૧. શ્રીઆચારાંગસૂત્ર - આ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોના આચારાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૨. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર - આ સૂત્રમાં જીવ - અજીવ વિગેરે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું વર્ણન છે. ક્રિયાવાદી વિગેરેના ૩૬૩ ભેદો (પાંખડિયો) વિગેરેનું વર્ણન છે. ચરણ સિત્તરીની પ્રરુપણા કરતાં સહન કરવાની વાત આદ્રકુમારાદિનાં દ્રષ્ટાંતથી વિસ્તારથી સમજાવી છે.
૩. શ્રી સ્થાનાંગ સૂત્ર - એકથી દસ સુધીની સંખ્યાવાળા જીવ-અજીવ નદીઓ વિગેરે વિવિધ પ્રકારનાં પદાર્થોનું વર્ણન ક્રમસર અધ્યાપનોમાં કર્યું છે.
૪. શ્રી સમવાયાંગ સૂત્ર ઃ આ સૂત્રમાં એકથી માંડીને સો ઉપરાંત જીવ-અજીવ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે અને બાર અંગનો સંક્ષિપ્ત સાર જણાવેલ છે.
૫. શ્રી ભગવતી સૂત્ર - આ સૂત્રમાં ચારે અનુયોગ વિગેરે પદાર્થોનું પ્રશ્નોત્તરાદિ રૃપે વર્ણન કરેલું છે.
૬. શ્રી જ્ઞાાતા સૂત્ર - આ સૂત્રમાં શૈલકરાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વિગેરેની કથાઓ દ્વારા જુદી જુદી રીતે આત્મિક બોધ આપ્યો છે.
૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર - આ સૂત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવના દસ શ્રાવકોના ચરિત્રોનું વર્ણન છે.
૮. શ્રી અંતકૃત દશાંગ સૂત્ર - આ સૂત્રમાં અનંત તીર્થંકર, ગણધર, સમલંકત પ્રસંગોનું પ્રસંગે કૃષ્ણા, ગજસુકુમાર, સોમિલ બ્રાહ્મણ વગેરેની વાતો તથા કૃષ્ણ વાસુદેવની રાણીઓએ અને શ્રેણિકરાજા વિગેરેની રાણીઓએ દીક્ષા લઈ કરેલ વર્ધમાનતપ આદિનું વિસ્તારથી વર્ણન છે.
૯. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર - આ સૂત્રમાં સંયમની નિર્મલ સાધના કરીને અનુત્તર વિમાનોમાં ગયેલા જાલિકુમાર, ઉગ્ર તપશ્ચર્યા કરનાર શ્રી ધન્યમુનિ વિગેરેનાં ચરિત્રો જણાવ્યા છે.
૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર - આ સૂત્રમાં પાંચ આશ્રવોની અને પંચ સંવરોની વિગેરે પદાર્થોની વિગતો વિસ્તારથી દ્રષ્ટાંતો સાથે કહી છે.
૧૧. શ્રી વિપાક સૂત્ર - આ સૂત્રમાં સુખ દુઃખના ફળોને ભોગવનારા જીવોની કથાઓ વિગેરેનું વર્ણન છે.
૧૨. શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર - આ અંગ વિચ્છેદ પામ્યું છે.
૧૩. શ્રી ઔપપાતિક સૂત્ર - આ સૂત્રમાં મહેલથી મહોત્સવ - પૂર્વક પ્રભુશ્રી મહાવીરસ્વામિની પાસે જઈને કોણિક રાજાએ વિધિથી વંદના કરી, પ્રભુની દેશના સાંભળી વિગેરે બીના અને મુનિવરોનું તપ, સિદ્ધિના સુખ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
૧૩. શ્રી રાયપસેણીય સૂત્ર - આ સૂત્રમાં કેશિ ગણધર અને પ્રદેશી રાજાના પ્રશ્નોત્તરાદિનું અને સૂર્યાભદેવના વર્તમાન દેવભવનું અને ભાવિ ભાવનું વર્ણન કર્યું છે.
૧૪. શ્રી જીવાભિગમ સૂત્ર - આ સૂત્રમાં જીવ-અજીવ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
૧૫. શ્રી પ્રજ્ઞાાપના સૂત્ર - આ સૂત્રમાં જીવાજીવોની પ્રજ્ઞાાપના, સ્થાન વિગેરે ૩૫ પદાર્થોનંુ વર્ણન ચોવીસ દંડકમાં ગોઠવીને કર્યું છે.
૧૬. શ્રી સૂર્ય પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં સૂર્ય વિગેરેની બાબતનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૧૭. શ્રી ચંદ્ર પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં ચંદ્રાદિની બાબતનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૧૮. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં જંબુદ્વીપાદિ ક્ષેત્રોની અને શ્રી ઋષભદેવ પ્રભુ, ભરત ચક્રવર્તી આદિની હકીકતો કહી છે.
૧૯. શ્રી કલ્પિકા ઉપાંગ- આ સૂત્રમાં કોણિકે કરેલા ચેડા મહારાજની સાથે યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર કાલ વિગેરેની તથા શ્રેણિકના મરણ વિગેરેની બીનાઓ કહી છે.
