*ભાંડવાના ડુંગર નામ કઈ રીતે પ્રચલિત થયું ?*
〰〰〰〰〰〰〰〰
👉 *તો જાણો ઈતિયાસ*
➡શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થકર મહાવીર સ્વામી અગાઉ પાર્શ્વનાથ ભગવાન અને તેમના પહેલા નેમીનાથ ભગવાન થઇ ગયા. આ નેમીનાથ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના પિત્રાઇ ભાઇ હતા.
➡શ્રીકૃષ્ણના બે પુત્રો શાંબ અને પ્રદ્યુમને નેમીનાથ ભગવાન પાસે દિક્ષા અંગીકાર કરી નેમીનાથ ભગવાને તેમને શેત્રુંજય ગીરીના અને સદભદ્ર નામના શિખરનો મહીમા સમજાવ્યો. આ કારણે શાંબ અને પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શત્રુંજય આવ્યા. અહી સદભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન કર્યુ અને એ બધા મુનીઓ સાથે બે ભાઇઓ ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા હતા. આ કારણે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રાનો મહીમા ખુબ વધી ગયો છે અને વરસે લાખો યાત્રીકો યાત્રા કરવા આવવા લાગ્યા છે.
➡શાંબ અને પ્રદ્યુમને મુનીવરો સાથે જે શીખર ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કર્યુ તેનું નામ સદભદ્રગીરી હતુ પણ અત્યારે ભાંડવાના ડુંગર તરીકે ઓળખાય છે તેનું કારણ એ છે કે શાંબ અને પ્રદ્યુમન શ્રીકૃષ્ણના ભાંડુ (સંતાન) હતા. આ ભાંડુઓનું અહીં નિર્વાણ થયુ ત્યારથી એ ગિરિ ભાંડુઓના ડુંગર તરીકે ઓળખાવા લાગ્યા જેનું અપભ્રંશ થતા આજે તેને ભાંડવાનો ડુંગર કહેવાય છે
શ્રી ગિરિરાજની ૩ પ્રદક્ષિણાઓ
ગિરિરાજની દોઢ ગાઉ, છ ગાઉ તથા બાર ગાઉ એમ પ્રદક્ષિણા (પરિક્રમા) ફેરી કરી શકાય છે.બાર ગાઉની પ્રદક્ષિણા હાલમાં બંધ જેવી છે .
દોઢ ગાઉની પ્રદક્ષિણા
દાદાના દર્શન કરી રામપોળની બારીથી નીકળતા જમણી બાજુ બહારના ભાગમા સોખરી નામની ટેકીરી પાસેના રસ્તે થઇ ધેટી પાગ જવાનો રસ્તો ઓળગી ને હનુમાન ઘાર નજીક એક તલાવડી છે ત્યાથી ચૈામુખજીની ટૂંક તરફ ચૈત્યવદન કરી હનુમાન ઘાર પાસેથી રામપોળના દરવાજેથી ગઢમાં દાખલ થઇ દાદાના દર્શન કરવાથી દોઢ ગાઉની પદક્ષિણા પૂરી થાય છે.
છ ગાઉની પ્રદક્ષિણા
( આ છ ગાઉનો રસ્તો ખૂબજ ઊંચો-નીચો ને લાંબો હોવાથી સંભાળીને ચાલવુ પડે છે નહિતર લપસી જવાય છે ફા.સુ.-13 ના દિવસે ચતુ્ર્વિઘ સંધ વિશાળ સંખ્યામાં છ ગાઉની યાત્રા કરે છે.)
જય તળેટીથી શરૂઆત કરીએતો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે.
દાદાના દર્શન અને ચૈત્યવદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે.
ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનુ સ્થાન આવે છે઼ અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે ત્યા દર્શન – ચૈત્યવદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્લણ તલાવડી ( ચંદન તલાવડી) આવે છે અહીં શ્રી અજિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે.
આ બે દેરી પાસે અત્યત મહિમાવાળી ચિલ્લણ (ચદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે. પછી આગળ બે માઇલ જતા ભાડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે ત્યા ચૈત્યવદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે.
અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે અત્યાર સુઘી તો નજીકમા રહેલા આદપુર ગામની બહાર ખેતરોમા યાત્રાળુઓની ભકિત કરવા માટે જગ્યા ભાડે લઇને મંડપો બાંઘતા હતા હવે તો જયાં છ ગાઉની યાત્રા પૂરી થાય છે ત્યાની વિશાળ જગ્યામા ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.
બાર ગાઉની પદક્ષિણા
શેત્રુજી નદીનો બંઘ બંઘાઇ ગયેલો હોવાથી હવે ચોક ગામનો રસ્તો બંધ થઇ ગયો છે આથી હવે બાર ગાઉની યાત્રા કરવાની ભાવનાવાળાએ તે યાત્રા ટુકડે ટુકડે કરવી પડે છે.
ભાવિક યાત્રાળુ આત્માઓ પાલિતાણામા દાદાની યાત્રા કરી પાલિતાણાથી નીકળીને ડેમ જાય છે ત્યા યાત્રા-દર્શન કરીને કદંબગિરિ જાય છે ત્યા નીચે અને ઉપર જિનમંદિરમાં દર્શન પૂજા કરીને પાછા પાલિતાણા આવે છે. પછી અહીથી હસ્તગિરિ ઉપર જૂના ચરણપાદુકા અને નૂતન જિનમદિરના દર્શન પૂજન કરીને પાછા આવતા પાછળના રસ્તે ઘેટી ગામ આવે છે. ત્યા દર્શન વગેરે કરીને પાલિતાણા આવે છે, આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની પ્રદક્ષિણારૂપ બાર ગાઉની યાત્રા થાય છે.
ઉપર્યુક્ત ત્રણે યાત્રાઓમા દાદાની ટૂંકને કેન્દ્રમા રાખી ને પદક્ષિણા ફરવાની હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો