જે દૂહા બોલીને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, તે જ પૂજાના દૂહા અધિષ્ઠાયક દેવ–દેવી માટે બોલી શકાય?
ના, ન
બોલી શકાય.
પહેલી વાત તો એ કે દેવ–દેવીની નિત્ય
અષ્ટપ્રકારી પૂજા હોતી નથી, તથા તેવી આવશ્યકતા પણ નથી. તેઓની ક્યાંક
માસિક તો ક્યાંક વાર્ષિક પૂજા થતી હોય છે, જો કે તે પણ
અષ્ટપ્રકારી નહિજ.
જ્યાં દેવ–દેવીઓને નિત્ય પ્રક્ષાલ થતો
હોય ત્યાં પણ તેઓને કેશર પૂજામાં માત્ર બહુમાન સ્વરૃપ મસ્તકે તિલક કરવાનું હોય છે.
એમાં કોઈ દૂહાની જરૃર નથી. ધૂપ–દીપ તેઓને કરવા હોય તો થાય, પરંતુ
એમાં કોઈ દૂહા બોલાતા નથી.
'તીર્થંકર પદ પુણ્યથી.....' એ
તિલક પૂજાનો દૂહાનો ભાવાર્થ દેવ–દેવીને લાગુ પડે જ નહિ. એ જ વાત અન્ય પણ દરેક
પૂજાના દૂહાઓમાં સમજી લેવી.
વળી, દેવ–દેવીઓની દરેક
પૂજાઓમાં દૂહાઓ હોવા જ જોઈએ કે બોલવા જોઈએ, એવું આવશ્યક નથી, તેવી
પરંપરા પણ નથી તથા તેવું કંઈ નવું શરૃ કરવું પણ ઉચિત જણાતું નથી.
આ જ વાત ગુરુમૂર્તિની પૂજા માટે પણ સમજી
લેવી.
✍️मुनि सौम्यरत्न विजयजी
Shilp Vidhi
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો