શનિવાર, 15 એપ્રિલ, 2023

Manmohan Paswvnath શ્રી મનમોહન પાર્શ્વનાથ - કંબોઈ

 શ્રી મનમોહન પાર્શ્વનાથ - કંબોઈ 

       


         સાત મનોહર ફણાયુક્ત,કલાત્મક પરિકરની વચ્ચે,શ્વેતવર્ણના,પદ્માસને બિરાજતાં,૨૭ ઇંચ ઉંચા અને ૧૯ ઇંચ પહોળા પાષાણના સંપ્રતિકાલીન શ્રી મનમોહન કાચના ધુંમટબંધ જિનાલયમાં બિરાજમાન છે.

       

         સં.૧૬૩૮ ની એક ધાતુ મૂર્તિમાં કંબોઇ ગામનો ઉલ્લેખ મળે છે.સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી પાટણ ચૈત્ય પરિપાટી માં પણ કંબોઈના પાર્શ્વનાથનો નિર્દેશ કરાયેલો છે.આ પ્રમાણો પરથી આ તીર્થને ૧૭ માં સૌકાથી પણ પ્રાચીન માની શકાય.

       

         મૂળનાયકની બંને બાજુમાં રહેલી મૂર્તિઓ પર મળતા લેખ અનુસાર તે મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે સં.૧૬૫૯ના વૈશાખ સુદ ૧૩ને બુધવારે કરી હતી.તે ઉપરાંત અન્ય મૂર્તિઓ પર સં.૧૫૦૪,૧૫૦૫ અને ૧૫૧૮ની સાલના લેખો પ્રાપ્ત થયા છે.

       

    પહેલાં આ મનોહર પ્રતિમાજી એક નાનકડી દેરીમાં બિરાજમાન હતા. સં.૧૯૬૮માં પ્રતિમાજીને મૂળ જિનાલયમાં પધરાવ્યા.મંદિરનો પુન: જિણોદ્ધાર થયો અને સં.૨૦૦૩ના મહા સુદ પૂનમના શુભ દિને મૂળનાયક પ્રભુને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. જેની પ્રતિવર્ષ ઉજવણી થાય છે. ફાગણ સુદ ૨ના દિવસે અહીં મોટો મેળો ભરાય છે

       

મહાન ચમત્કારિ તથા પ્રાચીન- ઉજ્જવળ જિનપ્રતિમાજી છે.અહીં ચોરો ચોરી કરી શકતા નથી.


તીર્થનું સરનામું

શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ,

મુ.પો.કંબોઈ,તા.ચાણસ્મા,જિ.મહેસાણા ૩૮૪૨૨૦

ફોન:૦૯૩૭૪૭૦૪૪૯૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top