શનિવાર, 22 જાન્યુઆરી, 2022

શ્રી સિદ્ધાચલ મહાતીર્થમાં સંઘપતિઓની આછી ઝલક

શ્રી ભરત ચક્રવર્તીએ આ ગિરિવર ઉપર આવી સુવર્ણનો પ્રાસાદ કરાવી મણિમય શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. તેમના સંઘ બાદ તેમના જ સમયમાં 99 કરોડ , 89 લાખ , 84 હજાર રાજાઓએ સિદ્ધગિરિના સંઘો કાઢ્યા હતા. 

 

સગર ચક્રવર્તીએ સંઘ સાથે આવી ઉપર તાંબાનો જિનાલય બનાવી જેમાં રત્નમય શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના સમયમાં

50 કરોડ , 95 લાખ 75 હજાર રાજાઓએ ગિરિરાજના છ'રી પાલક સંઘો કાઢ્યા હતા.

 

પાંડવોએ કાષ્ઠના જિનાલયો કરાવી લેપમય જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે

25 કરોડ , 95 લાખ , 75 હજાર રાજાઓએ આ ગિરિરાજના છ'રી પાલક સંઘો કાઢ્યા હતા. 

 

પાંડવોથી લઈને વિક્રમરાજ સુધીમાં શ્રેણિક , દધિવાહન , શિલા દિત્ય , વિક્રમાદિત્ય વગેરે 84 હજાર રાજાઓ આ શાશ્વતગિરિના સંઘ કાઢી સંઘપતિ બન્યા હતા. 

 

જાવડશાહ શેઠથી લઈને સમરાશા શેઠના સમયમાં 

3 લાખ 84 હજાર શ્રાવકોએ સંઘપતિ પદ ધારણ કર્યું હતું.

 

70 હજાર ભાવસાર શ્રવકો સંઘપતિ બન્યા.

 

16 હજાર રાજપૂતો સંઘના કારણે સંઘપતિનું બિરુદ પામ્યા. 

 

15 હજાર જૈન બ્રાહ્મણોએ ગિરિવરના સંઘ કાઢી સંઘપતિપદ ધારણ કર્યું હતું. 

 

12 હજાર અંજીણા ( આંજણા ) જાતિના સંઘપતિ થયા હતા.

 

9 હજાર લેઉઆ પાટીદાર સંઘપતિ બન્યા હતા.

 

5045 કંસારા સંઘપતિ બન્યા હતા.

 

7000 માતંગ જાતિના સંઘપતિ બન્યા હતા. 

 

500 ઉકકડ ઢેઢ સંઘપતિ બન્યા હતા. તેઓ તળેટીની પ્રદક્ષિણા દઈ પાછા ફર્યા હતા. જાતિથી મલિન ગણાતા હોવાને કારણે ઉપર ગયા ન હતા.

 

      આ અવસર્પીણી કાળમાં ગણીએ તો અસંખ્ય આત્માઓ આ ગિરિરાજની ભક્તિથી સંઘો કાઢી , જગમાં શ્રાવકને મળતા વિશિષ્ટ એવા સંઘપતિપદ પર બિરાજમાન થયા હતા. અને વર્તમાનમાં અનેક થઈ રહ્યા છે અને મનુષ્ય ભવ સાર્થક કરી રહ્યા છે , કે જે પદના ગુણગાન શ્રી તીર્થંકરો ભગવંતોએ પણ કર્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top