ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

જિનાલયનો દીવો વાપરવા અંગે

જિનાલયનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દ્રષ્ટાંત

 

                 ઈન્દ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યહવારી હતો અને ધનસેન નામે એક ઊંટ સવાર તેનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનના ઘરે આવતી. ધનસેન તેને મારી ફૂટીને પછી લઈ જાય , તો પણ તે સ્નેહને લીધે પછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું. ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પોતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાળા થયા.

 

                    કોઈ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે , " એ ઊંટડી પૂર્વ ભવે તારી માતા હતી. એણે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરના કામ કર્યા. ઘૂપઘાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપ કર્મથી એ ઊંટડી થઈ. "

 

                 કહ્યું છે કે - જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરના કામ મોહથી કરે છે , તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારો બંનેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલો છે.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top