સોમવાર, 17 એપ્રિલ, 2023

શું પુરુષ કે સ્ત્રી, દરેકે પૂજાના કપડાં રોેજે રોજ ધોવાં જરૃરી છે

*શિલ્પ વિધિ પ્રશ્નમંચ*

*પ્રશ્ન : શું પુરુષ કે સ્ત્રી, દરેકે પૂજાના કપડાં રોેજે રોજ ધોવાં જરૃરી છે ❓*
*(કાંતા જૈન, વિજયવાડા)*

*જવાબ :* *જિનપૂજાની સાત પ્રકારની શુદ્ધિમાં એક વસ્ત્રશુદ્ધિ પણ છે. પ્રભુની પૂજા માટેનાં વસ્ત્રો સ્વચ્છ, ધોયેલાં, અખંડ અને ઉત્તમ ગુણવત્તાવાળાં હોવાં જોઈએ.*
  *મનુષ્યનું શરીર અશુચિનું ભાજન છે. વધુ સમય પૂજાના વસ્ત્ર પહેર્યા હોય ત્યારે વાછૂટ – પરસેવો વગેરે કારણે વસ્ત્ર અશુદ્ધ થવાની સંભાવના ઘણી વધુ છે. એમાં પણ ઉનાળાના દિવસોમાં તો થોડા સમયમાં પણ ઘણો પરસેવો આદિ થતા હોય છે. તેની તો ખાસ શુદ્ધિ કરવી આવશ્યક છે. એ માટે આરાધક શ્રાવકો નિત્યક્રમે પૂજાના વસ્ત્રો પાણીમાં ખંગોળીને સૂકવી દેતા હોય છે.*
  *સ્ત્રી હોય કે પુરુષ; બંનેના પૂજાના વસ્ત્રની શક્ય હોય તો રોજ આ રીતે શુદ્ધિ કરવી જોઈએ.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
​📝 *मुनि सौम्‍यरत्न विजयजी*
 *Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top