શનિવાર, 22 જાન્યુઆરી, 2022

શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ

શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ હસ્તિનાપુર.....

 

ઉત્તરપ્રદેશમાં મેરઠ જિલ્લામાં આવેલું તીર્થ એટલે હસ્તિનાપુર તીર્થ અહીં મુળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ગુલાબી વર્ણની લગભગ ૯૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે...

 

હસ્તિનાપુર એક પ્રાચીન નગર છે હસ્તિનાપુર તીર્થ યુગાદિદેવ શ્રીઆદીશ્વર ભગવાનના સમય જેટલું પ્રાચીન છે.....

 

શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી #કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાનના ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન એવા બાર કલ્યાણક આ ભૂમિ પર થયા હોવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું છે....

 

ભગવાન #મલ્લિનાથ અને શ્રી મહાવીર સ્વામીની ચરણરજથી આ નગરી પાવન થયેલી છે.

 

શ્રી #આદિનાથ ભગવાનને શ્રી #શ્રેયાંસકુમારે અહીં જ ઇશુરસના પારણાં કરાવ્યાં હતાં...

 

ભગવાન #મહાવીર પછી અનેક વિદ્વાન આચાર્યો, મહાન આત્માઓના જન્મ તેમજ ભાવિક સંઘોના પદાર્પણથી આ ભૂમિ અત્યંત પવિત્ર બનેલી છે....

 

મૂળનાયકની પ્રતિમાની પ્રતિષ્ઠા વખતોવખત થતી આવી છે. એનો છેલ્લો જીર્ણોદ્વાર વિ.સં. ૨૦૨૧ માગશર સુદ ૧૦ના દિવસે થયો હતો.....

 

👉અહીં ધર્મશાળા તેમજ ભોજનાલયની સુંદર સગવડ છે.

 

તીર્થનું સરનામું

 

શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતાંબર તીર્થ ટ્રસ્ટ

#હસ્તિનાપુર, જિલ્લો - #મેરઠ #ઉત્તરપ્રદેશ -૨૫૦૪૦૪

 

ફોન નંબર :- ૮૭૫૫૫૦૩૩૫૦

#hastinapur

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top