ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

આજની યુવાન પીઢી અને દીક્ષા ( Part -3)

જૈન ધર્મમાં દીક્ષાનો મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામા આવે છે... 
પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મ નું પાલન કરવું કપરુ છે...

આજે વાત કરીશ એવા યુવાનો ની જે આ કપરા કાળ મા જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડયા છે .......

“ રૂડા રાજ મહેલ ને ત્યાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી.....
એનો આતમ ઉઠ્યો જાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી…

હાલમાં જ દુબઈ રહેતા યુવાન ૪૧ વર્ષીય નિષેધભાઈ અને એમના સુપુત્ર રત્નેશ એ દીક્ષા લીધી ...
જે ૧૮ વર્ષથી દુબઈમા સ્થાયી હતા.. 
ખુબજ સારી આવક ... 
તો પણ 
જે ધીકતી કમાણી છોડી ... પ્રભુના પંથે નીકળી પડયા ... 

ધન્ય છે જૈન શાશન ... કે આજના 
આ યુવાન વિદેશની ધરતી પર રહી ત્યાં ની લાલસાભરી - ભૌતિક સુખ સાધનોની મોહ- માયા છોડી અહીં ભારતમાં પાછા આવીને સંયમના માર્ગે જાય છે .... 

“ નથી કોઈ એની સંગાથે,નીચે ધરતી ને આભ છે માથે...
એતો નીકળ્યો ખાલી હાથે,પેલા ચાલ્યા રે જાય વૈરાગી...

એણે મૂકી આ જાગત ની માયા,એની યુવાન છે હજુ કાયા..
એણે મુક્તિમાં દીઠો ચાર,પેલા
 ચાલ્યા રે જાય વૈરાગી.........

સાથેજ વાત કરીશ સુરત ના ૭૫ દીક્ષાના ૨ મુમુક્ષુ પતી - પત્ની ( couple) ની ...... 
કેવા ઊંચા ભાવ ... કેવી સંચમ પામવાની ભાવના ....
યુવાન વય ... સુખ સાહેબી .. 
સર્વ તરફ જાહોજલાલી ...
અને લગ્ન ને ફક્ત ૫ વર્ષ ... 
જે યુવાન - યુવતી લગ્ન ના ૩ વર્ષ મા વીદેશો મા બધેજ ફરી આવ્યા હોય .. 
અને .....
એક વાર સીંગાપોર ( Singapore) જવાનું નક્કી થયુ .... બધીજ તૈયારી થઈ ગઈ ... ટીકીટો આવી ગઈ ... બસ ૩-૪ દીવસમા નીકળવાનું હતું ......
અને અચાનક એ યુવકને
 “ ઊપધ્યાન તપ “ ચાલુ થવાની ખબર પડી ....
અને રાત્રે એ યુવકએ પત્ની ને વાત કરી ... 
આપણે તો હર વર્ષે કશે ના કશે વિદેશમાં જઈયે જ છીયે ... તો કેમ આ વખતે ઊપધ્યાન તપ મા જોડાઈયે .... 
પતી પત્ની વચ્ચે સંવાદ થયો ... 
અને એજ રાત્રે એમને ટીકીટો cancle કરી 
ઊપધ્યાન તપ મા જોડાવાનુ નક્કી કર્યું ....
કેવા પ્રચંડ પુણ્યોદય .... કેવો મહીમા.. 
તરવરતું યૌવન .. 
અને આવા વીચાર - ઉત્તમ ભાવ ? 

અને ઊપધ્યાન તપ પૂર્ણ કર્યું ... 
અને એજ વખતે દીક્ષાના ભાવ ઉત્પન્ન થયા .... 
આ કપરા કાળ મા .. આવા યુવાન જોડાંને આવા ભાવ થવા ? 
અદ્ભુત જીનશાશન છે ...

અને એ બન્ને સંસાર ની મોહમાયા મુકી સંયમના માર્ગે નીકળી પડયા.........

એને સંયમની તલપ જે લાગી,એનો આતમ બન્યો મોક્ષ ગામી....
ભવો ભવની ભ્રમણા ભાંગી...

પેલા ચાલ્યા રે જાય વૈરાગી.......

આજના આ યુવાન - યુવતી ( Youngsters) જે સંયમના માર્ગ પસંદ કરે છે .. 
તે તમામનુ માનવું છે કે ..આ સંસારનું તંત્ર ઝાકમઝાળ ભર્યું છે .. જે દેખાય છે તે દંભ છે .. આ સુખ શાશ્વત નથી.. આ સંસાર કાંટાઓ થી ભરેલો છે .. 
આ તો એક બંધન છે .. 
પહેલા બંધનને પારખવાની જરુર છે, એને સમજવાની જરુર છે ..એને અનુભવવાની જરુર છે. 
પછી એના સ્વરુપને સમ્યગરીતે પામ્યા બાદ એને દૂર કરવાનો વિચાર કરવો જોઇએ. 
બંધનની ગાંઠ બુદ્ધિ અને સમજથી ખોલવી જોઇએ......
આ જ સંયમ નો માર્ગ છે ...

અને આ સંયમના માર્ગે જવા પહેલા પ.પુ. આચાર્ય ભ. શ્રી રત્નસુંદર સુરી.મ.સાહેબના આ 5 words ( તથ્ય ) યાદ રાખવા જેવા છે .. 

Expand your happiness ...
Enlarge your vision ..
Examine Your weakness ...
Exchange your thoughts ...
Express your fellings...

અદ્ભુત એવા જિનશાશન ને વંદન ..
જૈન શાશનના અણગાર ..એવા યુવાન દિક્ષા લેણારાઓને વંદન ....
જૈન શાશન જયવંતુ વર્તો.....
 
@Jain Study Group

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top