હે દીનાનાથ
હે
કરુણાસાગર
મારા વ્હાલા પ્રભુ
તુજને
છોડીને ક્યાં જાઉં,
તારા
વિના જગનો છેડો ન જડે.
તુજ
ધરતીને તુજ છે ગગન,
તુંજ
તેજ ને તુંજ રેલાતી ચાંદની.
તારા
વિના સંસારમાં લાગે અંધારું,
તુજ
સુખનો અનંત સમંદર.
તુજ
ઉર ઉમંગ ની છે મીઠી લહેર,
તારા
વિના સુના લાગે કિનારા,
તુજ
માયાને તુજ સાચી મૂડી.
તુજ
છે હૈયાની સાચી વિરાસત.
તારા
વિના કિંમત છે મારી કોડીની,
તુજ
મારી ઓળખ ને તુજ છે પરખ.
તુજ
મારી શક્તિ ને તુજ મારો આધાર.
તેતો
બંધાવી જગમાં કરુણા ની પરબ.
ચૌદ
રાજલોકમાં જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં, મારુ હૈયું તારી જ
હયાતી માંગે.
તારા
વિના જગનો છેડો ન જડે.
તુજ
છે સુખ-દુઃખનો સાચો સાથીદાર.
અપાર
પુણ્યોદયે આ ભવમાં મળ્યા છો,
ભવોભવ
મળતાં રહેજો-એજ મારી લાગણી ને એજ મારી માગણી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો