સોમવાર, 17 એપ્રિલ, 2023

siyani tirth

શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ (તીર્થ- ૨૩)

            🛕શ્રી શિયાણી તીર્થ

siyani tirth


     લીંબડીથી માત્ર ૧૩ કિ.મિ.દૂર અને શંખેશ્વરથી લખતર થઈને પાલિતાણા જવાના સુગમ માર્ગ પર આ તીર્થ આવેલું છે. શિયાણી ગામમાં મધ્ય ભાગમાં આવેલું જિનાલય છેક સંપ્રતી મહારાજના સમયમાં નિર્માણ પામ્યા હોવાનું કહેવાય છે 


     મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના જિનમંદિરનું મુખ પૂર્વાભિમુખ છે. દેરાસરની પૂર્વ અને ઉત્તર બાજુએ પ્રવેશ માટેનાં દ્વાર છે. દક્ષિણ દિશાના દરવાજા પર આધુનિક શિલ્પકલાના નમૂનારૂપ સરસ્વતીદેવીની પ્રતિમા છે. આ પ્રાચીન મંદિર ત્રણ માળમાં આવેલું છે. એમાં દેરાસરના ભોંયરાવાળા ભાગને હાલમાં ‘ભોંયરાવાળું પ્રાચીન મંદિર’ કહેવામાં આવે છે. આમાં શ્રી શાંતિનાથ ભગવાનની ૧૩ ઇંચ ઊંચી પવિત્ર ભાવો જગાડતી સુંદર પ્રતિમાજી છે. તેની આજુબાજુ શ્રીમુનિસુવ્રત સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી ઋષભદેવ ભગવાન વગેરેની પ્રતિમાજીઓ છે.  મંદિરનો સભામંડપ અને શૃંગારમંડપ નાનો પણ દર્શનીય છે. ભવ્ય જિનાલયના ઉપરના ભાગમાં વિશાળ શિખર, ભગવાન પાર્શ્વનાથની ૧૩ ઈચની પ્રતિમા તેમજ ચતુર્મુખ સ્થંભો આવેલ છે.


     આ પ્રાચીન તીર્થમાં પુનઃ પ્રતિષ્ઠા શાસન સમ્રાટ આચાર્ય શ્રી પ્રબોધચંદ્રસૂરિ મહારાજ સાહેબની નિશ્રામાં થયેલ છે. દેરાસરનું પુનઃ નિર્માણ થયેલ છે દેરાસર ની એક અજાયબી છે કે દેરાસર ના નિર્માણ માં કોઈ પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડ નો ઉપયોગ થયેલ નથી. દેરાસરમાં કોઈ પણ જગ્યાએ ઇલક્ટ્રીક સાધનો નથી. દેરાસર માં દરેક સ્તંભ પર અદ્ભૂત કલાકૃતિ જોવા મળે છે. લગભગ ૨૨૦૦ વર્ષ જુનુ આ જૈન દેરાસરમાં હસ્ત કલાનો અદ્ભુત નમુનો જોવા મળે છે... 


આ તીર્થ માં યાત્રિકો માટે ભોજનશાળા તેમજ ધર્મશાળાની સુંદર સગવડ છે.


તીર્થનું સરનામું 


શ્રી શિયાણી જૈન સંઘ (લીંબડી)

શિયાણી, 

તાલુકો:-સુરેન્દ્રનગર

રાજ્ય:- ગુજરાત- ૩૬૩૪૨૭

ફોન નંબર :-૦૯૩૨૮૨૩૦૭૯૧ 

➖➖➖➖➖➖➖➖➖

Jainam Jayati Shasanam

WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top