શનિવાર, 15 જાન્યુઆરી, 2022

Girnar Shobhe Dekho Nemji Samaliya ગિરનારે શોભે દેખો નેમજી

(રાગ : કોન દિશા મેં લેકે ચલા રે)


નેમ નેમ મારા, નેમ નેમ મારા,

નેમ નેમ મારા નેમજી… (૨)


ગિરનારે શોભે દેખો નેમજી શામલીયા

મુખડું જોવા ને ટમટમ, ચમકે છે તારલીયા,

જોવા ચમકે છે તારલીયા, બેઠા મલકે છે શામલીયા,

રાજીમતી ના, મન વસીયા..

ગિરનારે શોભે…


મધુબનમાં જ્યાં પગલા માંડે, યોગી એવા નેમકુમાર,

વિચરે ત્યાં વનરાજી ખીલતી, (૨ વાર)

સાધનાની ઊગતી સવાર,

ઊગતા સાધકને વંદે, સુરજ ને ચાંદલીયા,

ગિરનારે શોભે દેખો નેમજી શામલીયા…


જુનાગઢની ધરતી કહેતી, નેમ રાજુલની પ્રીતકથા,

સાક્ષી બની સહસાવન કહેતું, (૨ વાર)

સંયમ કેવલ મોક્ષકથા,

અભિષેક કરવા રુમઝુમ, વરસે છે વાદળીયા,

ગિરનારે શોભે દેખો નેમજી શામલીયા…


મધુર સ્વરે કોયલીયા ગાવે, જય જય દાદા નેમિનાથ,

દર્શન કરતા ભક્તો કહેતા, (૨ વાર)

રાજુલ હું છું પકડો હાથ,

પર્વતના શિખર પર સાથે, ટહુકે છે મોરલીયા,

ગિરનારે શોભે દેખો નેમજી શામલીયા…


[ રાજુલને તજી નેમકુમાર, ચઢીયા એતો ગઢ ગિરનાર,

અખંડ પ્રીતને સાચવે, રાજુલ સતી શિરદાર,

નેમના પગલે ચાલવા, થનગને એ રાજુલ નાર,

પ્રીત થકી તે પામતી, હો કેવળ લક્ષ્મી શ્રીકાર ]


 (રચના : શ્રમણી ભગવંત (રાજપ્રિયા))

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top