મુંબઈનુ પહેલું દેરાસર કયું છે?
આ
સવાલ ના જવાબ નો અંદાજ કદાચ કોઈને પણ નહીં હોય..
ક્યારે
આ દેરાસર નું નામ પણ સાંભળ્યું નહિ હોય..
અને
સાચો જવાબ છે
માહિમ માં આવેલ આદિનાથ દેરાસર
આ
વર્ષે તેની 215 મી ધજા ચડશે..
મુંબઈ
માં વર્ષો પહેલાં ગુજરાત થી દરિયા માર્ગે ધંધા માટે જૈન વેપારીઓ મોટી સંખ્યામાં
આવતા ,
અને
તે વખતે માહિમ વિસ્તારમાં પોતાની બોટ ને પાર્ક કરતા ..
મુંબઈ
માં કોઈ દેરાસર ન હોવાથી પહેલું દેરાસર ત્યાં નિર્માણ થયું.
અને
મુંબઈ માં ત્યારે દક્ષિણ વિભાગ માં જ વસ્તી અને ધંધો હતો માટે ત્યાર બાદ શાંતિનાથ
દેરાસર ફોર્ટ અને ગોડી જી દેરાસર પાયધુની નું નિર્માણ થયું..
માહિમ
નો આ દેરાસર હિન્દુજા હોસ્પિટલ થી કેડલ રોડ પર બાંદ્રા તરફ જઈએ ત્યારે મેન રોડ પર
જ આ દેરાસર આવેલ છે.
એક
સમયે આ વહીવટ કચ્છીઓ કરતા.
અહીં
પર્યુષણ માં પોથી નો ચડાવો નથી થતો . તેમના સભ્યો ના ઘરે વારાફરતી દર વર્ષે એક
સભ્ય ના ઘરે પોથી જાય.
હવે
જ્યારે પણ એ બાજુ જાઓ ત્યારે જરૂરથી દર્શન કરશો..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો