આજની
યુવાન પીઢી અને દીક્ષા
( Part - 1 )
ખુબજ
સુંદર સવાલ છે ..
કેમ યુવાન પીઢીની વધતી દીક્ષા ?
શુ
આપણે જે ભૌતિક સુખ - સાહેબીમાં આપણે રચ્યાપચ્યા છીયે ... તે સુખ ખરેખર ટકાઉ છે કે
ક્ષણીક છે... ?
આપણે
યુવાન વય મા જે જે સંસારી સુખ નો મોહ છે તે શુ કાયમ રહેવાનો ?
ક્ષણીક
સુખ.....અને વારંવાર આવતા દુ:ખ...
આ
સુખ દુ:ખ ના ચઢાવ ઊતાર ના માર્ગમા આજના યુવક - યુવતી ના મન એક અલગજ આધ્યાત્મિક જગત
તરફ
વળી
રહ્યા છે .....
આત્માને
મોક્ષ પ્રાપ્તિ વો માર્ગ....અને આજના યુવક - યુવતી મનોમંથન કરે છે ......
જીવનના
બંધનોમાં જકડાયેલો યૌવન વયના માનવી વારંવાર એ બંધનો તોડવાનો વિચાર કરે છે....
ક્યારેક
એકાએક આવા બંધનો તોડી નાખવા માટે ઉત્સુક થાય છે.
પરંતુ
વાસ્તવિકતા એ છે કે એણે મૂળને પાણી પાવાની જરુર હોય છે, પાંદડાને
નહી.
એવું
જીવન જયા સંસારનું
ખાેટુ - ભૌતિક સુખ નહી પણ .... સાચો
સમજાવાળો ધર્મ અને આત્મકલ્યાણ નો માર્ગ એટલે ........
સંયમ ..... દીક્ષા ......
“ મહાન એ જીનશાશન ...
એ
જીનશાશન મા ...
ભર
યુવાનીમા દીક્ષા લેણારા મહાન..।।
સંસારની
સુખ સાહેબી છોડી સંયમ લેણારા મહાન ......
આજે
આપણે સદંતર જોઈ રહ્યો છીયે ...
જયા
જુવો ત્યાં દીક્ષાના મુહૂર્તો..
દીક્ષાનો
માહોલ ...
અને
એ પણ લગભગ ભણેલા ગણેલા ..( well Educated) .. સમૃદ્ધ પરીવાર માથી
આવતા ... યુવક યુવતી ...
આજુબાજુ
કેવું પ્રબળ સંસારી ભૌતિક સુખ સાહેબી .. લાલસા ભરેલું જીવન તો પણ આ ઊમર મા આવી અડગ
પ્રબળ સંચમની ભાવના ?
અદ્ભુત
.. અકલ્પનીય ... છે
“ સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ
એણે ત્યાગી....
સંગાથ
સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી ....
દીક્ષાની
સાથે પંચમહાવ્રત, અંતરમાં ધરનારા...
આ
છે અણગાર અમારા.....
આજના
જમાનામાં જ્યારે લોકો દસ મિનિટ માટે પણ પોતાનો મોબાઈલ નીચે મૂકતા નથી.
ઘર
અને કારમાં એસી વિના રહી શકતા નથી. અઠવાડિયામાં એકવાર રેસ્ટોરાંમાં જવાનું કે મૂવી
જોવા જવાનું છોડી શકતા નથી...
ત્યારે
કેટલાંક યુવાન વયના એવા છે જે આ બધા જ સાંસારિક પ્રલોભનો છોડીને સાદગીભર્યું જીવન
જીવવાના માર્ગ પર ચાલવા માગે છે....
એવા
દીક્ષાર્થીઓમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયરો, આર્કિટેક્ટનો
સમાવેશ થાય છે.
18થી 40 વર્ષની ઉંમરના લોકોનું
ગ્રુપ એવું છે જે સમૃદ્ધ પરિવારમાંથી આવે છે....
આજે
ડાયમંડ અને બિલ્ડિગલાઇન સાથે સંકળાયેલા વેપારીઓના યુવાન પુત્રો (Bussinessman daughter)
CA , ડોકટર .. વીવીધ ઊંચી ડિગ્રી ધરાવતા યુવક
- યુવતીઓ
દીક્ષા
ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે .......
પોતાની
કરોડોની સંપત્તિ છોડીને જૈન સાધુ બની રહયા છે
નાની
કે મોટી ઉંમરમાં છોકરા છોકરીઓએ પોતાની સંપત્તિ અને કેરિયર અને બધી જાહોજહાલીને
છોડીને સાધુ કે સાધ્વી બની રહ્યા છે ..
સુખસુવિધાવાળી
જીંદગી છોડીને સાધુ બનતા લોકો આપણને થોડા અજીબ જરૂર લાગે ....
પરંતુ
તેમનું માનવું હોય છે કે તેઓ ઘણાં સમયથી ઘણાં બેચેન રહે છે. ભૌતિક સુખ સગવડો તેમને
ખુશી નથી આપતી જેમની તેમને શોધ છે.
જેના
કારણે તેમણે આ બધું છોડી દીધું અને જાતે ભગવાનને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે
...
“ ના પાંખો વીંઝે ગરમીમાં ના ઠંડીમાં કદી
તાપે ...
ના
કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાપે....
નાનામાં
નાના જીવોનું પણ, સંરક્ષણ કરનારા
આ
છે અણગાર અમારા...
અપુર્ણ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો