સોમવાર, 17 એપ્રિલ, 2023

ભીમો શ્રાવક અને સિદ્ધાચલ તીર્થમા એક રૂપિયાના ફુલ વડે દાદા શ્રી આદિનાથની પૂજા

*ભીમો શ્રાવક અને સિદ્ધાચલ તીર્થમા એક રૂપિયાના ફુલ વડે દાદા શ્રી આદિનાથની પૂજા.*

*ગિરિરાજ ના ચૌદમા ઉદ્ધાર સંવત ૧૨૧૩ મા બનેલી ઘટના.* 

*ભીમો નામનો વાણિયો જે માત્ર છ દ્રમ ની મુડીનું ઘી લઇને શંત્રુજય ગિરિરાજ પર આવ્યો હતો , તે ઘી બાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ્ય છ દ્રમ ઉપરાંત તેને એક દ્રમ અને એક રૂપિયાનો નફો થયો . પછી એક રૂપિયાના પુષ્પો લઇ કલિયુગમાં કલ્પતરુ સમાન શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરી દાદા શ્રી આદિનાથ ની પુષ્પ પૂજા કરી તલેટી પહોંચતા પુણયોદય થી શ્રી સંઘ ના દર્શન થયા .*

*સિદ્ધાચલ ની તલેટી મા સંઘ નો ઉતારો હતો ત્યાં સંઘપતિ બાહડ મંત્રીશ્વર તંબુ તાની બેઠા હતા અને શંત્રુજય ના ઉદ્ધાર માટેની ટીપ ચાલતી હતી . ઘણા બધા પુણ્યશાલી એમાં લાભ મેલવા માટે મંત્રીશ્ર્વર ને વિનંતી કરતા હતા અને મંત્રીશ્વર લેવા ના કહે છે એટલે આગ્રહભરી વિનંતી કરતાં દાક્ષિણ્યતાથી સ્વીકારે છે. શ્રી શત્રુંજય તીર્થમાં દાદાનું જિનાલય આરસનું બનાવવા માટે અનેક ઉદાર દિલ દાતાઓ મન મૂકીને વરસી રહ્યા હતા*.

*માત્ર સાત દ્રમ મૂડી જેની પાસે છે તે ભીમા શ્રાવકને પણ ટીપમાં કાંઈક લખાવાનું મન થયું. સર્વસ્વ સાત દ્રમ મૂડી દાન અને તરત દાન. આ બે કારણે ટીપમાં તેમનું નામ પ્રથમ લખાયું.* 

*અમૂલ્ય લાભ મળ્યા બદલ ભીમાના આનંદનો કોઈ પાર નથી. આ આનંદે ઉગ્ર પુણ્યનો બંધ કરાવ્યો. વિચિત્ર સ્વભાવવાળી પત્નીએ જ્યારે ભીમાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભોજન કર્યા બાદ ભીમો જ્યાં ગાયને પુનઃ ખીલે બાંધવા માટે જમીનને જરા ઊંડી ખોદે છે ત્યાં ભીમાને ૧૦૦૦૦ સોનામહોર ભરેલો ચરૂ મલે છે.*

*ભીમાએ બીજા દિવસે સંઘમાં આવીને મંત્રીશ્વર બાહડને આ રકમ ઉદ્ધાર ફંડમા આપવા આજીજી કરે છે તો એને લેવાનો સાફ ઈન્કાર કર્યો. ભીમાએ કહ્યું કે " મંત્રીશ્વર , મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિના કારણે કોઈ કલેશ નથી વહોરવો." છેક રાત સુધી આ બંને વચ્ચે રકઝક ચાલી.*

*રાત્રે કપર્દી યક્ષે સ્વપ્નમાં કહ્યું ' તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થઈને તને આ ધન આપ્યું છે. એનો તારા માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે. '* 

*બીજા દિવસે ભીમાએ ભગવાન ઋષભદેવની સુવર્ણ રત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પૂજા કરી.* 

*આ ભીમાએ શત્રુંજય પર "ભીમકુંડ" બંધાવ્યો.*

*💢 સાર ...*

*જે રીતે કુમારપાલ મહારાજા પરમાત્માને છ કોડીના પુષ્પો અર્પણ કરી અઢલક પુણ્યનું ભાતુ બાંધ્યું હતુ . આજ રીતે ભીમા શ્રાવકએ પણ દાદા આદિનાથ ની પુષ્પ પુજા કરી અઢળક પુણ્ય બાંધ્યું. દરરોજ ઉત્તમમાં ઉત્તમ પુષ્પોથી પરમાત્મા ભક્તિ તમારા જીવનમાં કરશો .*

*તમે શું કરો ? તમારી જોડે જેટલા પૈસા હોય એટલા તમે પ્રભુ ભક્તિ અને દાન ધર્મમાં લખાવી શકો છો ?* *ના , આપણે બધાં જ પૈસા ધર્મમાં નથી વાપરી શકતા. આપણે આપણી આવતી કાલનો વિચાર કરીયે છે. આપણે આપણા પૈસામાંથી 5% પૈસા ધર્મ માટે નથી વાપરી શકતા.*
*આ જ ફેર છે... આપણામાં અને ભીમામાં.*

*સૌથી અગત્યની વાત ભીમાએ તેની આવતી કાલનો જરાય વિચાર કર્યો નથી. અને એને બધા જ પૈસા ધર્મમાં વાપરી લીધા છે.*

*આપણે પણ આપણાં પૈસા પાછળ જે મોહ છે તે છોડીને પ્રભુ ભક્તિ , દાનધર્મમાં પૈસા વાપરવા જોઈએ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top