૨૦. શ્રી કલ્પાવંતસિકા ઉપાંગ ઃ આ સૂત્રમાં શ્રેણિક પૌત્ર પદ્મકુમાર વિગેરે દશ જણા સંયમ સાધીને એક દેવ ભવ કરીને મોક્ષમાં જશે તેનું વર્ણન કર્યું છે.
૨૧. શ્રી પુષ્પિકા ઉપાંગ - આ સૂત્રમાં ચંદ્ર સૂર્ય વિગેરેના પૂર્વભવાદિનું વર્ણન કર્યું છે.
૨૨. શ્રી પુષ્પચૂલિકા ઉપાંગ - આ સૂત્રમાં શ્રીદેવી વિગેરે દસ દેવીઓના પાછલા ભવ વિગેરેની વિગત કહી છે.
૨૩. શ્રી વહ્વિદશા ઉપાંગ - આ સૂત્રમાં બળદેવના બાર પૂત્રોના દીક્ષાની બીના અને તેમનાં પૂર્વભવાદિની બીના કહી છે.
૨૪ થી ૨૯ છ પયન્ના (કુલ ૧૦ પયન્ના છે) ચઉશરણ પયન્ના, આતુર પ્રત્યાખ્યાન પયન્ના, ભક્તિ પરિજ્ઞાા પયન્ના, સંસ્તારક પયન્ના, મહાપ્રત્યાખ્યાન પયન્ના, મરણ સમાધિ પયન્ના - આ છ પયન્નાઓમાં અંતિમ આરાધનાદિનો અધિકાર જુદા જુદા સ્વરૃપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતા પ્રસંગાનુપ્રસંગે ઘણી જરૃરી બીનાઓ પણ જણાવી છે.
૩૦. શ્રી તંદુલ વેયાલિય પયન્ના - આ સૂત્રમાં ગર્ભનું કાલમાન, દેહરચના અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતાની તજવાનો ઉપદેશ આપ્યો છે.
૩૧. શ્રી ગચ્છાચાર પયન્ના - આ સૂત્રમાં મુનિવરોના આચારાદિના બીના કહી છે.
૩૨. શ્રી ગણિવિજ્જા પયન્ના - આ સૂત્રમાં દિવસ બળ વિગેરે નવ બળોને અંગે જ્યોતિષની હકીકત વિગેરે બીનાઓ જણાવી છે.
૩૩. શ્રી દેવેન્દ્ર સ્તવ પયન્ના - આ સૂત્રમાં પ્રભુની સ્તુતિ કરવાના અવસરે પૂછાયેલાં ઉત્તરોરૃપે ઉર્ધ્વલોકાદિની બીના જણાવી છે.
૩૪. શ્રી આવશ્યક સૂત્ર - આ સૂત્રમાં છ આવશ્યકનું વર્ણન છે.
૩૫. શ્રી દશવૈકાલિક સૂત્ર - આ સૂત્રમાં મુનિવરોના આચારનું વર્ણન છે.
૩૬. શ્રી ઓઘનિર્યુક્તિ સૂત્ર - આ સૂત્રમાં શ્રી ચાતુર્વિધ સંઘને મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્વ વિગેરે પદાર્થોનું સ્વરૃપ વિસ્તારથી સમજાવ્યું છે.
૩૭. ઉત્તરાધ્યયન સૂત્ર - આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્વ વિગેરે પદાર્થોનું સ્વરૃપ વિસ્તારથી સમજાવ્યું છે.
૩૮. શ્રી નંદી સૂત્ર - આ સૂત્રમાં પાંચ જ્ઞાાન વિગેરેનું તથા અંતે બાર અંગોનું પણ ટૂંકું વર્ણન કર્યું છે.
૩૯. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર - આ સૂત્રમાં ઉપક્રમાદિ ચાર પ્રકારના અનુયોગ વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. ઉપક્રમે, નિક્ષેપ, અનુગમ અને નય એમ ચાર દરવાજાનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૪૦ થી ૪૫ શ્રી છ છેદ સૂત્ર - આ સૂત્રમાં પ્રાયશ્ચિત, પાંચ વ્યવહાર અને મુનિવરોના આચરાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
ઉપર પરિચય કરાવેલ પિસ્તાલીસ આગમ સત્ય છે. અનુત્તર છે. કેવલી શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલા છે.
આગમો પ્રતિપૂર્ણ તથા ન્યાયમાર્ગને અનુસરનારા છે. સર્વથા શુદ્ધ છે. આત્માને ત્રણ શલ્યમુક્ત બનાવનાર છે. આ આગમો મુક્તિમાર્ગને આરાધવામાં અસાધારણ કારણ છે. સર્વજ્ઞાકથિત આગમોમાં ક્યાંય શંકાને સ્થાન છે જ નહીં. આગમનો સાત્વિક આરાધક નિશ્ચત ત્રિવિધ દુઃખોનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. તેથી જ આગમો નિર્વાણરૃપી નગરમાં પહોંચવાના માર્ગરૃપ કહેવાય છે.
આ આગમ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, નિઃસંદેહ બની યથાશક્તિ જીવનમાં ઉતારી, આત્મકલ્યાણ સાધવા ઉદ્યમશીલ બનીએ.
- 🌷આચાર્યશ્રી જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ🌷
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો