શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

ત્રિભુવનપાળ પરિચય

ત્રિભુવન પાલ

        ⚜️⚜️⚜️⚜️⚜️

 

જન્મ : વિ.સં.૧૯૫૨ ફાગણ વદ ૪

(પૂજ્ય આત્મારામ જી મહારાજાના કાળધર્મનું વર્ષ)

 

જન્મ સ્થળ :દહેવાણ (મોસાળ)

 

માતાનું નામ: સમરથ બહેન

પિતા નું નામ: શ્રી છોટા લાલ

 

દાદા નું નામ : શ્રી રાયચંદ ભાઈ

અટક : ચૂડગર..

 

નામ: ત્રિભુવનપાળ

હુલામણું નામ: સબૂડો

 

કાકા: તારાચંદ ભાઈ

ફઇ :પરસન બેન

♾️♾️♾️⚜️♾️♾️♾️

 

જન્મનાં તરતનાં દિવસોમાં

પિતાની તબિયત બગડતાં

માતા જન્મ જાત બાળકને ટોપલામાં મૂકી માથે ઊંચકી પાદરા જવા નીકળ્યા.

 

પણ... પિતા પુત્ર એક બીજાનું

મુખ જુએ એ પહેલા જ...

જન્મના ફક્ત ૧૦ જ દિવસમાં

 

પૂજ્ય પિતાશ્રી છોટાલાલનું અકાળે અવસાન...

    ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

ફક્ત સાત વર્ષની બાળ વયમાં માતા સમરથ બહેને પ્લેગના રોગમાં અણધારી વિદાય લઈ લીધી..

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

જન્મ્યા ત્યારથી જ ચોક્કસ પ્રકારના ઝંઝાવતો વચ્ચે પણ અડોલ રહેવાનું સામર્થ્ય લઈને તેઓ જન્મ્યા હતા.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

જન્મ સમયે ત્રણ ત્રણ ગ્રહો ઉચ્ચ સ્થાને હતા. આ ત્રણ નો સરવાળો હતો: પ્રચંડ ત્યાગ,પ્રબળ નેતૃત્વ અને પરાકાષ્ઠા ની આધ્યાત્મિકતા.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

કુમળી વયમાં જ માત પિતાની છત્ર છાયા ગુમાવી દેનાર ત્રિભુવનનો ઉછેર

પિતા શ્રી છોટાલાલ, એમના પિતા શ્રી રાય ચંદ ભાઈ અને એમના પિતા શ્રી માન ચંદ ભાઈ ના ધર્મ પત્ની રત્ન મણી બહેન- રતન બા ( પિતાના દાદી) દ્વારા કરવામાં આવ્યો.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

જેઓએ ઉત્તમ સંસ્કારોનું વાવેતર કર્યું.

જન્માંતરના શુભ સંસ્કારો પ્રદીપ્ત કરવાના નિમિત્તો પૂરા પાડ્યા.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

પાંચ વર્ષની ઉંમરે ગુજરાતી શાળામાં શિક્ષણનો પ્રારંભ..

સાત ગુજરાતી અને એક ઈંગ્લીશ ચોપડીનો અભ્યાસ કરી વ્યવહારિક શિક્ષણનો ત્યાગ કરી દીધો.

       ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

નવ વર્ષ ની ઉંમરે તો કર્મ ગ્રંથ સુધીનાં ગ્રંથોનો અભ્યાસ પૂરો કર્યો હતો.

        ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

નેવું વર્ષના રતન બા નાં સંસ્કારોથી વાસીત થઈ 

ફક્ત છ વર્ષ ઉંમરે શ્રી આણંદ શ્રીજી સાધ્વીજી મહારાજ પાસે ઘેબર ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારી હતી.

       ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

નવ વર્ષ ની વયથી જ સચિત્ત પાણીનો ત્યાગ કર્યો.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

બાર વર્ષ ની વયથી જ દિવસનો વધુ સમય અને રાત્રી નો સમય ઉપાશ્રય માં વિતાવતા.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

પાદરાના પુસ્તકાલયની લગભગ મોટા ભાગની પુસ્તકો ત્રિભુવને વાંચી લીધી હતી.

       ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

ગામમાં પધારતા પૂજ્યોની સુંદર વેયાવચ્ચ કરતાં. નાની ઉંમરમાં પણ તેમનામાં વિવેક નો દીપક ઝળહળતો.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

પાદરામાં રતન બાનું જાજરમાન વ્યક્તિત્વ હતું. જ્યારે તેઓ પૂજા કરવા નીકળતા ત્યારે વેપારીઓ પણ દુકાન પરથી નીચે ઉતરીને એમની અદબ જાળવતાં.

 

        ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

કહી શકાય કે જૈન સંઘ ને શ્રી

 સૂરિ જી ની ભેટ આપનાર સંસ્કાર દાતા દાદી રતન બા પાયામાં હતા..

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

૧૯૬૮ ની સાલમાં વડોદરા ખાતે શ્રી કમલ સૂરીશ્વરજી મહારાજ ની નિશ્રામાં પૂજ્ય આત્મારામ જી મહારાજ ના સમુદાય નું એક સંમેલન યોજાયું.

ત્યારે બાળક અને શ્રાવક હોવા છતાં પણ એ સંમેલન માં હાજર રહેવાનું સૌભાગ્ય ત્રિભુવનને મળ્યું હતું.

   ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

સંમેલન વખતે પ્રતિદિન ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મહારાજ ની નિશ્રામાં ત્રિભુવન ને પ્રતિક્રમણ કરવાનો લાભ મળતો.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

સંઘ નાં આગેવાનો ઘણી બધી બાબતોમાં ત્રિભુવનને લઈને જ આગળ વધતા.

    ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

એક જમાનામાં એક રસોડે ૧૫૦/૧૫૦ માણસ સાથે જમતું..

ધીમે ધીમે પ્લેગ નાં રોગમાં પરિવાર ખાલી થઈ ગયો.

     ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

ઘરની સ્થિતિ એટલી સારી ન હોવાથી સ્કૂલ છોડ્યા પછી ત્રિભુવન ચીમન ભાઈ દલાલ ને ત્યાં માલ સપ્લાય નું કામ કરતા, મોહનલાલ વકીલ ને ત્યાં અરજી લખવાનું કાર્ય અને ચુનીલાલ શિવલાલ નેં ત્યા નામુ લખવાનું કાર્ય કરતો.

   ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

ત્રિભુવન ની હોંશિયારી અને બહાદુરી જોઈ ચુનીલાલ શિવલાલે એક વાર રાજસ્થાન જેવા દૂરના પ્રદેશમાં આવેલા બાલોતરા ગામમાં મોકલેલો.

એકલપંડે જઈ પાછા આવતા પાદરામાં સૌએ એના ખૂબ વખાણ કરેલા..

   ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

"પુત્ર નાં લક્ષણ પારણા માં" આં કહેવત ને સાચું પાડતું ત્રિભુવનનું બાળપણ હતું.. જીવનની અનેક ઘટનાઓ એની સાક્ષી હતી.

      ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

સિદ્ધિના શિખરો સર કરવા ૨૫/૩૦ વર્ષની વય પણ ટુંકી પડે ,ત્રિભુવને ૧૬/૧૭ નાની વયમાં એ સર કરી લીધા હતા..

     ️ ♾️♾️♾️⚜️♾️♾️♾️

 

રામને પ્રણામ અને અનુભૂતિ નું અનુગાન પુસ્તકમાં થી સભર

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top