સોમવાર, 17 એપ્રિલ, 2023

Aavo Aavo Dev Mara Suna Suna Hindi lyrics

*આવો આવો દેવ મારા સૂનાં સૂનાં દ્વાર,મારા આંગણા સૂનાં,*
*રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ,મારા આંગણા સૂના.*

*પગ માં બેડી માથે મૂંડી,આંખે આંસુધાર;*
*ઉપવાસી ત્રણ ત્રણ દિવસની,મુખ ગણતી નવકાર.*
              *મારા......*

*બાકુળાના ભોજન મળીયા પણ નહિ મનડું માને,*
*કોઇ અતિથિને વહોરાવીને,પછી જ ખાવું મારે.*
              *મારા.......*

*કૌશંબી નગરીની માંહે,યોગી એક વિચરતા;*
*પાંચ માસ ને પચીસ દિનથી ,ભિક્ષા કાજે ફરતા.*
               *મારા....*

*દ્વાર દ્વાર થી એ ભિક્ષા વિણ,શીદને પાછા ફરતા;*
*કોણ હશે એ મહાતપસ્વી? એહવો નિશ્ર્ચય કરતા.*
              *મારા....*

*બાળા ભોજન દે છે ત્યાં તો,યોગી પાછા વળીયા;*
*અહો ! પ્રભુ શું ઓછું આવ્યું ? દડ દડ આંસુ પડિયા.*
              *મારા....*

*અભિગ્રહ પૂરણ જાણી પ્રભુજી,નિજ કર પાત્ર ધરાવે;*
*ચંદનબાળા ભાવ ધરીને,બાકુળા વહોરાવે.*
              *મારા.....*

*તે જ ક્ષણે ચમત્કાર થયો ને, તૂટી પગની બેડી;*
*માથે સુંદર વાળ થયાને,વરસી સુખની હેલી.*
              *મારા....*

*આવો આવો વીર સ્વામી ! આવો આજ મહાવીર..*
*આવો આવો વીર પ્રભુ ! હું છું ક્યારની અધીર.*
              *મારા...*
*આવો આવો દેવ મારા.....*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top