ્વાધ્યાય એ ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે થાય છે.

 

સામાયિકથી જીવનમાં આવતાં લાભ અલાભ, સુખ દુ:ખ, જીવન મરણ, નિંદા પ્રશંસા તેવી દરેક ઘટનાઓમાં સમતાભાવ રાખવો, મનુષ્યની સાધનાનું સર્વોચ્ચ શિખર છે. સામાયિક આત્માનો ખોરાક છે. સામાયિક કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધીમાંથી મુક્તિ મળે છે. સામાયિકથી સંકલ્પબળ, આત્મબળ, તથા મનોબળનો વિકાસ થાય છે. સામાયિક શુદ્ધ નિસ્વાર્થભાવથી કરશો તો આધ્યાત્મિક લાભ એટલે કર્મની નિર્ઝરા વિશેષ થશે.

 

સામાયિક નું ફળ ||

 

એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે.

લાખ ખાંડી = 20 લાખ મણ

20 લાખ મણ = 8 ક્રોડ શેર થાય,

8 ક્રોડ શેર = 320 ક્રોડ તોલા

1 તોલા નો જે ભાવ થાય તે 320 ક્રોડ સાથે ગુણવાથી જે રકમ થાય એટ્લા રૂપિયા થાય.

કહેવાનો આશય એ છે કે તેનું મૂલ્ય વિશ્વની કોઇપણ વસ્તુથી આંકિ શકાય તેમ નથી.

 

સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ, ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો ને પચીસ ઉપર ત્રણ અષ્ટ્માંશ (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮) પલ્યોપમનું આયુષ્ય બાંધે.

 

ક્રોડો ભવોસુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઇ જાય છે.

 

જે કોઇ જીવ મોક્ષે ગયા, જાય છે, કે જશે તે બધો સામાયિક નો પ્રભાવ છે.

 

કોઇ અજ્ઞાનની જીવ ઘરમાં કે પોતાના જીવનમાં શાંતિ મેળવવા હોમ કરે, હાવન કરે, મંત્ર-તંત્ર-દોરા-ધાગાવાળાઓ પાસે જાય અને છેવટે તો પુણ્ય વગર તેઓ પણ કશું ના આપિ શકે.

 

શ્રિજિનેશ્વર પરમાત્માએ બાતાવેલ સામાયિક કરવાથી તાત્કાલ જીવને શાંતિની અનુભુતિ થાય છે. તેના માટે મેડિટેશનની શિબિરમાં જવાની પણ કાંઇ જરૂર રહેતિ નથી. સમતા પુર્વક ના સામાયિકથી માત્ર શાંતી જ નહી પણ પરમપરાએ યાવત મોક્ષ પણ મલે છે.

 

રોજ એક બે અથવા મહિનામાં અમુક સામાયિક કરવા એવી ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાંચન વગેરેનો સુંદર લાભ મળે છે. રોજ થોડું થોડું કરતા ઘણું ધર્મધન ભેગું થાય છે.

 

કરૂણાસાગર અરિહંત પરમાત્માએ ફરમાવેલી સામાયિક ધર્મની આવી સાધના વિના આત્માપર લાગેલા અનેક જન્મોના અશુભકર્મોનો ક્ષય થાય નહિ અને કર્મોથી દબાઇ ગયેલા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે મહાન ગુણો પ્રગટ થાય નહિ.

 

જેટ્લીવાર સામાયિક કરીએ તેટલીવાર અશુભકર્મોનો ક્ષય થાય છે. દરેક શ્રીતીર્થંકર ભગવાન પણ રાજપાટ, વૈભવ છોડી કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા જિંદગીનું સામાયિક – દીક્ષા લે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top