શનિવાર, 22 જાન્યુઆરી, 2022

Stuti

ચિતરીને હદયનાં કેનવાસ પર

તુજને, સફેદ રંગ પુરી દઉં.

 

કરુણાનો ભાવ આપી મુખ

પરે, સ્મિત તરંગ પુરી દઉં.

 

હદયનાં શુદ્ધ ભાવ, શુભ

સમજણથી તારી ભક્તિ કરી લઉ.

 

આજ્ઞા તારી બરાબર સમજી 

તેનું યથાયોગ્ય પાલન કરી લઉ.

 

દર્શન-જ્ઞાન-ચારિત્ર્યની

ત્રિવેણીમાં ડૂબકી લગાવી દઉં.

 

મારો તારી સાથેનો સંબધ

ભવોભવ તુંજ મળે એવો

પાક્કો કરી દઉં.

 

મિથ્યાત્વને વિદાય કરીને સાચા

દર્શનને સ્થાપિત કરી દઉં

 

જે વર્ણવી ન શકાય મારાથી 

એવો ઉત્કૃષ્ટ ભાવ હદયે ધારી લઉ.

 

વ્યક્ત કરી દઉં મારી દિલની

વ્યથા, સદા જે અવ્યક્ત સરતી.

 

મને જણાવી દે મારા વ્હાલા

તારે ને મારે હવે છેટું રહ્યું કેટલું?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top