સોમવાર, 17 એપ્રિલ, 2023

શ્રી શત્રુંજય કલ્યાણક રથ મંદિર

 આ તો મારા દાદાના રથ નો રણકાર...

🌻🌻⚜️🌻🌻⚜️🌻🌻

rath


શ્રી આદિનાથ દાદાની કલ્યાણક ની રથ યાત્રામાં 

શ્રી શત્રુંજય કલ્યાણક રથ મંદિર

નામનો વિશાલ રથ સામેલ હોય છે..

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ રથ માં શિખર અને ચોમુખજી પ્રતિમા બિરાજમાન કરી શકાય એવો ગભારો હોવાથી એ રથ મંદિર તરીકે ઓળખાય  છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ રથ ચાલતો હોય ત્યારે જાણે

હાલતું ચાલતું મંદિર  હોય એવું લાગે છે..

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ શત્રુંજય કલ્યાણક રથ મંદિર ની


ઊંચાઈ       ૨૦૦ ઇંચ ની 

પહોળાઈ    ૧૯૬ ઇંચ ની 

લંબાઈ        ૨૧૬ ઇંચ ની  છે

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


લગભગ ૨૫૦૦ કિલોથી વધુ વજનનો આ રથ બર્માનાં સાગવાન કાષ્ઠ માંથી બનાવવામાં આવેલ છે..

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ રથમાં સુંદર અને બારીક નકશી કામ અને આકર્ષક રૂપ કામ કરવામાં આવ્યું છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


ભારત ભર ના અનેક રથોમાં આ રથ આગવું સ્થાન ધરાવે છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


સંપૂર્ણ રથનાં નિર્માણમાં દેવ દ્રવ્ય ની રાશિનો વ્યય કરવામાં આવેલ છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


શ્રી હસ્ત ગિરિ તીર્થ માં આ રથ નું નિર્માણ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


ત્યારબાદ ..

છ રી  પાલક સંઘ સાથે 

પરમોકારી પૂજ્ય આચાર્ય શ્રી મહાબલ સૂરિ જી અને પૂજ્ય આચાર્ય શ્રી પુણ્ય પાલ સૂરિ જી આદિની નિશ્રામાં રથને પાલીતાણા નંદ પ્રભા પરિસરમાં બિરાજમાન કરવામાં આવ્યો હતો..

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ યાદગાર અને ઐતિહાસિક સંઘનો સંપૂર્ણ લાભ અ. સૌ નિશાબેન હિતેશ ભાઈ મોતા પરિવાર તરફથી આજથી તેર વર્ષ પહેલાં ઉલ્લાસ ભેર લેવામાં આવ્યો હતો.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


છ ' રી પાલક શ્રી સંઘ ની પૂર્ણાહુતિનાં અવસરે શ્રી આદિનાથ દાદા ના ચ્યવન કલ્યાણક ની ઠાઠ માઠ થી ઉજવણી

કચ્છ રાપર ગઢ વાળી નિવાસી 

માતુશ્રી તારા બાઈ માણેક જી મોતા હસ્તે નિશાબેન હિતેશ ભાઈ દ્વારા  સામૂહિક રીતે સૌ પ્રથમ વાર કરવામાં આવી.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


 જે ઉજવણી દાદા ની ૫૦૦ મી સાલગિરી સુધી ના સંકલ્પ સાથે આજ દિન સુધી અખંડ રહી છે.. 

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


આ રથ ફક્ત કલ્યાણક પ્રસંગે જ ઉપયોગમાં લેવામાં આવે છે.


એટલે વર્ષ માં ફક્ત ચાર જ દિવસ  રથ યાત્રામાં આ રથના દર્શન થઈ શકે છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


 આ ચોમુખજી પ્રભુ સહિતના આ જાજરમાન રથને પૂજાના વસ્ત્રોમાં ખેંચવાનો પણ એક સુંદર લહાવો છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


નસીબદાર ને જ આ લાભ મળે છે.

⚜️♾️♾️♾️⚜️♾️♾️♾️⚜️


જય ગિરિરાજ!! જય આદિનાથ!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top