શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

Jain Question Answer

સ. ૧, પૂજાના મુખ્ય કેટલા ભેદ છે? અને કયા કયા?

જ. ૧. પૂજાના બે ભેદ છે. (૧) દ્રવ્યપૂજા (૨)ભાવ પૂજા.


સ. ૨. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એટલે શું?

જ. ૨. દ્રવ્યપૂજા એટલે જલ-ચંદન-પુષ્પાદિ સામગ્રી વડે પ્રભુની પૂજા કરવી તે અને ભાવપૂજા એટલે ચૈત્યવંદન તથા પ્રભુના ગુણગાન આદિ કરવાં તે.


સ. 3. દ્રવ્યપૂજા કેટલા પ્રકારની છે?

જ. ૩, દ્રવ્યપૂજા પાંચ, આઠ, સત્તર, એકવીસ, અને એકસો આઠ પ્રકારની છે.

 

, , ભાવપૂજા કેટલા પ્રકારની છે?

જ. ૪. ચૈત્યવંદન કરવું, સ્તુતિ બોલવી, ગીત, નૃત્ય, ભાવના વગેરે ભાવવી તે.

 

સ. ૫. અષ્ટપ્રકારી પૂજાનાં નામ આપો.

જ. પ. ૧. જલપૂજા, ૨. ચંદન પૂજા, ૩. પુષ્પપૂજા, ૪. ધૂપપૂજા, ૫. દીપકપૂજા, ૬. અક્ષતપૂજા,

૭. નૈવેધપૂજા. ૮. ફળપૂજા.

 

સ. ૬. દ્રવ્યપૂજાના મુખ્ય કેટલા ભેદ છે? અને ક્યા કયા?

જ. ૬. દ્રવ્યપૂજાના બે ભેદ છે. (૧) અંગપૂજા (૨)અગ્રપૂજા.

 

સ. ૭. અંગપૂજા એટલે શું? અને કઈ કઈ પૂજા અંગપૂજામાં ગણાય છે.

જ. ૭. અંગપૂજા એટલે શુદ્ધ વસ્તુઓ વડે પ્રભુના શરીરે પૂજા થાય છે. પહેલી ત્રણ પૂજા

(૧) જલપૂજા (૨) ચંદન પૂજા (૩)પુષ્પપૂજા અંગપૂજામાં ગણાય છે.

 

સ. ૮, અગ્રપૂજા એટલે શું? કઈ કઈ ને પૂજા અગ્રપૂજામાં ગણવામાં આવે છે?

જ. ૮. અગ્રપૂજા એટલે પ્રભુની સામે ઉભા રહીપૂજા થાય તે, છેલ્લી પાંચ પૂજાઓ અગ્રપૂજા

ગણાય છે. (૪) ધૂપપૂજા (૫) દીપરપૂજા (૬) અક્ષતપૂજા (૭) નૈવેધપૂજા (૮) ફળપૂજા,

 

સ. ૯, પંચામૃત એટલે શું?

, , દૂધ-દહી-ઘી-સાકર અને પાણી.

 

સ૧૦, જળપૂજા એટલે શું?

જ. ૧૦, જળપૂજા એટલે પ્રથમ પંચામૃતથી પ્રભુને અભિષેક કરી પછી પાણીથી પ્રક્ષાલ કરવો તે.

 

સ. ૧૧, ચંદનપૂજા એટલે શું?

જ. ૧૧. ચંદનપૂજા એટલે કેસર, સુખડ, બરાસ, કસ્તૂરી વગેરેથી પ્રભુની પૂજા કરવી તે.

 

સ. ૧૨, પુષ્પપૂજા એટલે શું?

જ. ૧૨. પુષ્પપૂજા એટલે સુગંધી-રંગબેરંગી અને ભાત-ભાતનાં ઉત્તમ ફૂલો પ્રભુને ચઢાવવાં તે.

 

સ.૧૩. ધૂપપૂજા એટલે શું?

જ. ૧૩. ધૂપપૂજા એટલે પ્રભુની સામે ઊભા રહીને દશાંગ-કપૂર અગરબત્તી-ચંદન વગેરેનો ધૂપ કરવો.

 

સ. ૧૪. દીપકપૂજા એટલે શું?

જ. ૧૪. પ્રભુની સામે ઊભા રહીને આરતિ-મંગળદીવો ઉતારવો તે અથવા પ્રભુની આગળ દીપક ધરવો. તે.


સ. ૧૫. અક્ષતપૂજા એટલે શું?

જ. ૧૫, અક્ષતપૂજા એટલે પ્રભુની સામે ચોખાનો સાથીઓ કરવો તે.

 

સ. ૧૬. નૈવેધપૂજા એટલે શું?

જ. ૧૬. નૈવેધપૂજા એટલે સાથીઓ ઉપર પતાસું, સાકર, પેંડા, બરફી વગેરે મૂકવું તે.

 

સ. ૧૭. ફળપૂજા એટલે શું?

જ. ૧૭. ફળપૂજા એટલે સિદ્ધશિલા ઉપર શ્રીફળ, બદામ, સોપારી, નારંગી, મોસંબી, કેરી, જામફળ વગેરે મૂકવાં. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top