પ્રશ્ન : શું ગૃહજિનાલયમાં પરિકર જ કરવું પડે કે બીજું કશું કરાય?
(અજિત શાહ, અમદાવાદ)
જવાબ
: ગૃહજિનાલયમાં પરિકર સહિતના પરમાત્મા પધરાવવા શાસ્ત્રોમાં કહ્યા છે.
પરમાત્માની આજુબાજુ ચામરધારી, ભામંડલ, છત્ર
વગેરે અષ્ટપ્રાતિહાર્યવાળી રચનાને પરિકર કહે છે. તેમાં નીચે ગાદી હોય છે, જેમાં
જે–તે ભગવાનના અધિષ્ઠાયક યક્ષ–યક્ષિણી પણ શક્ય હોય તો થતા હોય છે. ચોક્કસ ઊંચાઈની
પ્રતિમા માટે શાસ્ત્રોક્ત પ્રમાણનું પરિકર થતું હોય છે.
પરિકરના વિકલ્પ સ્વરૃપે (1) છૂટા
છૂટા પ્રાતિહાર્યના સ્વરૃપો થઈ શકે છે. (2) પ્રાતિહાર્ય પેઇન્ટિંગ
કરેલા હોય તો પણ ચાલી શકે છે. (3) તામ્રપત્રમાં લેસરથી
પ્રાતિહાર્ય એન્ગ્રેવિંગ કરેલા હોય તે પણ ચાલી શકે. (4) ગ્લાસવર્કમાં
પરિકર સ્વરૃપ દર્શાવેલ હોય એ પણ ચાલે. (5) પાછળ ચાંદી–તાંબાના
પૂંઠીયામાં પરિકર સ્વરૃપ બતાવેલું હોય એ પણ ચાલી શકે છે.
જો કે ઉપરોક્ત બધા વિકલ્પો માત્ર શોભારૃપ
પરિકરના છે, જે ઘરમાં દર્શનીય પ્રતિમા માટે વધુ યોગ્ય
ગણાય. અંજનશલાકાવાળા પ્રભુજીને મૂળભૂત પંચધાતુનું કે ચાંદીનું જે પરિકર થાય, તેમાં
સર્વ વિધિ થયેલ હોય છે. એટલે ગૃહજિનાલયમાં તે સ્વરૃપનું પરિકર રાખવું વધુ યોગ્ય
છે.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 मुनि सौम्यरत्न
विजयजी
Shilp Vidhi
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો