શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરી

સદીઓને અજવાળતા સૂરિવર

 

પોતાના આત્માને અજવાળનાર,

પોતાના સંપર્ક માં આવેલા જીવોને અજવાળનાર અનેક પુણ્યાત્માઓ થઈ ગયા.

 

કોક જ એવા સાત્વિક પુરુષો સદીઓને અજવાળતા હોય છે.

 

સમગ્ર રામાયણમાં શ્રી રામ કેન્દ્ર સ્થાને છે.

એવી રીતે વીસમી સદીમાં આચાર્ય શ્રી રામચંદ્ર સૂરિજી આગવું સ્થાન શોભાવી ગયા.

 

જાહેર જીવન જીવનારને પ્રસિદ્ધિ પણ મળે સાથે વિરોધ નો વાવંટોળ સર્જાય એ સહજ છે.

 

સંવાદ સાથે વિવાદ

ફકત આનાથી તેઓની ગુણ ગરિમાને ઓળખવાનો માપદંડ

યોગ્ય નથી

 

મહાન પુરુષો પ્રસિદ્ધિને પચાવે છે

 તાત્વિક વિરોધ ને વધાવે છે.

 

કારણકે કદાગ્રહ વગર નો વિરોધ તત્ત્વ સુધી લઈ જાય છે.

વ્યક્તિ દ્વેષ વગર નો વાદ-વિવાદ સત્યની સમીપ લઈ જાય એવું પણ બને છે.

 

સાત્વિક પુરુષો તે તે સમયે આવતાં પ્રશ્નોને ન્યાય આપવાનો પ્રયત્ન કરતાં હોય છે.

 સમય ના પ્રવાહમાં તેઓ તણાતા નથી.

લોક જુવાળમાં ખેંચાતા નથી.

 

નવો મત ઊભો કરતાં નથી.

પણ સાચા મતની સમીપ જવામાં ઉપેક્ષા કરતાં નથી.

 

કર્તવ્યના કાંટાળા પથ પર ચાલનારને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતાં તેઓ જરા પણ ડગતાં નથી.

 

સર્વમાન્ય થવાના અભરખા સેવતાં નથી.

 

સંકલેશ ,ઝઘડા,નિરર્થક વાદ વિવાદ ઉભા કરતા નથી પણ

સાચી વાત સારી રીતે કરવા છતાં

પણ ઉભી થતી દરેક પરિસ્થિતિ માં નિર્ભય રહે છે.

 

પ્રભુ સમક્ષ પોતે લીધેલી પ્રતિજ્ઞાની વફાદારી ને જીવન પર્યંત જાળવી રાખે છે.

 

બાંધ છોડ,શિથિલ આચરણ થી તેઓ અળગા રહે છે.

 

નબળાની સોબત થી છેટા જ રહે છે.

 

લોકોની વચ્ચે રહીને પણ લોકોથી અલિપ્ત રહે છે.

 

પોતાના આશ્રિતો ને સદૈવ સહાયક બને છે.

 

સદૈવ આત્મકલ્યાણ ની ભાવના અને પર હિતચિંતા તેઓના રગે રગેમાં વણાઇ ગઈ હોય છે.

 

જે પ્રભુ શાસનને પોતાનું જીવન સમજણપૂર્વક સમર્પિત કર્યું છે તેની સેવામાં જરા પણ કચાશ રાખતાં નથી. પોતાના સંપૂર્ણ અસ્તિત્વને આ મહા શાશનમાં ઓગાળી દે છે.

 

આ શાશનની સેવા કરનારા ચારેય પ્રકારના શ્રી સંઘને દરેક પ્રકારનું બળ પૂરું પાડે છે.

 

પોતાના અને પારકાનો ભેદ રાખતાં નથી.

પ્રભુ શાશનના હોય એ તમામ પોતાના અને બાકીના પોતાના ગણાતા કે દેખાતા હોય તો પણ પારકા આવું સાદું પણ સ્વાર્થ વિહોણું ગણિત તેઓનું હોય છે.

 

અનેકોના કલ્યાણને કરનારા એવા જૈન શાશન ના સત્યો સામે વિદ્રોહ કરનારની સામે જાનની બાજી પણ લગાવી દેતાં અચકાતાં નથી.

તેને કારણે આવતાં અપમાન,તિરસ્કાર,માનહાની,અપયશ,તકલીફ ને પ્રસન્નતા પૂર્વક સહન કરે છે.

 

દેવ ગુરુની કૃપાથી જીવનના જે પરમ સત્યો સમજાયા છે તેને સહુ સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં તેઓ જરાં પણ આળસ કરતાં નથી.

 

પાંચ પ્રકારની ઇન્દ્રિયોનું સંવરણ કરનારા હોય છે.

નવ વિધ બ્રહ્મચર્ય નું પાલન કરનારા અને ચાર કષાયો થી મુક્ત હોય છે.

પાંચ મહાવ્રત ને ધારણ કરનારા અને

પંચાચારના પાલન માં સમર્થ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ થી યુક્ત હોય છે.આવા છત્રીસ ગુણો થી યુક્ત એવા મારા ગુરુ છે.

 

આવા અનેક ગુણોને જેઓએ આત્મસાત્ કર્યા છે એવા ભારત વર્ષ ના અલંકાર સમાં પુજ્યપાદ

આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્એ તેઓના ગુણોનો અંશ પણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના..

 

109 મી દીક્ષા તિથિએ વંદના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top