👣 👣 આમોદ
- રોજા ટંકારિયા 👣👣
👣 સવારે
એ નિર્ણય અનુસાર વિહાર થયો. લાંબો વિહાર કરી આમોદ પહોંચ્યા. પૂ. ઉપાધ્યાયજી મ.
પધાર્યા તેનાથી સંઘમાં આનંદ છવાઇ ગયો, આમોદમાં સૂરજકાકી
રહેતા હતા. તેમણે ત્રિભુવનને જોયો, ઓળખ્યો.
'અબ તો યહાં દીક્ષા નહીં હો સકતી.' ઉપાધ્યાયજી
મ. બોલ્યા.
👣 ત્રિભુવન
નિરાશ થઈ ગયો, આજે પોષ સુદ બારસ હતી. આવતી કાલે
મુહૂર્તનો દિવસ હતો. દીક્ષા થાય કે નહીં તેનો નિર્ણય અદ્ધરતાલ હતો. ત્રિભુવન
ચિંતામાં આવી ગયો.
👣 ગંધારમાં
જૈનનું એક પણ ઘર નહોતું. ત્યાં દીક્ષા થઇ શકે ? પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી
મ એ આ વિકલ્પ સૂચવ્યો. પૂ. ઉપાધ્યાયજી મ. તેમાં સહમત થયા. ✨🚩👑 તેઓ જયોતિષશાસ્ત્રના પારગામી હતા. પોષ સુદ તેરસનાં મુહૂર્તે દીક્ષા થાય તો શાસનને ઘણો લાભ થાય તેવી સંભાવના પણ હતી..✨🚩👑
👣 ગંધાર
જવા માટે ઘણો લાંબો વિહાર કરવો પડે. લગભગ દસ ગાઉ. પૂ. મુનિ શ્રી મંગળ વિજયજી મ., પૂ.
મુનિશ્રી નયવિજયજી મ., મુનિશ્રી પ્રકાશ વિજયજી મ. સાથે ત્રિભુવન
સાંજે ગંધાર તરફ વિહાર કરે તેમ નક્કી થયું.
👣 આવતી
કાલે દીક્ષા હતી. આવતીકાલે સવારે પણ વિહાર કરવાનો હતો
સાંજે વિહાર કરવાનો હતો. આજ સાંજનો વિહાર લાંબો હતો. ટંકારિયા ગામ દૂર હતું. દરિયો
નજીક હતો. હવાના સૂસવાટા જોરમાં હતા.
👣 ત્રિભુવન
ત્રણેય મહાત્માઓ પ્રત્યે કૃતજ્ઞભાવે અહોભાવિત હતો. _અંધારું થાય તે પૂર્વે
તેઓ રોજા ટંકારિયા પહોચ્યા અને રાતવાસો કર્યો.
💫✨💫✨💫✨💫✨💫✨💫
દીક્ષાયુગપ્રવર્તક
1️⃣0️⃣9️⃣ દીક્ષાસ્મૃતિદિન, 🗓️ પોષ
સુદ 13, 15 Jan, શનિવાર
💫✨💫✨💫✨💫✨💫✨💫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો