શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

પાર્શ્વનાથ ભગવાન પરિચય

ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પાંચમા પટ્ટધર યુગપ્રભાવક વિદ્યાધરકુલાધિનાયક મહાતેજસ્વી મહાજનસંઘના પ્રથમ નિર્માતા અહિંસા સિદ્ધાંતના મહાન પ્રચારક યજ્ઞ હવનના મહાન ક્રાંતિકારી વિરોધી

 

આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી મહારાજ સાહેબ

 

                  શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ પટ્ટધર શ્રી શુભદત્તાચાર્ય હતા. અને બીજા અને ત્રીજા હરિદત્તસૂરિજી અને સમુદ્રસૂરિજી હતા. ચોથા શ્રી કેશી સ્વામી હતા. કેશી સ્વામી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પ્રભાવક આચાર્ય થયા હતા. એ પાર્શ્વનાથ ભગવાનના શાસનના હતા તેથી મહાવીર સ્વામીના શિષ્યોથી અલગ વિચરતા હતા. અલગ વિચરણના ઘણા કારણ હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાધુ 4 મહવ્રત પાળતા હતા પંચરંગ વસ્ત્ર ધારણ કરતા હતા. જ્યારે શ્રી મહાવીર સ્વામીના સાધુ પાંચ મહાવ્રત પાળતા હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કરતા હતા. ભેદ સાધનોમાં હતા પરંતુ બંને સમુદાયના સાધુ જૈનતત્વમાં લીન રહેતા હતા. એટલે બંને સમુદાય ભેગો થવામાં સમય લાગ્યો નહિ. ગૌતમ સ્વામી અને કેશી સ્વામીનું મિલન થયું અને ગૌતમ સ્વામીએ કેશી સ્વામીની બધી શંકાનું સમાધાન કર્યું. કેશી સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીના શાસનનો સ્વીકાર કર્યો અને જે ભેદ હતા એ દૂર કરીને ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞામાં વિચરણ કરવા લાગ્યા. એમના પટ્ટધર આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી થયા.

 

                  આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી મહારાજ સાહેબ વિદ્યાધરકુલના નાયક હતા , અનેક વિદ્યા અને કલાઓમાં નિષ્ણાત હતા. પૂજયશ્રી એ એમના જીવનમાં યજ્ઞ અને હવનોને પાખંડપૂર્ણ ક્રિયાઓને દૂર કરીને શુદ્ધ અહિંસા ધર્મનો બધે પ્રચાર કરવાનો એમનો મુખ્ય ધ્યેય બનાવ્યો હતો. એ મોટા તપસ્વી અને ઉગ્રવિહારી હતા. જ્યાં બીજા સાધુ વિહાર કરવામાં અચકાતા હતા ત્યાં આ વિહાર કરતા અને ધર્મનો પ્રચાર કરતા હતા.

 

                    પૂજયશ્રીને આ અનુમાન લગાવ્યો હતો કે જૈન ધર્મને લોકો કુળમર્યાદા અને પદ્ધતિથી સ્વીકાર નહિ કરે ત્યાં સુધી બધા પ્રયત્નો નિષ્ફળ રહેશે. એ સમયે અર્બુદાચલ પ્રદેશમાં નવી ક્રાંતિ થઈ રહી હતી. ત્યાં હવન યજ્ઞોનું બહુ જોર હતું. અત્યાર સુધી કોઈ વિરલા જ જૈનાચાર્યએ આ પ્રદેશમાં વિહાર કર્યો હતો. પૂજયશ્રી એ એમના 500 શિષ્યો સાથે મહાવીર નિર્વાણના 57 ( 52 ) વર્ષ પછી વિક્રમ સંવત 413-4 પૂર્વ અને ઈ. સ. 470-1 વર્ષ પહેલાં અર્બુદગિરિ વિહાર કર્યો. રસ્તામાં અનેક તીર્થોની દર્શન કરતા પૂજ્યશ્રી અર્બુદગિરિ તીર્થ પધાર્યા. ત્યાં દર્શન કરીને પૂજ્યશ્રીએ શ્રીમાલપુર નગરી તરફ વિહાર કર્યો. પૂજયશ્રી ને અર્બુદતીર્થ પર ખબર પડી ગઈ હતી કે શ્રીમાલપુરમાં રાજા જયસેન એક મોટો યજ્ઞનું આયોજન કરી રહ્યા હતા. પૂજયશ્રી શ્રીમાલપુર આવીને રાજસભામાં આવ્યા. અને યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ પંડિતો સાથે વાદ કર્યો. એમાં પૂજયશ્રીની જય ( જીત ) થઈ. પૂજયશ્રીની દેશના સાંભળીને રાજા જયસેન અત્યંત મુગ્ધ થયા. અને રાજાએ શ્રીમાલપુરમાં રહેનારા 90000 લોકો સાથે કુલ મર્યાદા પદ્ધતિથી જૈન ધર્મ અંગીકૃત કર્યો. જૈન સમાજની સ્થાપનાનો આ દિવસ પ્રથમ બીજારોપણનો હતો એવું માનવું જોઈએ.

 

શ્રીમાલપુરમાં જે જૈન બન્યા હતા એમાંથી શ્રીમાલપુરમાં પહેલા વસેલા લોકોનું કુળ " પ્રાગ્વાટ " નામથી અને શ્રીમન્તજન " શ્રીમાલ " તથા ઉત્કટ ધનવાળા " ધનોત્કટા " નામથી પ્રસિદ્ધ થયા. શ્રીમાલપુરથી પૂજયશ્રી તેમના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતા પદ્માવતી નગરમાં પધાર્યા.

 

                   પદ્માવતીના રાજા પદ્મસેન કટ્ટર વેદમતાનુયાયી હતા. એ પણ બહુ મોટા યજ્ઞનું આયોજન કરી રહ્યા હતા. આખું નગર યજ્ઞનું આયોજન કરતું હતું અને વિવિધ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી હતી. પૂજયશ્રી સીધા જ પદ્મસેન રાજાની રાજસભામાં પધાર્યા. બ્રાહ્મણ પંડિતો અને પૂજયશ્રીમાં યજ્ઞ અને હવનના વિષયમાં વાદ થયો. વાદમાં આચાર્યશ્રીનો વિજય થયો. આચાર્યશ્રીની સાગર ગર્ભિત દેશના અને આચાર્યશ્રીનો દયામય અહિંસા સિદ્ધાંતથી રાજા પદ્મસેન અત્યંત પ્રભાવિત થયો. પદ્માવતી નગરીના 45000 પુરુષો - સ્ત્રીઓ સાથે રાજા પદ્મસેનને કુલમર્યાદા પદ્ધતિ સાથે જૈન ધર્મ સ્વીકાર કર્યો. પદ્માવતી નગરી અરવલ્લીય પર્વતના પૂર્વ ભાગને જેને પૂર્વપાટ પણ કહે છે પાટનગરી હતી. શ્રીમાલપુરના પૂર્વ ભાગના અર્થાત પૂર્વપાટમાં વસેલા જૈન ધર્મ સ્વીકાર કરાવનારા કુલોને જેવી રીતે પ્રાગ્વાટ નામ આપ્યું હતું એને ધ્યાનમાં રાખીને પૂર્વપાટની રાજ નગરી પદ્માવતીમાં જૈન ધર્મ સ્વીકારનારા કુળોને પણ પ્રાગ્વાટ નામ આપ્યું હતું. શ્રાવક વર્ગની પ્રભાવશીલતાના કારણે ભિન્નમાલ અને પદ્માવતીને સંયુક્ત પ્રદેશનું નામ " પ્રાગ્વાટ " પડી ગયું.

 

                  આ પ્રકારે આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી મ.સા. શ્રીમાલ શ્રાવક વર્ગ અને પ્રાગ્વાટ શ્રાવક વર્ગની ઉત્પત્તિ કરીને જે સ્થાયી જૈન સમાજનું નિર્માણ કર્યું. આ કાર્ય મહાન કલ્યાણકારી અને ગૌરવની એક માત્ર વસ્તુ નહિ પણ સાચા શબ્દોમાં આ ભગવાન મહાવીરના શાસનની દ્રઢ ભૂમિનું નિર્માણ કરવાનું મહા સ્તુત્ય કર્મ હતું. જીવનભર પૂજયશ્રી આ પ્રકારે હિંસાવાદના પ્રતિ ક્રાંતિ કરતા રહ્યા અને જૈન ધર્મનો પ્રચાર કરતા રહ્યા. અંતમાં પૂજયશ્રી 51 વર્ષ સુધી ધર્મપ્રચાર કરતા શ્રી શત્રુંજય મહાતીર્થ પર અનશન કરીને ચૈત્ર સુદ 11 દિવસે વીર સંવત 52 માં સમાધિપૂર્વક સ્વર્ગે ગયા. પછી આપશ્રીની પાટ પર મહાન યોગ્ય શિષ્ય શ્રી રત્નચૂડ બિરાજમાન થયા. જે રત્નપ્રભસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા.

 

                   શ્રીમદ રત્નપ્રભસૂરિજીએ ગુરુના કાર્યને આગળ વધાર્યું. ઓસીયા નગરીમાં પૂજયશ્રી એ " ઓસવાલ શ્રાવક વર્ગની " ઉત્પપ્તિ કરીને ગુરુના પગલે શ્રદ્ધાપૂર્વક આગળ વધ્યા. અને ગુરુ

કાર્યને પૂરું કરવાનું જો શિષ્યનું પરમ કર્તવ્ય હોય છે એ સિદ્ધ કરીને બતાવ્યું. જૈન સમાજ શ્રીમદ્દ સ્વયંપ્રભસૂરિજી અને શ્રીમદ્દ રત્નપ્રભસૂરિજીના જેટલા પણ ગુણ ગાયે એટલા ઓછા છે. આ પહેલા બે આચાર્ય હતા જેને આજના જૈન સમાજના પૂર્વજોને જૈન ધર્મની કુલમર્યાદા પદ્ધતિથી દીક્ષા આપી હતી. જો આ આવી રીતે દીક્ષા ન આપે તો બહુ સંભવ છે કે જૈન ધર્મનું આજ જેવું આપણે વૈશ્યકુલ આધાર લઈએ છે તેવું આપણું આધાર નહોત. બીજા કોઈ જ્ઞાતિ કે સમાજમાં આપણે હોત. કેટલાય હિંસક અથવા માંસ અને મદિરાનું સેવન કરતા હોઈએ. આ આપણે બીજા કુળોને જોઈને અનુમાન લગાવી શકીએ છે.

 

પ્રાગ્વાટ- ઇતિહાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top